Book Title: Uccha Shikshanni Bodh Bhashano Prashna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ હ૬૪ ] દર્શન અને ચિંતન આ પ્રસંગે, ૧૯૪૫માં જયપુર ખાતે મળેલા અખિલ હિંદ લેખક સંમેલનમાં યોજાયેલી એક વ્યાખ્યાનમાળાના મુખ્ય વક્તાના પદેથી પં. જવા હરલાલ નેહરૂએ જે મનનીય વિચારે પ્રગટ કર્યા હતા તે ટાંકવાને લેભ જ. કરી શકતા નથીઃ “એકીકરણના એક બળ તરીકે હિંદનાં પ્રાતીય સાહિત્યને વિકાસ એ એ વ્યાખ્યાનમાળાનો વિષય હતે. પં. જવાહરલાલે પિતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે, “પ્રાન્તીય ભાષાઓને વિકાસ થવાને લીધે એકતાવિરોધી વલણ રચાયું હોવાનું મારી જાણમાં નથી. અમુક અંશે એથી પ્રાન્ત વિશેની મમતા થોડીક વધી હોય કે પ્રાન્તીયતાને વેગ મળ્યો હોય અને પ્રાન્તની સંસ્કૃતિને વિકાસ થયો હોય એ વિશે શંકા નથી. એક બંગાળી બંગાળી ભાષા વિશે અભિમાન ધરાવતા હોય, ગુજરાતી ગુજરાતી વિશે અને મહારાષ્ટ્રી મરાઠી વિશે, અને એમ બીજા પ્રાન્તવાળા પોતપોતાની 'ભાષા વિશે અભિમાન ધરાવતા હોય તેમાં કશું અજુગતું નથી. એમનાં એ અભિમાન સકારણ છે, યોગ્ય છે; પણ હું નથી માનતા કે આ લાગણી અને રાષ્ટ્ર સાથેની પિતાની તદાકારતાની વિશાળતર લાગણી વચ્ચે અથડામણ પેદા થતી હોય, કેમ કે, હું સમજું છું ત્યાં સુધી, એક્તા વત્તા ભિન્નતા વત્તા વિવિધતા એ તે હિંદની વિચારસરણને પામે છે. બધાને એક જ લાકડીએ હાંકીને એકસરખા કરી મૂકવાનું એના સ્વભાવમાં નથી. એટલે આ બે લાગણીઓ વઢી મરતી નથી, કેમ કે, દરેક પ્રાન્ત, દરેક વિભાગ, પિોતપોતાની ભૂતકાળની સાંસ્કૃતિક સિદ્ધિઓ વિશે ગર્વ અનુભવતો છતાં એમ સમજે છે કે પિતે વિશાળતર સમસ્તને એક અંશમાત્ર છે... “હિંદમાં પ્રાન્તીય ભાષાઓનો વિકાસ થવાથી ભેદ અથવા તાત્વિક અલગપણની લાગણું વધે એવું કશું મને દેખાતું નથી. એક બીજો મુદ્દા પણું વિચારવા જેવો છે. ખરેખર તે, જે હું રવીન્દ્રનાથ ઠાકુરનો દાખલ ટાંક તે, એ કેવી અસાધારણ બાબત છે કે એમના જેવા માણસ લખે બંગાળીમાં તો પણ હિંદની બીજી એકેએક ભાષા ઉપર, હિંદી ઉપર તે ખાસ, અસર પાડી શકે છે. એ એમ પુરવાર કરે છે કે સાંસ્કૃતિક ક્ષેત્રમાં આ પ્રકારના દિગજે હંમેશાં પ્રાન્તના સીમાડા ઓળંગી જાય છે. જે એક ભાષા વિકસે તે એ જરૂર બીજને વિક્સવામાં મદદ કરે છે; એ બીજી ભાષાઓને નડતરરૂપ થતી નથી. એ એની સાથે અથડામણ ઊભી કરતી નથી. એથી જ તે જે હિંદી અને ઉર્દૂની બાબતમાં કજિયો કરે છે તેમની સામે મારે માટી ફરિયાદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12