________________
પ્રસ્તાવના
આપવામાં ખાસ કરીને ઉપયોગ કર્યો છે. જે કેટલીક વિશિષ્ટ વાતો જણાવવા જેવી લાગી તે આઠમા પરિશિષ્ટમાં અમે ટિપ્પણોમાં જણાવી છે.
૩૪
શુદ્ધિપત્રક
ગ્રંથ છપાતો હોય ત્યારે પ્રૂફો જોવામાં અમે ખૂબ જ કાળજી રાખીએ છીએ. છતાં, દષ્ટિદોષથી અથવા અમારા અનવધાનથી ઘણીવાર અશુદ્ધ પાડી રહી જાય છે. કેટલીક વાર છપાતી વખતે ટાઇપો ઊડી જવાથી કે આધા –પાછા થઈ જવાથી પણ અશુદ્ધિઓ થઈ જાય છે. જેમકે પૃ૦ ૪૧૫ ૫૦ ૧૨ માં અત્યંતી પાઠ છપાયો છે, ખરેખર અહીં અ ંતતી પાડે બધી જ હસ્તલિખિત પ્રતિઓમાં છે. અનંતનાથ ભગવાનનું અનન્તનિત નામ છે. તે ઉપરથી અનંતતી રૂપ તશ્રુતિ પ્રમાણે થાય છે, સ્વરશ્રુતિ પ્રમાણે અ ંતર્દૂ રૂપ થાય છે. એટલે અનંતતી જ શુદ્ધ પાઠ હોવા છતાં મળતી એવો અશુદ્ધ પાઠ છપાઈ ગયો છે. આવી આવી અશુદ્ધિઓ અમને ખૂબ જ ખૂબ ખટકે છે. જે અશુદ્ધિઓ અમારા ધ્યાનમાં આવી તે માટે અમે શુદ્ધિપત્રક આપ્યું છે.
શુદ્ધિપત્રકનો ઉપયોગ કરીને પાડો સુધારીને જ આ ગ્રંથ વાંચવા વિનંતિ છે.
જે અશુદ્ધપાઠો અમારા ખ્યાલ બહાર રહી ગયા હોય તેને વાચકો સ્વયં સુધારી લે. અમને જણાવશે તો અમે પણ આભારી થઈશું.
શુદ્ધિપત્રકપૂર્વે વૃદ્ધિપત્રક પણ અમે આપ્યું છે. જે મહત્ત્વના પાભેદો અમને પાછળથી જેસલમેર આદિની પ્રતિમાંથી મળ્યા છે તેનો પણ અમે આમાં સમાવેશ કરી લીધો છે. અને જે પાઠો અમને સાચા તથા સારા લાગ્યા છે તેના પાસે ની નિશાની મૂકી છે.
સ્થાનાંગ—સમવાયાંગ મૂળમાત્રનું પ્રકાશન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંધની અનેક સંસ્થાઓ તરફથી થયેલું છે. તે ઉપરાંત સ્થાનકવાસી તથા તેરાપંથી સંધની પણ અનેક સંસ્થાઓ તરફથી પ્રકાશન થયેલું છે. ગુજરાતી તથા હિંદી ભાષામાં અનુવાદો પણ પ્રકાશિત થયેલા છે. સ્થાનાંગ ઉપર સૌથી પ્રાચીન વૃત્તિ નવાંગીત્તિકાર આ॰ શ્રી અભયદેવસૂરીશ્વરમહારાજે વિક્રમ સંવત્ ૧૧૨૦ માં રચેલી છે. આ વૃત્તિ રાય ધનપતસિંહ તરફથી ઈસ્વીસન ૧૮૮૦ માં કલકત્તાથી પ્રકાશિત થયેલી છે, તે પછી આગમોયસમિતિ તરફથી ઈસ્વીસન ૧૯૧૮ તથા ૧૯૨૦ માં બે ભાગમાં પ્રકાશિત થઈ છે. ઈસ્વીસન ૧૯૩૭ માં શેઠ માણેકલાલ ચુનીલાલ (અમદાવાદ) તરફથી પણ પ્રકાશિત થઈ છે. સ્થાનાંગ ઉપર વિક્રમ સંવત્ ૧૬૫૭માં નગષિગણીએ તથા વિક્રમ સંવત ૧૭૦૫માં સુમતિકલ્લોલ તથા હર્ષવર્ધને રચેલી સંસ્કૃત વૃત્તિઓના હસ્તલિખિત આદર્શો મળે છે.
સમવાયાંગની સૌથી પ્રાચીન વ્રુત્તિ પણ આ॰ શ્રી અભયદેવસૂરિમહારાજે વિક્રમ સંવત્ ૧૧૨૦માં રચેલી છે. રાય ધનપતસિંહ (કલકત્તા) તરફથી આ વૃત્તિ ઈસ્વીસન ૧૮૮૦માં, આગમોય સમિતિ તરફથી ઇસ્વીસન ૧૯૧૮ માં, તથા પંડિત મફતલાલ ઝવેરચંદ (અમદાવાદ) તરફથી ઈરવીસન ૧૯૩૮માં પ્રકાશિત થયેલી છે. વિક્રમ સંવત ૧૯૯૫માં ભાવનગરથી જૈન ધર્મપ્રસારક સભા તરફથી આનું ગુજરાતી ભાષાંતર પણ પ્રકાશિત થયું છે.
સ્થાનાંગસૂત્ર ઉપરની ૫૦ શ્રી મિત્રાનંદવિજયજી મહારાજ સંપાદિત નર્લિંગણિ વિરચિત દીપિકાવૃત્તિનો પ્રથમ ભાગ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્દાર ફ્રેંડ સુરતથી પ્રકાશિત થયેલો છે.
અશ્પસમયમાં મોતીલાલ બનારસીદાસ (દિલ્હી ૭) તરફથી એક જ વૉલ્યુમમાં સટીક સ્થાનાંગ– સમવાયાંગ અનેક મહત્ત્વના પરિશિષ્ટો તથા શુદ્ધિપત્રક સાથે પ્રકાશિત થવાનાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org