Book Title: Uccha Shikshanni Bodh Bhashano Prashna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 10
________________ 1 દર્શન અને ચિંતન સાથે અથડામણુ નથી આવવાની એમ માની તેટલાને અચાવ કરવામાં આવે તે બચાવની એ જ. દલીલ ઉચ્ચ શિક્ષણમાં પણ લાગુ પડે છે; આ તો એક તાર્કિક દલીલ થઈ, પણુ અથડામણના પ્રશ્ન વિચારીએ સારે જરા વધારે ઊંડા ઊતરવું જોઈ એ, અથડામણ ઊભી થાય છે તે તા માનસિક દોષોને કારણે થાય છે. ખાસ કરીને આર્થિક તેમ જ સત્તાના પ્રશ્નો એવા છે કે તેને લીધે માણસનું મન વિકૃત થાય છે અને તે જ કારણે તે બીજાની સાથે અથડામણમાં આવે છે. જ્યાં આવી માનસિક વિકૃતિ નથી હાતી એટલે કે આર્થિક અને રાજપ્રકરણી મહત્ત્વાકાંક્ષા વધારે પડતી નથી હાતી ત્યાં બે જુદી જુદી ભાષાએ ખેલનાર વચ્ચે પણ કદી અથડામણુ મચી જાણી નથી. એથી ઊલટુ', એકભાષાભાષી વ્યક્તિએ કે એક ભાષામાં વ્યવહાર કરતી કેળવણીની સરથાએમાં પણ જ્યાં અર્થ અને સત્તાના લાભથી માનસ વિકૃત અને છે ત્યાં કદી અથડામણ થયા વિના રહેતી નથી. એવી સ્થિતિમાં એમ માની લેવું કે ભાષાભેદ એ જ અથડામણનું કારણ છે, તે તે એમ માનવા ખરાખર છે કે ચહેરાભેદ અને પાશાકભેદ પણ અથડામણનાં કારણો છે. વારે કે રાષ્ટ્રભાષાને માત્ર ગુજરાત જ નહે પણ ખીજા બધા પ્રાન્તા આધભાષા તરીકે માન્ય રાખે—જેમકે અત્યાર લગી અંગ્રેજી ભાષાને માન્ય રાખતા આવ્યા છે—તો શું એમ માનવું કે હવે પ્રાન્ત પ્રાન્ત વચ્ચે તેમ જ પ્રાન્ત અને કેન્દ્ર વચ્ચે અથડામણા બધા સભવ ટળી ગયા ? આપણે જોયુ છે અને અત્યારે પણ જોઈએ છીએ કે અંગ્રેજી ભાષામાં સભાનપણે વ્યવહાર કરનારમાં પણ જ્યારે અને જ્યાં અર્થ અને સત્તાની બાબતમાં લાભ ઉદય પામ્યા છે ત્યારે અને ત્યાં અથડામણ ઊભી થઈ જ છે. જે આ અનુભવ અબાધિત છે તે અંગ્રેજીના સ્થાનમાં માત્ર રાષ્ટ્રભાષા આવવાથી અથડામણુ કેવી રીતે ટળવાની ? એટલે જો પ્રાન્તીયતા અને રાષ્ટ્રીયતાની અથડામણ ટાળવી હાય ( અને તે ટાળવી જોઈ એ) તે એ માટે માનસિક તુલા સમધારણૢ કરવાને જ એકમાત્ર માર્ગ છે, જે ભારતના અધા સુપુત્રાએ દર્શાવ્યા છે. મહાત્માજી અને શ્રી. અરવિÝ પણ એના પર જ ભાર દીધા છે. પ્રાન્તભાષાએ અને રાષ્ટ્રભાષા વચ્ચે અથડામણના કાઈ જ સંભવ નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12