Book Title: Uccha Shikshanni Bodh Bhashano Prashna Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 8
________________ ૬ ] દર્શન અને ચિંતન ભાષા દ્વારા વહીવટ, ભાષા, સાહિત્ય, કલા-કેળવણી એ સવનાં નિશ્ચિત ધારણા ઉપજાવવાના અને એકરૂપતા લાવવાને એમને આગ્રહ છે. ભવિષ્યમાં આ કલ્પના કેટલે અંશે સિદ્ધ થઈ શકે એની આગાહી કરવી કઠણ છે, પણ અત્યારે તો એમ કરવું અવ્યહવાર છે એ સાવ દેખીતું છે. એમ કરવુ એ ખરેખર હિંદના લાભમાં છે કે કેમ તે પણ શકાસ્પદ છે. દેશની પ્રાચીન વિવિધતામાં જેમ મોટા લાભા રહ્યા હતા તેમ એમાં ત્રુટિઓ પણ હતી. પણ આ ભિન્નતાને લીધે આ દેશ જીવનકલા અને સંસ્કૃતિનાં અનેક વતાં અને ધબકતાં કેન્દ્રોનું ધામ બન્યા હતા, દેશની એકતામાં સમૃદ્ધ અને તેજસ્વી રંગેાની ભભકવાળી વિવિધતાની ભાત પડી હતી. બધું અધય પ્રાન્તોની થોડીક રાજધાનીઓમાં કે સામ્રાજ્યના પાટનગરમાં ખેંચાઈ ગયુ હોય અને ખીજા' નગર અને પ્રદેશો એમનાં તાબેદાર બનીને રહેતાં હોય અથવા સાંસ્કૃતિક અર્થમાં ધારતાં હોય એવું અહીં બન્યુ નહોતું. આખા દેશ એના અનેક ભાગોમાં પૂર્ણ ચૈતન્યથી વતા હતા, અને એથી સમસ્ત રાષ્ટ્રની સર્જક શક્તિ ખૂબ જ વધી ગઈ હતી. આ વિવિધતા હિંદની એકતાને ઘટાડે અથવા જેખમમાં મૂકે એવી શકયતા હવે તે મુદ્દલ રહી નથી. જે વિશાળ અંતરે પૂર્વે લેકાને સરસા આવવામાં અને પૂરેપૂરા વ્યહવાર કરવામાં અંતરાયરૂપ હતાં તે તે હવે, વિજ્ઞાનના વિકાસને લીધે તે વ્યહવારનાં સાધનો ઝડપી થવાને લીધે, અલગ પાડવાના અર્થમાં, અંતરે જ રહ્યાં નથી. સમવાયી ભાવના અને એને સંપૂર્ણ કાર્યક્ષમ બનાવનારુ' પરિપૂર્ણ તંત્ર પણ શોધાઈ ગયેલ છે. આ સર્વ ઉપરાંત, સ્વદેશક્તિમૂલક એકતાની લાગણી પણ પ્રજાના હૃદયમાં એવી દૃઢ ાપાઈ છે કે હવે સહેજમાં એ ઊખડી શકે એમ નથી. હવે તે ઉપરાષ્ટ્રો સમા પ્રાન્તોની વાજબી આકાંક્ષાએ તૃપ્ત કરવામાં એકતાના હાસ થવાના ભય છે, તે કરતાં તેમને તેમનું સ્વાભાવિક વન નહિ જીવવા દેવામાં વિશેષ ભય છે...વિવિધતામાં એકતાના સિદ્ધાન્ત આ દેશની પ્રકૃતિને પૃથ્ય છે અને એની પરિપૂર્ણતાની દિશામાં જ એના અસ્તિત્વની મુખ્ય ગતિ થઈ છે. માં તુનો આવિર્ભાવ નિહાળવાની એની પ્રકૃતિ છે અને એ જ એને એના વમાવ અને વધના પાયા પર સ્થિર ગોઠવી આપશે. ” ને ઉપર સૂચવાયેલી દૃષ્ટિથી ગુજરાતમાં ગુજરાતી જ ખાવભાષા થવા યોગ્ય હોય તો એની જગા રાષ્ટ્રભાષાને આપવાની પાછળ કઈ દષ્ટિ છે તે પણ આપણે વિચારી લઈ એ. એમ કહેવાય છે કે જે એધભાષા ગુજરાતી હોય તે અખંડ રાષ્ટ્રીયતામાં ખલેલ પડે, અગર કાંઈ ને કાંઈ અનિષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12