Page #1
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ શિક્ષણની બેધભાષાને પ્રશ્ન
[૩૦] કેળવણીની નવી રચનાની ચર્ચાવિચારણામાં શિક્ષણના વાહનના પ્રશ્ને, એટલે કે બેધભાષાના પ્રખે, ઠીકઠીક મતભેદો ઊભા કર્યા જણાય છે. એટલે આ પ્રશ્ન પર સ્વસ્થ ચિત્તે વિચાર કરી યોગ્ય નિર્ણય ઉપજાવવાની પુષ્કળ જરૂર છે. એ પ્રશ્ન પ્રજાની કેળવણીને હવાથી નિર્ણય કરવામાં જે ભૂલ થાય તો આખી પ્રજાને એને ગેરલાભ વેઠ પડે.
શુદ્ધ કેળવણીની દૃષ્ટિએ તે જે પ્રજાની જે ભાષા તે જ તેની બધભાષા હોવી જોઈએ એ વિશે બે મત છે જ નહિ. નવાં વિશ્વવિદ્યાલને લક્ષીને વિચાર કરીએ ત્યારે પણ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં બધભાષા તે સ્વભાષા જ હોવી જોઈએ એ વિશે પણ એકમત દેખાય છે. આપણે ત્યાં ગુજરાત વિશ્વવિદ્યાલયની પ્રવૃત્તિ ચાલી રહી છે, તેમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે બેધભાષા ગુજરાતીથી ભિન્ન એવી કોઈ ભાષા હોય એમ સૂચવાયું જાણ્યું નથી. એ જ પ્રમાણે, હમણુ જૂનાગઢમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું સત્તરમું સંમેલન થયું, તેમાં પસાર થયેલા એક ઠરાવમાં વિદ્યા થી ને મને વિકાસ પૂરેપૂરો થાય તે માટે માતૃભાષા જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના માધ્યમ તરીકે રહેવી જોઈએ એમ જણાવાયું છે. એટલે જે વિચારવાની બાબત છે તે માત્ર ઉચ્ચ શિક્ષણ પરત્વે છે.
ઉચ્ચ શિક્ષણ જે ગુજરાતમાં આપવાનું હોય અને તેને લાભ ઉપરથી નીચે સુધી સૌને મળી રહે તેમ કરવાને ઉદ્દેશ હોય, તે ઉચ્ચ શિક્ષણ પણ જો ગુજરાતી ભાષા દ્વારા અપાય છે અને તે જ એ શિક્ષણનાં બધાં સુપરિણામો પ્રજાવ્યાપી બને, એ વસ્તુ કેળવણીની ફષ્ટિએ તે દીવા જેવી ચોખ્ખી છે. પહેલેથી સત્તાસ્થાને ચડી બેઠેલી અને અન્યથા ઘણું લાભે પૂરા પાડતી અંગ્રેજી ભાષા સામે પ્રજાનું હિત વાંચ્છનારા કેળવણીકારો વિરોધ ઉઠાવતા રહ્યા છે, તેનું કારણ પણ આ જ હતું ને, કે અંગ્રેજી દ્વારા મળતું શિક્ષણ પ્રજાના બધા થરમાં પહોંચતું નથી ? અને હવે તે નિર્વિવાદપણે સ્વીકારાયું છે કે અંગ્રેજી ભાષા અનેક રીતે શીખવી અને જાણવી જરૂરી હોવા છતાં તે બોધભાષા તો ન જ રહી શકે. જેમ અંગ્રેજી તેમ બીજી કોઈ પણ ગુજરાતી-ભિન્ન ભાષા ગુજરાતમાં ગુજરાતીનું સ્થાન બધભાષા તરીકે તો
Page #2
--------------------------------------------------------------------------
________________
૯૬૦
દર્શન અને ચિંતન લઈ ન જ શકે. અને તેવું જ બીજા પ્રાન્તમાં બીજી પ્રાન્તભાષાઓનું.
તેમ છતાં પ્રજાવ્યાપી કેળવણી સિવાયના જુદા જુદા હેતુઓથી ઉચ શિક્ષણના વાહન તરીકે અત્યારે રાષ્ટ્રભાષાની હિમાયત કરવામાં આવે છે. રાષ્ટ્રભાષાનું શિક્ષણ વિવિધભાષાભાષી આપણા દેશમાં આતપ્રાન્તીય વ્યવહાર માટે તેમ જ રાષ્ટ્રીય ઐક્ય અને અખંડતાની ભાવનાને દઢ કરવા માટે અનિવાર્ય છે, એ વિશે પણ ભાગ્યે જ બે મત છે. કોઈ પણ પ્રાન્તના રહીશને મધ્યસ્થ વહીવટીતંત્રમાં ગોઠવાતાં જરા પણ મુશ્કેલી ન પડે, એટલું જ નહિ, સાંસ્કૃતિક વિષમાં પણ જરૂર પડતાં વિચાર-વિનિમયને માટે સરલતાથી એને પ્રજી શકાય એટલું એનું શિક્ષણ આપવાને પ્રબંધ અવશ્ય થ જોઈએ, એ વિશે પણ મતભેદને ઝાઝો અવકાશ રહ્યો નથી. એટલે પ્રશ્ન તે રાષ્ટ્રભાષાને ઉચ્ચ શિક્ષણની બોધભાષા તરીકે સ્વીકારવી કે નહિ તે જ છે.
જે એને એ રીતે સ્વીકારીએ તે નીચેનાં પરિણામ માટે આપણે તૈયાર રહેવું જોઈએ?
૧. ઉપરથી નીચે સુધીની પ્રજામાં કેળવણીના દરેક પ્રવાહના એકસરખા લાભની ઉપેક્ષા કરવી.
