Book Title: Uccha Shikshanni Bodh Bhashano Prashna Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 9
________________ ઉચ્ચ શિક્ષણ્ની બધભાષાને પ્રશ્ન [ કા અથડામણ ઊભી થાય. પણ આ મુદ્દો કહેવામાં જેટલે સસ્ત છે તેટલું જ સમજવામાં આવે છે. જે ગુજરાત બીજા પ્રાન્તની પેઠે એક જુદો પ્રાન્ત રહેવાને જ હોય અને સાથે હિન્દુસ્તાનના એક ભાગ તરીકે પણું રહેવાને જ હોય છે, તેની બધી વિશેષતાઓ અન્ય ખાતેની પેઠે કાયમ રહેવાની, એ કાંઈ ભૂંસાવાની નહિ જ. અને તે બધી વિશેષતાઓ જે હિંદુસ્તાનની અખંડતાને બાધક નહિ થાય તે માત્ર ભાષાની વિશેષતા અખંડતાને બાધક થશે એમ કહેવું એ કેટલું અસંગત છે? એ જ રીતે જે ઉચ્ચ શિક્ષણ પૂરતી રાષ્ટ્રભાષાને બેધભાષા તરીકે સ્વીકારવાથી અથડામણ ટળવાની હોય તે એ પણ ધ્યાનમાં રાખવું ઘટે કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની બધભાષા ગુજરાતી રહેવાથી અથડામણુનું સૂળ તે કાયમ જ રહેવાનું. કેળવણીની નવી રચનામાં ભણું કરીને માધ્યમિક શિક્ષણને નાગરિકત્વ ખીલવવાનું સ્વતંત્ર ધ્યેય રહેવાનું અને કેળવણું ફરજિયાત થતાં પણ રાષ્ટ્રમાં માધ્યમિક કક્ષા સુધીની કેળવણું જ ફરજિયાત થઈ શકવાની–જેમ આજે રશિયા આદિ પશ્ચિમના દેશમાં છે તેમ; અને જે પ્રાન્તિક સ્વશાસન ચાલુ જ રાખવામાં આવે તે એમાં આટલે સુધીની કેળવણુ પામેલા સમાજની વિશિષ્ટ માન્યતાઓ, લક્ષણ, જરૂરતે આદિની છાયા પડવાની એટલે કે શિક્ષણ પાછળની દૃષ્ટિ નીરોગી અને રાષ્ટ્રની અખંડતાને બાધક ન હય તેવી રાખીને આ વિશિષ્ટત્વને નિરુપદ્રવી બનાવવું પડવાનું. જે હકીકત આમ જ હેય તે પછી ઉચ્ચ શિક્ષણમાં શા માટે અથવાભાવિક, કૃત્રિમ અને ઉપરથી લાદેલી બોધભાષાને આગ્રહ સેવ? - એક બીજો મુદ્દો પણ વિચારવા જેો છે. જે લેકે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતી ભાષા દ્વારા પામ્યા હશે તે ખરેખર તે ઉચ્ચ શિક્ષણ પણ એમાં જ લેવાને આગ્રહ સેવશે અને ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકેની બીજી કોઈ પણ ભાષા સામે બળવો પિકારશે; અર્થાત્ અખંડતા સિદ્ધ કરવા માટે ઉપાય ઊલટે ભેદ અને કલહ વધારવાનું સાધન બનશે. એટલે એ પ્રાન્તભાષા અને રાષ્ટ્રભાષા વચ્ચે તેમ જ પ્રાન્ત અને રાષ્ટ્ર વચ્ચે અથડામણને ભય જોતા હોય, તેમણે તે પ્રાથમિકથી તે ઉચ્ચ શિક્ષણ સુધી અને શિક્ષણની તમામ શાખાઓમાં, માત્ર રાષ્ટ્રભાષાને જ સ્થાન આપવાનો અફર આગ્રહ અને પ્રયત્ન રાખવું જોઈએ ! એવો આગ્રહ કંઈકે સમજી શકાય એવો છે. બાકી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાન્તીય ભાષામાં અમિતાથી રાષ્ટ્રીયતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12