Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna
Author(s): Sanyamkirtivijay
Publisher: Nareshbhai Navsariwala Mumbai

View full book text
Previous | Next

Page 2
________________ મૈત્રીભાવનાનું વાસ્તવિક સ્વપ કલિકાલ સર્વજ્ઞ પૂ.આ.ભ.શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાએ ચાર ભાવના પૈકી મૈત્રીભાવનાનું સ્વરૂપ બતાવતાં યોગશાસ્ત્રમાં કહ્યું છે કે .. मा कार्षीत्कोऽपि पापानि, मा च भूत्कोऽपिदुःखितः। मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते॥ - કોઈપણ પાપો ન કરે, કોઈ પણ દુઃખી ન થાઓ, આખું જગત પણ મુક્તિને પામે, આ પ્રકારની મતિને મૈત્રી ભાવના કહેવાય છે. જેણે પણ દુઃખથી મુક્ત થવું હોય, તેણે પાપોથી મુક્ત થવું જ પડે. જેણે કાયમ માટે દુ:ખથી મુક્ત થવું હોય, તેણે મોક્ષમાં જવું પડે. મોક્ષમાં જવા પાપોનો અને પાપોના રસનો નાશ કરવો પડે. સુવિહિત ધર્માનુષ્ઠાન દ્વારા આત્માને ભાવિત કરવો પડે. ભવનિર્વેદનો પરિણામ પેદા કરવો પડે. સંપ્રાપ્ત બુદ્ધિ દ્વારા મોક્ષમાર્ગને સમજવો પડે. જગતમાં ચાલતા મોક્ષમાર્ગથી દૂર લઈ જનારા કુતર્કોને ઓળખવા પડે. સાચા મોક્ષમાર્ગની આરાધના દ્વારા આત્માના શુદ્ધ સ્વરૂપનો ઉઘાડ કરવો પડે. તેના યોગે ધબકતું બનેલું ચૈતન્ય જગતના સમસ્ત જીવોને સત્તાગત ગુણોની દષ્ટિએ સ્વતુલ્ય જુએ. અને તેમાંથી એક અનાહત નાદ નીકળે કે ... શિવમસ્તુ સર્વગતિઃા સર્વ જીવોનું કલ્યાણ થાઓ. સ્વ-પરનું કલ્યાણ સન્માર્ગની આરાધનામાં છે. તેથી જ કલ્યાણના અર્થીએ સન્માર્ગ સમજવો જોઈએ. તે સાચી મૈત્રીભાવના છે. બીજાનું કલ્યાણ કરવાની ભાવનાવાળાએ પણ બીજાને સન્માર્ગ જ બતાવવો જોઈએ, નહિ કે ઉન્માર્ગ. બીજાને ઉન્માર્ગ તરફ લઈ જવો, તે મૈત્રીભાવના નથી, શત્રુભાવના છે. કારણકે ઉન્માર્ગ સ્વયં પાપરૂપ છે, જેનાથી આત્મા દુઃખની પરંપરાનું સર્જન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 122