૨. ગુજરાતી ભાષાની શક્તિ વિશેષ વિકાસ માટે નથી, અથવા હોય તોપણ એવા વિકાસને આગ્રહ રાખવાની જરૂર નથી, એમ માની આત્મસતિષી થઈ જવું અને તેના વિકાસને બહુ તે કાવ્ય-નાટકાદિ જેવા સાહિત્યિક વિષય પૂરતું મર્યાદિત કરી લેવાની વૃત્તિ કેળવવી.
૩. સાહિત્યમાં પણ તેટલા જ વિકાસથી સંતોષ માનવે કે જેટલું બીજા અનેક વિષયેના સાહજિક ખેડાણ વિના સંભવિત હોય. (સાહિત્ય પણ વિકાસની પૂર્ણ કળાએ ત્યારે જ પહોંચી શકે જ્યારે બીજા અનેક વિષયનું જ્ઞાન પ્રજાવ્યાપી બનેલું હોય અને લેખકને ગળથુથીમાં મળેલું હોય)
ઊંટ પશે, જ્યારે ગુજરાતમાં ગુજરાતી ભાષાને જ બધભાષા કરવાની હિમાયત કરીએ ત્યારે એ પણ જેવું જોઈએ કે, ગુજરાતી ભાષાની શક્તિ કેટલી છે અને તેના વિકાસની શક્યતા કેટલી છે? ઈતિહાસ અને અનુભવ એમ કહે છે કે ગુજરાતી ભાષામાં શિક્ષણના સમગ્ર પ્રદેશને આવરવાની શક્તિ અવશ્ય છે. જ્યારે જ્યારે એને યોગ્ય હાથનું સંચાલન મળ્યું છે ત્યારે ત્યારે એણે એ શક્તિ પુરવાર કરી છે. છેલ્લે ગુજરાત વિદ્યાપીઠ અને ગાંધીજી દ્વારા ગુજરાતી ભાષાએ પિતાનું જે અસાધારણ પિત દર્શાવ્યું છે તે એનું ઉત્તમ ઉદાહરણ છે.
ગુજરાતી ભાષા મૂળ સંસ્કૃત અને પ્રાકૃતને બધી જ વાર ધરાવે
Page #3
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ શિક્ષણની બેધભાષાને પ્રશ્ન
[ ૯૬ છે અને બીજી વારસદાર બધી જ ભાષાઓની તે સમપ છે, અર્થાત સમકક્ષ છે. એટલે એક અથવા બીજે કારણે જે વિષય હજી લગી ગુજરાતી ભાષામાં
ડેપણે અંશે નથી ખેડાયા તે વિષયો પણ પૂર્ણપણે ખેડવાની બાબતમાં ગુજરાતી ભાષામાં હિંદુસ્તાનની બીજી કોઈ પણ પ્રાન્તીય કે રાષ્ટ્રીય ભાષા કરતાં ઓછી શક્તિ છે એમ માનવાને એક પણ કારણ નથી. એવી સ્થિતિમાં ગુજરાતી ભાષાને ગુજરાતમાં જ બધભાષા ન સ્વીકારવી એનો અર્થ એ જ થાય કે તેની શક્યતાને રૂંધી નાખવી અને સાથે સાથે પ્રજાનું કાઠું પણ ડીંગ કરી નાખવું.
આ પ્રશ્ન ભાષાભિમાનને નથી, પણ પ્રજાકેળવણીને છે. અને જેમના તાટસ્થ વિશે ભાગ્યે જ કોઈને કશી શંકા આવે એવા પુરુષોએ રાષ્ટ્રસંગઠન અને પ્રજાવ્યા કેળવણીની બેવડી દષ્ટિથી જુદે જુદે સમયે આ વિષયમાં જે અભિપ્રાય ઉચ્ચાર્યા છે તે શાંતિથી વિચારવા જેવા છે.
પૂજ્ય મહાત્માજીને રાષ્ટ્રભાષા માટે આગ્રહ કેઈથી ઊતરે એ નહે. ગુજરાત વિદ્યાપીઠના ઉચ્ચ અભ્યાસક્રમમાં હિંદી-હિંદુસ્તાનીને એ દૃષ્ટિથી સૌથી પહેલાં તેમણે જ સ્થાન આપ્યું હતું, પરંતુ બેધભાષા તરીકે તેમણે ગુજરાતીને જ આગ્રહ રાખ્યો હતો. અને ગુજરાતી કે હિંદી બેમાંથી એકે ભાષા નહોતી ફાવતી તેવા બીજા પ્રાન્તના અધ્યાપકોને અપવાદરૂપે અંગ્રેજીને અથવા તેમને ફાવતી બીજી ભાષાનો આશ્રય તેઓ લેવા દેતા, પણ આ લોકે પણ ગુજરાતી શીખી લે એવી તાકીદ તેઓ કર્યા જ કરતા. જે પ્રદેશમાં રહેવાનું હેય તે પ્રદેશની ભાષા માટે ગાંધીજીને આગ્રહ હંમેશાં એ પ્રમાણે રહે. એક વાર ગાંધીજી ગુજરાત વિદ્યાપીઠમાં ભાષણ કરવાના હતા. મીરાંબહેન પણ એ પ્રસંગે હાજર હતાં. ગાંધીજીએ ગુજરાતીમાં ભાષણ કરવા માંડયું, એટલે મીરાંબહેને સૂચવ્યું કે, “બાપુજી, હિંદી બોલીએ.” ગાંધીજીએ તરત પરખાવ્યું, “ગુજરાતમાં ગુજરાતીઓ સમક્ષ હું હિંદી બેલું ? તમે ગુજરાતી શીખી લે.” એ બહેન ઇગ્લેડથી આ દેશની સેવા કરવા આવેલાં એ સુવિદિત છે. ગાંધીજીએ એમને પણ સૌથી પહેલાં દેશની સેવા કરવા દેશની ભાષા શીખી લેવાની શિખામણ આપી હતી, તે મુજબ એમણે હિંદી શીખી લીધેલું. સ્વાભાવિક રીતે જ દેશની સર્વમાન્ય થઈ શકે એવી ભાષાને આગ્રહ એમનાથી રખાઈ ગ., તે ત્યાં પણ ગાંધીજીએ એની મર્યાદા બતાવી.
