Book Title: Uccha Shikshanni Bodh Bhashano Prashna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ઉચ્ચ શિક્ષણની બેધભાષાને પ્રશ્ન [૩૦] કેળવણીની નવી રચનાની ચર્ચાવિચારણામાં શિક્ષણના વાહનના પ્રશ્ને, એટલે કે બેધભાષાના પ્રખે, ઠીકઠીક મતભેદો ઊભા કર્યા જણાય છે. એટલે આ પ્રશ્ન પર સ્વસ્થ ચિત્તે વિચાર કરી યોગ્ય નિર્ણય ઉપજાવવાની પુષ્કળ જરૂર છે. એ પ્રશ્ન પ્રજાની કેળવણીને હવાથી નિર્ણય કરવામાં જે ભૂલ થાય તો આખી પ્રજાને એને ગેરલાભ વેઠ પડે. શુદ્ધ કેળવણીની દૃષ્ટિએ તે જે પ્રજાની જે ભાષા તે જ તેની બધભાષા હોવી જોઈએ એ વિશે બે મત છે જ નહિ. નવાં વિશ્વવિદ્યાલને લક્ષીને વિચાર કરીએ ત્યારે પણ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં બધભાષા તે સ્વભાષા જ હોવી જોઈએ એ વિશે પણ એકમત દેખાય છે. આપણે ત્યાં ગુજરાત વિશ્વવિદ્યાલયની પ્રવૃત્તિ ચાલી રહી છે, તેમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે બેધભાષા ગુજરાતીથી ભિન્ન એવી કોઈ ભાષા હોય એમ સૂચવાયું જાણ્યું નથી. એ જ પ્રમાણે, હમણુ જૂનાગઢમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું સત્તરમું સંમેલન થયું, તેમાં પસાર થયેલા એક ઠરાવમાં વિદ્યા થી ને મને વિકાસ પૂરેપૂરો થાય તે માટે માતૃભાષા જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના માધ્યમ તરીકે રહેવી જોઈએ એમ જણાવાયું છે. એટલે જે વિચારવાની બાબત છે તે માત્ર ઉચ્ચ શિક્ષણ પરત્વે છે. ઉચ્ચ શિક્ષણ જે ગુજરાતમાં આપવાનું હોય અને તેને લાભ ઉપરથી નીચે સુધી સૌને મળી રહે તેમ કરવાને ઉદ્દેશ હોય, તે ઉચ્ચ શિક્ષણ પણ જો ગુજરાતી ભાષા દ્વારા અપાય છે અને તે જ એ શિક્ષણનાં બધાં સુપરિણામો પ્રજાવ્યાપી બને, એ વસ્તુ કેળવણીની ફષ્ટિએ તે દીવા જેવી ચોખ્ખી છે. પહેલેથી સત્તાસ્થાને ચડી બેઠેલી અને અન્યથા ઘણું લાભે પૂરા પાડતી અંગ્રેજી ભાષા સામે પ્રજાનું હિત વાંચ્છનારા કેળવણીકારો વિરોધ ઉઠાવતા રહ્યા છે, તેનું કારણ પણ આ જ હતું ને, કે અંગ્રેજી દ્વારા મળતું શિક્ષણ પ્રજાના બધા થરમાં પહોંચતું નથી ? અને હવે તે નિર્વિવાદપણે સ્વીકારાયું છે કે અંગ્રેજી ભાષા અનેક રીતે શીખવી અને જાણવી જરૂરી હોવા છતાં તે બોધભાષા તો ન જ રહી શકે. જેમ અંગ્રેજી તેમ બીજી કોઈ પણ ગુજરાતી-ભિન્ન ભાષા ગુજરાતમાં ગુજરાતીનું સ્થાન બધભાષા તરીકે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12