Book Title: The Jain 1988 07
Author(s): Natubhai Shah
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 7
________________ સંપાદકીય વીર સંવત ૨૫૧૪, અષાઢ સુદ ૫, બુધવાર તા. ૨૦ મી જુલાઇ ૧૯૮૮ ને દિવસ જૈન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ શુભ દિને દુનિયાભરના જુદા જુદા ફિરકાઓના આગેવાન જૈન ભાઇ બહેનોની હાજરીમાં જૈન એકતાના પ્રતીક રૂપે થઇ રહેલ યૂરોપના પ્રથમ જૈન સેન્ટરમાં એકજ દિવસે અને એકજ સમયે શ્વેતાંબર અને દિગમ્બર જિનબિંબો, અધિષ્ઠાયક દેવ-દેવીઓ, બાહુબલીજી તથા ગુરૂ ગૌતમની પ્રતિષ્ઠા, સ્થાનકવાસી ઉપાશ્રયમાં પાટ આરોપણ વિધિ, શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિરમાં શ્રીમદના ચિત્રપટો તથા મૂર્તિ સ્થાપના થઇ રહી છે. દરેક જૈન પોતાની માન્યતા પ્રમાણે ભકિત અને ક્રિયાઓ કરી શકે તેની જોગવાઇ છે. આ અનેકાંતવાદની ભાવના છે. પરિણામે, માની ન શકાય તેવી એકતા-સ્થાનકવાસી-દેરાવાસી, શ્વેતાંબર-દિગંબર ભાઇઓમાં સર્જાઇ છે. આશા રાખીએ છીએ આ એકતાનો દાખલો વિશ્વભરમાં નવકાર મંત્રના આરાધકો લેશે, અને મહાવીર પ્રભુની વાણીને જગતમાં પ્રસરાવવા માટે અને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરશે. આજે વિશ્વની ૩ અબજની વસ્તીમાં જૈનોની સંખ્યા લગભગ ૮૦ લાખથી એક કરોડની વચ્ચેજ હશે. જેનો અંસી ટકા ભાગ ભારતમાં છે જે શ્રમણ સંસ્કૃતિ (જૈનધર્મ-સંસ્કૃતિ) ની જન્મભૂમિ છે. જે પંચમહાવ્રત અને સંયમના પંથના પથિક છે એવા જેન આચરણ, વ્યવહાર બુદ્ધિશાળી અને પૈસાદાર હોવા છતાં તેમનું અસ્તિત્વ નગણ્ય બનતું જાય છે. પ્રાચીન કાળમાં વિશ્વને દોરવણી આપનાર જૈનોની આ સ્થિતીના કારણોના મૂળમાં તેમના સામ્પ્રદાયિક મતભેદો છે. સમ્પ્રદાયમાં છિન્ન-ભિન્ન થયા હોવાથી દિવસે-દિવસે તેમની શકિતને હાસ થતો જાય છે. આજે જરૂર છે સહુને એક છત્ર નીચે ભેગા થઇ ભગવાન મહાવીરની વાણીનો ઉદ્ઘોષ કરવાનો. આપણામાં ક્રિયાઓને લીધે મતભેદ હોઇ શકે . પરંતુ, મંગલમય નમસ્કાર મંત્ર, વાણીમાં ચાદ્રાદ, માન્યતામાં અનેકાંત, આચરણમાં સત્ય અહિંસા, જીવદયા અને પરોપકારનાં ભાવો આપણને એકતાના સૂત્રમાં બાંધવાના મુખ્ય ઉપાયો અને સાધનો છે. ભગવાન મહાવીરની કરૂણા, દયા-ક્ષમાના આરાધકો શું આવા મતભેદો મિટાવી ના શકે? તીર્થંકરના પ્રતીક સાધુ ભગવંતો આપણને એક થવા માટે પ્રેરણાજ નહીં, પરંતુ આદેશ આપે અને સમયબદ્ધ કાર્યક્રમ આપી સહુને એક મહાવીરના સંતાન તરીકે સંગઠિત કરે તો આપણે મહાવીરની વાણીના શંખનાદથી વિશ્વને ગુંજાવી શકીએ છીએ. જો નમસ્કાર મંત્રને સમજીને જીવનમાં ઉતારીએ તો બધાજ પ્રશ્નોનો હલ થઇ શકે તેમ છે. આપણા મતભેદો નજીવી ક્રિયાઓ અથવા માન્યતાને લગતા છે. વ્યવહાર દૃષ્ટિએ કે આત્મકલ્યાણ માટે તેના કાઈ ? નથી.આજે જરૂર છે એવા આચાર્ય કે શ્રાવકની કે જે અહમ EDITORIAL JAINISM AND WORLD PROBLEMS We decided a few days ago that the Gujarati and English Editorials to this souvenir issue of THE JAIN should look (quite independently) at the subject of Jainism and the problems of the modern world. Quite by chance, the very next day I was looking at the books on Jainism in one of the very few libraries in the country which have more Tv Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 196