આચાર્ય કૃપાલાનીજીને પણ ગાંધીજી ગુજરાતી શીખી લેવાની તાકીદ જ કરતા. તેઓ કહેતા “કૃપાલાનીઝ, આપકે આચાર્ય તે રહના હૈ, લેકિન
Page #4
--------------------------------------------------------------------------
________________
હર ].
દર્શન અને ચિંતન ગુજરાતી બનના હેગા.” દિવાણીજીને પણ એ તાકીદ કરતા. બધા એ માટે પ્રયત્નશીલ પણ રહેતા, અને ગાંધીજીનું કથન કેઈને કડવું લાગ્યું જાણ્યું નથી, અર્થાત્ રાષ્ટ્રભાષા અને ગુજરાતી વચ્ચે વિદ્યાપીઠમાં કદી અથડામણ થઈ હોય એમ જાણ્યું નથી. રાષ્ટ્રભાષા માટે આટલે બધે આગ્રહ છતાં ગુજરાતમાં સૌનું હું ગુજરાતી ભાષા તરફ રહેવું જોઈએ, એને ગાંધીજીને આ પ્રકારને આગ્રહ હતા એની પાછળ દષ્ટિ એ હતી કે શિક્ષણના તમામ લાભો પ્રજાના થરથરમાં પચે.
શ્રી. કિશોરલાલ મશરૂવાળાની દૃષ્ટિ પણ આ જ પ્રકારની છે. એમને તે સ્વભાષાને આગ્રહ નથી. એ તે માને છે કે “માણસની કોઈ કુદરતી સ્વભાષા (માતૃભાષા કે પિતૃભાષા) છે જ નહિ.” ભાષા અને લિપિને તે કેળવણી કે જ્ઞાન માનતા નથી; કેવળ એનાં વાહન કે સાધન માને છે. છતાં
સમૂળી ક્રાન્તિ’ માં “કેળવણી”નામના છેલ્લા વિભાગમાં “સિદ્ધાન્તોને નિશ્ચય ' એ પ્રકરણમાં એમણે બે વાતે પૂરતી સ્પષ્ટતાથી કહી છે. એક એ કે, “સ્વભાષા દ્વારા શિક્ષણ મળે તે કરતાં (પરદેશમાં જઈને શીખવાને પ્રશ્ન ન હોય તે) વાવથ છેવટ સુધી જ ઝ માણા 31 શિયાળ g કપુ છે. શિક્ષણનું વન વારે વજ્જર ૪ ફૂટ નથી. પ્રાથમિક શિક્ષણ એકમાં, માધ્યમિક બીજીમાં, અને ઉચ્ચ ત્રીજીમાં એ બરાબર નથી. ...કમમાં કમ એક પ્રાન્તમાં એક જ ભાષા દ્વારા શિક્ષણ અપાય એ ઇષ્ટ છે.”
બીજી વાત એમણે એ કહી છે, “કેળવણીનું સારામાં સારું અને સફળ વાહન કેળવણું આપનારની નહિ, પણ કેળવણું લેનારની સ્વભાષા છે.”
આપણે ત્યાં જે વિખવાદો છે તેથી શ્રી. મશરૂવાળા અજાણુ તે નથી જ, છતાં એમણે આમ કહ્યું છે તેની પાછળની દૃષ્ટિ સમજાવી જોઈએ.
બોલનાર શિક્ષકે કે વ્યાખ્યાનકારે સાંભળનારની ભાષા શીખવી ઘટે, ન કે એથી ઊલટું.” એ નિયમ દર્શાવીને એમણે કહ્યું છે કે, “કેટલેક અંશે સભ્યતા પણ આ નિયમમાં છે.”
બાબુ રાજેન્દ્રપ્રસાદે પણ આ પ્રશ્ન પરત્વે પિતાના મંતવ્યો “હરિજન. માં થોડાક વખત પર જ પ્રગટ કર્યા હતાં. એમણે એમાં ઉચિત જ કહ્યું છે કે, “પિતાપિતાની ફરજ બરાબર બજાવી શકે એટલા માટે વહીવટી અમલદારે સુપ્રીમ કોર્ટ, પ્રાનિક સરકાર અને હાઈકોર્ટના જ નહિ, પણ છેક નીચલી
Page #5
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ શિક્ષણની બેધભાષાને પ્રશ્ન
[ ૯૬૩ અદાલતેના વકીલે અને ન્યાયાધીશે, ધારાસભાના સભ્ય વગેરેએ ઓછામાં ઓછી હિંદ સમસ્તની સર્વમાન્ય ભાષા જાણી લેવી જોઈએએના પરથી એ ફલિત થાય છે કે એ સર્વમાન્ય ભાષા સંખ્યાબંધ લોકેએ શીખવાની રહેશે અને લોકશાહીને સફળતાપૂર્વક ચલાવવી હોય તો તે સમગ્ર પ્રજાવ્યાપી નહિ, તે બની રોકે એટલી બહોળી ફેલાયેલી હોવી જોઈએ.
આ વિધાનના અક્ષરેઅક્ષર સાથે મળતા થવામાં હિંદ એક અને અવિભાજ્ય રહે એવું પ્રામાણિકપણે ઝંખનાર કોઈને પણ કશો જ વધે છે ના જોઈએ. બાબુજીએ રાજભાષા એટલે કે હિંદની સમાન ભાષા અર્થાત હિંદી–હિંદુસ્તાનીને અભ્યાસ ઊંડાણથી તેમ જ વેગથી કરવાની હિમાયત કરી છે, એટલું જ નહિ, અદાલતી કામકાજને અને સધનને લાભ આખા દેશને એકસરખે મળતા રહે એટલા ખાતર તેમ જ નેકરીઓમાં પસંદગી પામવા ખાતર પણ એ ભાષામાં સારી સરખી પ્રવીણતા મેળવવા પર ભાર મૂક્યો છે. એમણે કહ્યું છે, “કેળવાયેલા અથવા ભણેલાગણેલા ગણવાને દા રાખનાર હરેક માણસે હિંદની સમાન ભાષા એટલે કે રાજભાષા અને પિતાના પ્રદેશની ભાષા એમ રે માવા ઓઢામાં ગઈ જ્ઞાન શે.”
