________________
પ્રસ્તાવના
T = આ એક કાગળ ઉપર લખેલી પ્રતિ છે. પૂર્વ મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે આગમોય સમિતિથી પ્રકાશિત તેમની પ્રતિમાં 7માંથી કેટલાક પાભેદો નોંધેલા છે તેનો જ અમે ઉપયોગ અહીં ક્યોં છે. આ જ પ્રતિ કયાંની છે તેની અમને ચોક્કસ કશી ખબર નથી. પરંતુ ‘મંત્રિ॰ = પ્રવર્તક ત્રિપાઠ પ્રતિ એવું એક સ્થળે તેમણે લખ્યું છે તેથી પ્રવર્તક શ્રી ક્રાંતિવિજયજી મહારાજના વડોદરામાં રહેલા ભંડારની આ પ્રતિ હોય તેમ અમને લાગે છે.
૩૯
આ ઉપરાંત સમવાયાંગની આ॰ શ્રી અભયદેવસ રિવિરચિત ટીકાના હસ્તલિખિત આદર્શોનો પણ આ સંશોધનમાં અમે અનેક સ્થળે ઉપયોગ કર્યો છે. અમે જ્યાં પાઠો આપ્યા છે ત્યાં આ હસ્તલિખિત આદર્શોના આધારે પાડો શુદ્ધ કરીને અથવા પાઠભેદો જણાવવા સાથે આપ્યા છે. આ હસ્તલિખિત આદર્શોનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે—
લે॰ ( ૨), જે ૨ તથા ૐ. આ ત્રણ તાડપત્ર ઉપર લખેલી પ્રતિ છે, આનો પરિચય સમવાયાંગના પરિચયમાં અમે આપી દીધો છે. આ ઉપરાંત હે = પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરની (ડાખા નંબર ૨૧૩માં) ૯૯૯૭ નખરની કાગળ ઉપર લખેલી પ્રતિનો પણ અમે ઉપયોગ કર્યો છે. આનો પરિચય આ પ્રસ્તાવનામાં (પૃ૦ ૨૩ માં) વર્ણવેલી H. પ્રતિની જેમ સમજી લેવો. આની પત્રસંખ્યા ૧ થી ૬૯ છે. લંબાઈ-પહોળાઈ ૧૩ ૪ ૫ ઇંચ છે.
આ ઉપરાંત, આગમોય સમિતિથી પ્રકાશિત સટીક સ્થાનોંગ તથા સમવાયાંગ સૂત્રના પાઠોનો અમે જ્યાં જ્યાં ઉલ્લેખ કર્યો છે અને જ્યાં મુ॰ એવો સંકેત વાપર્યો છે ત્યાં મુ॰ શબ્દથી આગમોધ્યસમિતિપ્રકાશિત સ્થાનાંગ, સમવાયાંગ અથવા તેની ટીકાનો (જ્યાં જે અર્થ ઘટતો હોય તે પ્રમાણે) એ પાઠ છે એમ સમજી લેવું.
જ્યાં અમે ૬૦ એવો સંકેત વાપયોં છે ત્યાં રાય ધનપતસિંહજી (લકત્તા) તરફથી પ્રકાશિત થયેલા સટીક સ્થાનોંગ કે સમવાયાંગમાં (જ્યાં જે ઘટતું હોય તે પ્રમાણે) તે તે પાઠ છે એમ સમજવું. એક વિશેષ સ્પષ્ટીકરણ
હસ્તલિખિત આદર્શોનું વાંચન કરતાં, અનેક સ્થળે એવો અનુભવ થાય છે કે કેટલીકવાર પહેલાં એક પાઠ લખ્યો હોય છે, તે પછી કોઇક વાંચનારે એ પાઠને સુધારી–વધારીને ખીજો પાઠ લખ્યો હોય છે. આમાં સુધારેલો—વધારેલો પાઠ કેટલીક વાર સારો પણ હોય છે અને કેટલીક વાર વાંચનારના મતિદોષથી સુધારેલો-વધારેલો પાઠ ખોટો પણ હોય છે. એના કરતાં, મૂળ પાઠે વધારે શુદ્ધ અથવા સાચો હોય છે. એટલે અમે ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કરીને આના મૂળપાઠોને શોધી કાઢવા— વાંચવા પ્રયત્ન કરીએ છીએ. ધણીવાર ઐતિહાસિક દષ્ટિએ-મૌલિક દૃષ્ટિએ મૂળપાઠોનું અમને મહત્ત્વ અને સત્યત્વ સમજાયું છે. એટલે તે તે પ્રતિના મૂળપાઠ તથા સંશોધિત પાને દર્શાવવા માટે અમે તે તે પ્રતિના સંકેતોની આગળ મૂ॰ અને સૂં૰ એવા શબ્દો વાપર્યાં છે. જેમકે એમૂ॰ ૬ એટલે ને ર્માં મૂળ પાઠ તથા લેÉ૦ ર્ એટલે લે૦ ૬ માં સંશોધિત પાઠ. આ રીતે મૂ॰ એટલે પાટણની પ્રતિનો મૂળપાઠ, વાસં૰ એટલે પાટણની પ્રતિમાં પાછળથી સુધારીને કરેલો સંશોધિત પાઠ, જીંમૂ એટલે ખંભાતની પ્રતિનો મૂળ પાઠ, હંસ એટલે ખંભાતની પ્રતિમાં પાછળથી સુધારીને કરેલો સંશોધિત પા. આ રીતે જેમૂ॰ વગેરે વગેરે સંકેતોનો અર્થ અમારા બધા સંપાદિત-સંશોધિત ગ્રંથોમાં વાચકોએ પોતાની મેળે સમજી લેવો.
ધન્યવાદ—
શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી પ્રકાશિત થતી આ જૈન આગમગ્રંથમાલાના મૂળ આયોજક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org