________________
ઉચ્ચ શિક્ષણની બેધભાષાને પ્રશ્ન
[ ૯૬ છે અને બીજી વારસદાર બધી જ ભાષાઓની તે સમપ છે, અર્થાત સમકક્ષ છે. એટલે એક અથવા બીજે કારણે જે વિષય હજી લગી ગુજરાતી ભાષામાં
ડેપણે અંશે નથી ખેડાયા તે વિષયો પણ પૂર્ણપણે ખેડવાની બાબતમાં ગુજરાતી ભાષામાં હિંદુસ્તાનની બીજી કોઈ પણ પ્રાન્તીય કે રાષ્ટ્રીય ભાષા કરતાં ઓછી શક્તિ છે એમ માનવાને એક પણ કારણ નથી. એવી સ્થિતિમાં ગુજરાતી ભાષાને ગુજરાતમાં જ બધભાષા ન સ્વીકારવી એનો અર્થ એ જ થાય કે તેની શક્યતાને રૂંધી નાખવી અને સાથે સાથે પ્રજાનું કાઠું પણ ડીંગ કરી નાખવું.
આ પ્રશ્ન ભાષાભિમાનને નથી, પણ પ્રજાકેળવણીને છે. અને જેમના તાટસ્થ વિશે ભાગ્યે જ કોઈને કશી શંકા આવે એવા પુરુષોએ રાષ્ટ્રસંગઠન અને પ્રજાવ્યા કેળવણીની બેવડી દષ્ટિથી જુદે જુદે સમયે આ વિષયમાં જે અભિપ્રાય ઉચ્ચાર્યા છે તે શાંતિથી વિચારવા જેવા છે.
પૂજ્ય મહાત્માજીને રાષ્ટ્રભાષા માટે આગ્રહ કેઈથી ઊતરે એ નહે. ગુજરાત વિદ્યાપીઠના ઉચ્ચ અભ્યાસક્રમમાં હિંદી-હિંદુસ્તાનીને એ દૃષ્ટિથી સૌથી પહેલાં તેમણે જ સ્થાન આપ્યું હતું, પરંતુ બેધભાષા તરીકે તેમણે ગુજરાતીને જ આગ્રહ રાખ્યો હતો. અને ગુજરાતી કે હિંદી બેમાંથી એકે ભાષા નહોતી ફાવતી તેવા બીજા પ્રાન્તના અધ્યાપકોને અપવાદરૂપે અંગ્રેજીને અથવા તેમને ફાવતી બીજી ભાષાનો આશ્રય તેઓ લેવા દેતા, પણ આ લોકે પણ ગુજરાતી શીખી લે એવી તાકીદ તેઓ કર્યા જ કરતા. જે પ્રદેશમાં રહેવાનું હેય તે પ્રદેશની ભાષા માટે ગાંધીજીને આગ્રહ હંમેશાં એ પ્રમાણે રહે. એક વાર ગાંધીજી ગુજરાત વિદ્યાપીઠમાં ભાષણ કરવાના હતા. મીરાંબહેન પણ એ પ્રસંગે હાજર હતાં. ગાંધીજીએ ગુજરાતીમાં ભાષણ કરવા માંડયું, એટલે મીરાંબહેને સૂચવ્યું કે, “બાપુજી, હિંદી બોલીએ.” ગાંધીજીએ તરત પરખાવ્યું, “ગુજરાતમાં ગુજરાતીઓ સમક્ષ હું હિંદી બેલું ? તમે ગુજરાતી શીખી લે.” એ બહેન ઇગ્લેડથી આ દેશની સેવા કરવા આવેલાં એ સુવિદિત છે. ગાંધીજીએ એમને પણ સૌથી પહેલાં દેશની સેવા કરવા દેશની ભાષા શીખી લેવાની શિખામણ આપી હતી, તે મુજબ એમણે હિંદી શીખી લીધેલું. સ્વાભાવિક રીતે જ દેશની સર્વમાન્ય થઈ શકે એવી ભાષાને આગ્રહ એમનાથી રખાઈ ગ., તે ત્યાં પણ ગાંધીજીએ એની મર્યાદા બતાવી.
આચાર્ય કૃપાલાનીજીને પણ ગાંધીજી ગુજરાતી શીખી લેવાની તાકીદ જ કરતા. તેઓ કહેતા “કૃપાલાનીઝ, આપકે આચાર્ય તે રહના હૈ, લેકિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org