પણ એમણે પણ વિદ્યાપીઠમાં રાષ્ટ્રભાષા શિક્ષણનું માધ્યમ બને એ આગ્રહ સેવ્યો નથી. નિરાગ્રહી બુદ્ધિથી એ અભિજાત પુરુષે આ પ્રમાણે સ્પષ્ટ કહ્યું છે. દેશભરમાં વિદ્યાપીઠે ભલે હિંદની સમાન ભાષાને પિતાનું શિક્ષણનું માધ્યમ ન રાખે, પણ એ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને આખા મુલકની સેવા કરવાની અને દેશભરની સમાન રસ અથવા હિતની બાબતોના સંપર્કમાં રહેવાની ઉમેદ હોય તે તેમનામાંના ઘણાખરા હિંદની સમાન ભાષાનો ખંતથી અભ્યાસ કર્યા વિના ક્ટ નહિ થાય. ” વળી કહ્યું છે, જે વિશ્વવિદ્યાલયમાંથી નીકળનારા જે વિદ્યાથીએ ઊંચા સરકારી હોદ્દાઓ મેળવવાની આકાંક્ષા રાખતા હશે, રાજદ્વારી વ્યવસાયમાં પડવા ધારતા હશે, વધારે ઊંચી જાતની વિજ્ઞાનની અથવા યંત્રોદ્યોગની વિદ્યાઓનું જ્ઞાન મેળવતા માગતા હશે, વૃત્તવિવેચનના વ્યવસાયમાં પડવા ઈચ્છતા હશે, તે સને હિંદની સમાન ભાષામાં સારું પ્રાવીણ્ય મેળવવાની સગવડ મળવી જ જોઈએ. આ આય પાર પાડે હોય તે માધ્યમિક શાળાના ચોથા ધોરણથી ઉમંરના ધોરણના અરયાસામાં હિંદની સમાન ભાષાને શીશી માના નિશાત વિષચ તરી બધા પ્રાંતમાં રાખવું પડશે અને હરેક રીતે તેના અભ્યાસને પ્રોત્સાહન આપવું જોઈશે.”
Page #6
--------------------------------------------------------------------------
________________
હ૬૪ ]
દર્શન અને ચિંતન આ પ્રસંગે, ૧૯૪૫માં જયપુર ખાતે મળેલા અખિલ હિંદ લેખક સંમેલનમાં યોજાયેલી એક વ્યાખ્યાનમાળાના મુખ્ય વક્તાના પદેથી પં. જવા હરલાલ નેહરૂએ જે મનનીય વિચારે પ્રગટ કર્યા હતા તે ટાંકવાને લેભ જ. કરી શકતા નથીઃ “એકીકરણના એક બળ તરીકે હિંદનાં પ્રાતીય સાહિત્યને વિકાસ એ એ વ્યાખ્યાનમાળાનો વિષય હતે. પં. જવાહરલાલે પિતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે, “પ્રાન્તીય ભાષાઓને વિકાસ થવાને લીધે એકતાવિરોધી વલણ રચાયું હોવાનું મારી જાણમાં નથી. અમુક અંશે એથી પ્રાન્ત વિશેની મમતા થોડીક વધી હોય કે પ્રાન્તીયતાને વેગ મળ્યો હોય અને પ્રાન્તની સંસ્કૃતિને વિકાસ થયો હોય એ વિશે શંકા નથી. એક બંગાળી બંગાળી ભાષા વિશે અભિમાન ધરાવતા હોય, ગુજરાતી ગુજરાતી વિશે
અને મહારાષ્ટ્રી મરાઠી વિશે, અને એમ બીજા પ્રાન્તવાળા પોતપોતાની 'ભાષા વિશે અભિમાન ધરાવતા હોય તેમાં કશું અજુગતું નથી. એમનાં એ અભિમાન સકારણ છે, યોગ્ય છે; પણ હું નથી માનતા કે આ લાગણી અને રાષ્ટ્ર સાથેની પિતાની તદાકારતાની વિશાળતર લાગણી વચ્ચે અથડામણ પેદા થતી હોય, કેમ કે, હું સમજું છું ત્યાં સુધી, એક્તા વત્તા ભિન્નતા વત્તા વિવિધતા એ તે હિંદની વિચારસરણને પામે છે. બધાને એક જ લાકડીએ હાંકીને એકસરખા કરી મૂકવાનું એના સ્વભાવમાં નથી. એટલે આ બે લાગણીઓ વઢી મરતી નથી, કેમ કે, દરેક પ્રાન્ત, દરેક વિભાગ, પિોતપોતાની ભૂતકાળની સાંસ્કૃતિક સિદ્ધિઓ વિશે ગર્વ અનુભવતો છતાં એમ સમજે છે કે પિતે વિશાળતર સમસ્તને એક અંશમાત્ર છે...
“હિંદમાં પ્રાન્તીય ભાષાઓનો વિકાસ થવાથી ભેદ અથવા તાત્વિક અલગપણની લાગણું વધે એવું કશું મને દેખાતું નથી. એક બીજો મુદ્દા પણું વિચારવા જેવો છે. ખરેખર તે, જે હું રવીન્દ્રનાથ ઠાકુરનો દાખલ ટાંક તે, એ કેવી અસાધારણ બાબત છે કે એમના જેવા માણસ લખે બંગાળીમાં તો પણ હિંદની બીજી એકેએક ભાષા ઉપર, હિંદી ઉપર તે ખાસ, અસર પાડી શકે છે. એ એમ પુરવાર કરે છે કે સાંસ્કૃતિક ક્ષેત્રમાં આ પ્રકારના દિગજે હંમેશાં પ્રાન્તના સીમાડા ઓળંગી જાય છે. જે એક ભાષા વિકસે તે એ જરૂર બીજને વિક્સવામાં મદદ કરે છે; એ બીજી ભાષાઓને નડતરરૂપ થતી નથી. એ એની સાથે અથડામણ ઊભી કરતી નથી. એથી જ તે જે હિંદી અને ઉર્દૂની બાબતમાં કજિયો કરે છે તેમની સામે મારે માટી ફરિયાદ છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ શિક્ષણની બેધભાષાને પ્રશ્ન
[ ૯૬૫ ...જે ભાષાને પ્રશ્ન હિંદની એકતાને વંસ કરે છે એમાં ભાષાને દેષ નહિ હોય, પણ હિંદમાં જે કેટલાક રાજકારણ મરચા રચાયા કરે છે તેની કેટલીક વિચારસરણીઓને દેષ હશે. મને પાકી ખાતરી છે કે ભાષાઓ જાતે થઈને કદી વિનાશનું સાધન બનતી નથી કે વિભેદ તરફ દેરી જતી નથી....
ભાષાઓના પ્રશ્નની પાછળ રહેલા રાજકારણને આપણે વેગળું મૂકીએ તે આખરે તે તાત્ત્વિક પ્રશ્ન આ જ રહે છે કે આપણામાં એક સમાન જીવનદષ્ટિ કે નીતિનાં સમાન ધોરણે છે કે કેમ ? જો એમાં મોટા ભેદ હોય તે એ ભેદ ભાષાઓમાં પણ ઊતરી આવે અને અનેક દુષ્પરિણામે સરજે ...જે આપણુમાં સવર્તનનાં સમાન ધોરણે હોય તો આપણે ખુશીથી એકઠા રહી શકીએ.”
હમણાં જ થોડા વખત ઉપર શાંતિનિકેતનમાં ભાષણ કરતાં પં. રાહુલ સાંકૃત્યાયન, જેમને દેશવિદેશને અને ખાસ કરીને રશિયન વિદ્યાસંસ્થાઓને પ્રત્યક્ષ અને બહોળો અનુભવ છે, તેમણે આ જ પ્રશ્ન સંબંધી પિતાના જે વિચારે વ્યકત કર્યા હતા તે પણ નોંધવા જેવા છે:
પશ્ચિમમાં આબેનિયા જેવા નાના દેશે અને એશિયામાં તિબેટ જે દેશ જે શિક્ષણની તમામ કક્ષાઓમાં સ્વભાષામાં જ શિક્ષણ આપે છે તે હિંદના પ્રાન્ત શા માટે તેમ ન કરી શકે તે હું સમજી શકતો નથી. ” ' (પંડિતજીના રાષ્ટ્રભાષા સંબંધી વિચારે નેંધવા અને કદાચ પ્રસ્તુત ન ગણાય, પણ એ જ ભાષણમાં એમણે એ પણ કહ્યું હતું કે હિંદીએ જ્યારે તમામ પ્રાન્તભાવાઓની સમૃદ્ધિ આત્મસાત કરી લીધી હશે અને એ પિતે વિપુલ શબ્દભંડારવાળી સમર્થ ભાષા બની હશે ત્યારે જ તે રાષ્ટ્રભાષા તરીકે કામ આવી શકશે.)
છેલ્લે આ યુનિવર્સિટીને સમાવર્તન સમારંભ પ્રસંગે શ્રી. અરવિંદે મેકલેલા સંદેશામાંથી નીચેની મનનીય કંડિકા પ્રસ્તુત લાગવાથી ઊતારું છું:
એકસપાટે બધું એકસરખું કરી મૂકવામાં જ કેટલાકને સાચા સંઘનાં, એક અને અખંડ રાષ્ટનાં. દર્શન થાય છે. એને સિદ્ધ કરવા એક જ રાષ્ટ્રીય
Page #8
--------------------------------------------------------------------------
________________
૬ ]
દર્શન અને ચિંતન
ભાષા દ્વારા વહીવટ, ભાષા, સાહિત્ય, કલા-કેળવણી એ સવનાં નિશ્ચિત ધારણા ઉપજાવવાના અને એકરૂપતા લાવવાને એમને આગ્રહ છે. ભવિષ્યમાં આ કલ્પના કેટલે અંશે સિદ્ધ થઈ શકે એની આગાહી કરવી કઠણ છે, પણ અત્યારે તો એમ કરવું અવ્યહવાર છે એ સાવ દેખીતું છે. એમ કરવુ એ ખરેખર હિંદના લાભમાં છે કે કેમ તે પણ શકાસ્પદ છે. દેશની પ્રાચીન વિવિધતામાં જેમ મોટા લાભા રહ્યા હતા તેમ એમાં ત્રુટિઓ પણ હતી. પણ આ ભિન્નતાને લીધે આ દેશ જીવનકલા અને સંસ્કૃતિનાં અનેક વતાં અને ધબકતાં કેન્દ્રોનું ધામ બન્યા હતા, દેશની એકતામાં સમૃદ્ધ અને તેજસ્વી રંગેાની ભભકવાળી વિવિધતાની ભાત પડી હતી. બધું અધય પ્રાન્તોની થોડીક રાજધાનીઓમાં કે સામ્રાજ્યના પાટનગરમાં ખેંચાઈ ગયુ હોય અને ખીજા' નગર અને પ્રદેશો એમનાં તાબેદાર બનીને રહેતાં હોય અથવા સાંસ્કૃતિક અર્થમાં ધારતાં હોય એવું અહીં બન્યુ નહોતું. આખા દેશ એના અનેક ભાગોમાં પૂર્ણ ચૈતન્યથી વતા હતા, અને એથી સમસ્ત રાષ્ટ્રની સર્જક શક્તિ ખૂબ જ વધી ગઈ હતી. આ વિવિધતા હિંદની એકતાને ઘટાડે અથવા જેખમમાં મૂકે એવી શકયતા હવે તે મુદ્દલ રહી નથી. જે વિશાળ અંતરે પૂર્વે લેકાને સરસા આવવામાં અને પૂરેપૂરા વ્યહવાર કરવામાં અંતરાયરૂપ હતાં તે તે હવે, વિજ્ઞાનના વિકાસને લીધે તે વ્યહવારનાં સાધનો ઝડપી થવાને લીધે, અલગ પાડવાના અર્થમાં, અંતરે જ રહ્યાં નથી. સમવાયી ભાવના અને એને સંપૂર્ણ કાર્યક્ષમ બનાવનારુ' પરિપૂર્ણ તંત્ર પણ શોધાઈ ગયેલ છે. આ સર્વ ઉપરાંત, સ્વદેશક્તિમૂલક એકતાની લાગણી પણ પ્રજાના હૃદયમાં એવી દૃઢ ાપાઈ છે કે હવે સહેજમાં એ ઊખડી શકે એમ નથી. હવે તે ઉપરાષ્ટ્રો સમા પ્રાન્તોની વાજબી આકાંક્ષાએ તૃપ્ત કરવામાં એકતાના હાસ થવાના ભય છે, તે કરતાં તેમને તેમનું સ્વાભાવિક વન નહિ જીવવા દેવામાં વિશેષ ભય છે...વિવિધતામાં એકતાના સિદ્ધાન્ત આ દેશની પ્રકૃતિને પૃથ્ય છે અને એની પરિપૂર્ણતાની દિશામાં જ એના અસ્તિત્વની મુખ્ય ગતિ થઈ છે. માં તુનો આવિર્ભાવ નિહાળવાની એની પ્રકૃતિ છે અને એ જ એને એના વમાવ અને વધના પાયા પર સ્થિર ગોઠવી આપશે. ”
ને ઉપર સૂચવાયેલી દૃષ્ટિથી ગુજરાતમાં ગુજરાતી જ ખાવભાષા થવા યોગ્ય હોય તો એની જગા રાષ્ટ્રભાષાને આપવાની પાછળ કઈ દષ્ટિ છે તે પણ આપણે વિચારી લઈ એ. એમ કહેવાય છે કે જે એધભાષા ગુજરાતી હોય તે અખંડ રાષ્ટ્રીયતામાં ખલેલ પડે, અગર કાંઈ ને કાંઈ અનિષ્ટ
Page #9
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ શિક્ષણ્ની બધભાષાને પ્રશ્ન
[ કા અથડામણ ઊભી થાય. પણ આ મુદ્દો કહેવામાં જેટલે સસ્ત છે તેટલું જ સમજવામાં આવે છે. જે ગુજરાત બીજા પ્રાન્તની પેઠે એક જુદો પ્રાન્ત રહેવાને જ હોય અને સાથે હિન્દુસ્તાનના એક ભાગ તરીકે પણું રહેવાને જ હોય છે, તેની બધી વિશેષતાઓ અન્ય ખાતેની પેઠે કાયમ રહેવાની, એ કાંઈ ભૂંસાવાની નહિ જ. અને તે બધી વિશેષતાઓ જે હિંદુસ્તાનની અખંડતાને બાધક નહિ થાય તે માત્ર ભાષાની વિશેષતા અખંડતાને બાધક થશે એમ કહેવું એ કેટલું અસંગત છે?
એ જ રીતે જે ઉચ્ચ શિક્ષણ પૂરતી રાષ્ટ્રભાષાને બેધભાષા તરીકે સ્વીકારવાથી અથડામણ ટળવાની હોય તે એ પણ ધ્યાનમાં રાખવું ઘટે કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની બધભાષા ગુજરાતી રહેવાથી અથડામણુનું સૂળ તે કાયમ જ રહેવાનું. કેળવણીની નવી રચનામાં ભણું કરીને માધ્યમિક શિક્ષણને નાગરિકત્વ ખીલવવાનું સ્વતંત્ર ધ્યેય રહેવાનું અને કેળવણું ફરજિયાત થતાં પણ રાષ્ટ્રમાં માધ્યમિક કક્ષા સુધીની કેળવણું જ ફરજિયાત થઈ શકવાની–જેમ આજે રશિયા આદિ પશ્ચિમના દેશમાં છે તેમ; અને જે પ્રાન્તિક સ્વશાસન ચાલુ જ રાખવામાં આવે તે એમાં આટલે સુધીની કેળવણુ પામેલા સમાજની વિશિષ્ટ માન્યતાઓ, લક્ષણ, જરૂરતે આદિની છાયા પડવાની એટલે કે શિક્ષણ પાછળની દૃષ્ટિ નીરોગી અને રાષ્ટ્રની અખંડતાને બાધક ન હય તેવી રાખીને આ વિશિષ્ટત્વને નિરુપદ્રવી બનાવવું પડવાનું. જે હકીકત આમ જ હેય તે પછી ઉચ્ચ શિક્ષણમાં શા માટે અથવાભાવિક, કૃત્રિમ અને ઉપરથી લાદેલી બોધભાષાને આગ્રહ સેવ?
- એક બીજો મુદ્દો પણ વિચારવા જેો છે. જે લેકે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતી ભાષા દ્વારા પામ્યા હશે તે ખરેખર તે ઉચ્ચ શિક્ષણ પણ એમાં જ લેવાને આગ્રહ સેવશે અને ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકેની બીજી કોઈ પણ ભાષા સામે બળવો પિકારશે; અર્થાત્ અખંડતા સિદ્ધ કરવા માટે ઉપાય ઊલટે ભેદ અને કલહ વધારવાનું સાધન બનશે. એટલે એ પ્રાન્તભાષા અને રાષ્ટ્રભાષા વચ્ચે તેમ જ પ્રાન્ત અને રાષ્ટ્ર વચ્ચે અથડામણને ભય જોતા હોય, તેમણે તે પ્રાથમિકથી તે ઉચ્ચ શિક્ષણ સુધી અને શિક્ષણની તમામ શાખાઓમાં, માત્ર રાષ્ટ્રભાષાને જ સ્થાન આપવાનો અફર આગ્રહ અને પ્રયત્ન રાખવું જોઈએ ! એવો આગ્રહ કંઈકે સમજી શકાય એવો છે. બાકી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાન્તીય ભાષામાં અમિતાથી રાષ્ટ્રીયતા
Page #10
--------------------------------------------------------------------------
________________
1
દર્શન અને ચિંતન
સાથે અથડામણુ નથી આવવાની એમ માની તેટલાને અચાવ કરવામાં આવે તે બચાવની એ જ. દલીલ ઉચ્ચ શિક્ષણમાં પણ લાગુ પડે છે;
આ તો એક તાર્કિક દલીલ થઈ, પણુ અથડામણના પ્રશ્ન વિચારીએ સારે જરા વધારે ઊંડા ઊતરવું જોઈ એ, અથડામણ ઊભી થાય છે તે તા માનસિક દોષોને કારણે થાય છે. ખાસ કરીને આર્થિક તેમ જ સત્તાના પ્રશ્નો એવા છે કે તેને લીધે માણસનું મન વિકૃત થાય છે અને તે જ કારણે તે બીજાની સાથે અથડામણમાં આવે છે. જ્યાં આવી માનસિક વિકૃતિ નથી હાતી એટલે કે આર્થિક અને રાજપ્રકરણી મહત્ત્વાકાંક્ષા વધારે પડતી નથી હાતી ત્યાં બે જુદી જુદી ભાષાએ ખેલનાર વચ્ચે પણ કદી અથડામણુ મચી જાણી નથી. એથી ઊલટુ', એકભાષાભાષી વ્યક્તિએ કે એક ભાષામાં વ્યવહાર કરતી કેળવણીની સરથાએમાં પણ જ્યાં અર્થ અને સત્તાના લાભથી માનસ વિકૃત અને છે ત્યાં કદી અથડામણ થયા વિના રહેતી નથી. એવી સ્થિતિમાં એમ માની લેવું કે ભાષાભેદ એ જ અથડામણનું કારણ છે, તે તે એમ માનવા ખરાખર છે કે ચહેરાભેદ અને પાશાકભેદ પણ અથડામણનાં કારણો છે.
વારે કે રાષ્ટ્રભાષાને માત્ર ગુજરાત જ નહે પણ ખીજા બધા પ્રાન્તા આધભાષા તરીકે માન્ય રાખે—જેમકે અત્યાર લગી અંગ્રેજી ભાષાને માન્ય રાખતા આવ્યા છે—તો શું એમ માનવું કે હવે પ્રાન્ત પ્રાન્ત વચ્ચે તેમ જ પ્રાન્ત અને કેન્દ્ર વચ્ચે અથડામણા બધા સભવ ટળી ગયા ? આપણે જોયુ છે અને અત્યારે પણ જોઈએ છીએ કે અંગ્રેજી ભાષામાં સભાનપણે વ્યવહાર કરનારમાં પણ જ્યારે અને જ્યાં અર્થ અને સત્તાની બાબતમાં લાભ ઉદય પામ્યા છે ત્યારે અને ત્યાં અથડામણ ઊભી થઈ જ છે. જે આ અનુભવ અબાધિત છે તે અંગ્રેજીના સ્થાનમાં માત્ર રાષ્ટ્રભાષા આવવાથી અથડામણુ કેવી રીતે ટળવાની ? એટલે જો પ્રાન્તીયતા અને રાષ્ટ્રીયતાની અથડામણ ટાળવી હાય ( અને તે ટાળવી જોઈ એ) તે એ માટે માનસિક તુલા સમધારણૢ કરવાને જ એકમાત્ર માર્ગ છે, જે ભારતના અધા સુપુત્રાએ દર્શાવ્યા છે. મહાત્માજી અને શ્રી. અરવિÝ પણ એના પર જ ભાર દીધા છે.
પ્રાન્તભાષાએ અને રાષ્ટ્રભાષા વચ્ચે અથડામણના કાઈ જ સંભવ નથી
Page #11
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ શિક્ષણની બેધભાષાને પ્રશ્ન
[ ૯૬૯ એ તે જીવન અને ઉપદેશ દ્વારા ગાંધીજીએ સિદ્ધ કરી બતાવ્યું છે. રાષ્ટ્રની અખંડતાને સિદ્ધ કરવા એમણે હિંદુસ્તાનીને આગળ કરી અને છતાં ગુજરાતમાં ગુજરાતીને મહિમા વધારી આપે. એમની પ્રવૃત્તિથી ન હાનિ થઈ ગુજરાતી ભાષાને કેન રાષ્ટ્રભાષાને. ઊલટું, બંનેનાં તેજ વધ્યાં. જીવનનાં વિવિધ ક્ષેત્રમાં કેણ એમના જેટલું ઘૂ રહ્યું છે કે જેથી એમને પહોંચી તે કરતાં વધારે અથડામણ એને પહેચે એટલે કે અથડામણનાં ત ભાષામાં ભય નથી, પણ માણસના મનમાં ભર્યાં છે. ગાંધીજીનું મન ચેખ્યું હતું, તેથી અથડામણ થઈ નહિ. ભલટું, પ્રાન્તભાષા અને રાષ્ટ્રભાષાની સેવા થઈ એટલે માનસિક સમતુલા સાચવવી એ જ અથડામણ ટાળવાને રાજમાર્ગ છે. એ નહિ. હેય તે ગમે તેટલી યુક્તિપ્રયુક્તિઓ પણ કામ નહિ આવે.
જે માનસિક સમતુલા જળવાશે–અને એ જ કેળવણીનો પ્રશ્ન છેતે આપણા દેશમાં પ્રાન્તાન્તની જે વિશેષતાઓ છે તે રાષ્ટ્રના સાર્વત્રિક જીવનને ઉપકારક થઈ પડશે. એક ડે બધાને એકસરખા કરી મૂકવાને સ્વભાવ આપણું સંસ્કૃતિએ કદાપિ ખીલવ્ય નથી. વિવિધતામાં એકતા સિદ્ધ કરવી એમાં કંઈ રહસ્ય હેય તે એ જ કે પિતાની વિશેષતા કઈ પણ પ્રજાએ કદી છોડવી નહિ, પણ તેને એવી રીતે વિકસાવવી, જેથી બીજી પ્રજાઓની વિશેષતાઓ સાથે તે સંવાદી બને. દરેક પ્રાન્તવાસી પોતાની સ્તનપાનની ભાષામાં જે પ્રતિભા વિકસાવે તેનાં જે કંઈ સારાં પરિણામ આવે તે બધાનો લાભ રાષ્ટ્રભાષાને તે વિવિધતાઓના–વિશેષતાઓના સંવાદથી જ મળી શકે. ગુજરાતી ભાષા પોતાની પૂર્ણ વિશેષતા સાચવી, તેને વિકસાવીને પણ રાષ્ટ્ર ભાષા સાથે સંપૂર્ણપણે સંવાદ સાધી શકે તેમ છે. તેથી ઊલટું, જે રાષ્ટ્રભાષાને જ પૂર્ણ માનીને ચાલવામાં આવે તે ગુજરાતીની વિશેષતાને સંપૂર્ણપણે લેપ થવાનો ભય છે.
આ પ્રમાણે જે ગુજરાતી ભાષા બધી રીતે બેધભાષા થવાને પાત્ર કરે છે તે તે રાષ્ટ્રભાષાને અને રાષ્ટ્રની અખંડતાને કોઈ પણ રીતે અવરોધ નથી કરતી એમ પણ સિદ્ધ થાય છે. અત્યારે જે અંગ્રેજીનું સ્થાન છે લગભગ તે જ રાષ્ટ્રભાષાને હવે મળવાનું છે, એટલે કે, આન્તરપ્રાન્તીય સંપર્ક, વ્યવહાર અને વિચારવિનિમયનું તે જ હવે મુખ્ય દ્વાર થશે એટલે ઉચ્ચ શિક્ષણમાં પણ તેને અનિવાર્યપણે સ્થાન મળવું જ જોઈએ. માત્ર એને
Page #12
--------------------------------------------------------------------------
________________ હ૭૦ ]. દર્શન અને ચિંતન કૃત્રિમપણે બેધભાષાનું સ્થાન આપીને પ્રાતીય વિશેષતાઓને ગળાટૂંપ ન દેવે જોઈએ, એ જ અહીં વક્તવ્ય છે. ––બુદ્ધિપ્રકાશ, જાન્યુઆરી 1949, એમ કહેવામાં આવ્યું છે કે અંગ્રેજીની પેઠે આપણા દેશમાં એક કાળે સંસ્કૃત ઉચ્ચ શિક્ષણની બેધભાષા હતી, અને તે જ રીતે હવે રાષ્ટ્રભાષાને એ સ્થાન મળવું જોઈએ. આ વિધાન સંસ્કૃત પૂતું તે સાવ મિયા છે. સંસ્કૃત કઈ કાળે શિક્ષણનું વાહન હતી નહિ અને અત્યારે પણ નથી, સંસ્કૃતમાં લખાયેલા ગ્ર જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે શીખવાય છે ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે સર્વત્ર નિરપવાદ પદ્ધતિ એ જ રહી છે કે શીખવનાર જે ભાષા સારી રીતે જાણતો હોય તેમાં અગર તે શીખવનારને જે ભાષા તદ્દન પિતાની હેય તેમાં એનું શિક્ષણ આપવું. દક્ષિણ, ઉત્તર કે પૂર્વના કેઈ પણ સંસ્કૃતશિક્ષણપ્રધાન કેન્દ્રમાં જઈને જુએ છે અધ્યાપક અને વિદ્યાથીઓ કઈ રીતે શિક્ષણ આપે ને લે છે તે પરથી પૂરે ખ્યાલ આવી જશે. સંસ્કૃતની વ્યાપક્તા એટલા જ અર્થમાં છે કે હિંદુસ્તાનને કઈ પણ પ્રાચીન પરંપરાને વિદ્વાન તે ભાષામાં લખવાનું પસંદ કરે છે અને બીજા ગમે તે પ્રાન્તના વિદ્વાન તે ભાષામાં લખાયેલું સમજી શકે છે. સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક એ બધા વિષયો સંસ્કૃત ભાષા દ્વારા ઓછેવત્તે અંશે ખેડાયેલા છે, પણ સંસ્કૃતિ કદી સંસ્થાગત રૂપે વ્યાપકપણે બધભાષા તરીકેનું સ્થાન લીધું નથી. અને તે લેવા જાય છે, એટલે કે. અધ્યાપક સંસ્કૃતમાં શીખવે તો, વિદ્યાથીઓને ખાલી હાથે જ પાછા ફરવું પડે, એટલે પૂર્વકાળમાં જુદી જુદી ભાષાઓ વચ્ચે અનુસંધાન કરનારી મુખ્યપણે જે ભાષા હતી અને અત્યારે પણ છે તે સંસ્કૃત. અને તેમ છતાં તે પિતાના ક્ષેત્રમાં બેધભાષાનું સ્થાન લઈ શકી નથી. એ ભાષા માત્ર શીખવાના વિષય તરીકે તેમ જ સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ધાર્મિક વિષને ગ્રંથબદ્ધ કરવાના મુખ્ય વાહન તરીકે કામ આવી છે.