________________
પ્રસ્તાવના
તેનો ખ્યાલ આ પરિશિષ્ટથી આવશે. આંકડાઓ છાપવામાં જે કંઈ અશુદ્ધિ પૃ૦ ૫૮૯માં આવી ગઈ છે તે શુદ્ધિપત્રકમાં જઈને સુધારી લેવા વિનંતિ છે.
સંશોધક વિદ્વાનોના લખાણમાં ઘણીવાર એ વાત ચર્ચેલી હોય છે કે સ્થાનાંગનાં કેટલાંક સૂત્રોની બૌદ્ધ ગ્રંથ અંગુત્તરનિકાય (એકોત્તરનિકાય) સાથે ઘણી સમાનતા છે. પરંતુ કેવી સમાનતા છે તેનો તો ખ્યાલ અંગુત્તરનિકાય જેવાથી જ આવી શકે. એટલે ક્યાં ક્યાં સૂત્રોની અંગુત્તરનિકાય, પુગ્ગલપમ્બત્તિ આદિ બૌદ્ધ ગ્રંથો સાથે કેવી કેવી સમાનતા છે તેનો સ્પષ્ટ ખ્યાલ અભ્યાસીઓને આવી શકે તે માટે તે તે બૌદ્ધ પાલિગ્રંથોના વિસ્તારથી પાઠો અમે “બૌદ્ધપાલિત્રિપિટકતુલા એ નામના ચોથા પરિશિષ્ટમાં આપેલા છે. આ ઘણું મહત્વનું પરિશિષ્ટ છે. આ બૌદ્ધગ્રંથો સામાન્ય ગ્રંથભંડારોમાં જોવા પણ મળે નહિ. સામાન્ય અભ્યાસીઓને પાલિ ભાષાનો પરિચય પણ હોય નહિ. એટલે બધાયે આ વાત સહેલાઈથી જાણી શકે એટલા માટે આ ચોથું પરિશિષ્ટ ખાસ આપેલું છે. આ જ બૌદ્ધ આગમ ગ્રંથ સંસ્કૃતમાં gોત્તરનિવાયના નામથી ઓળખાય છે. જર્મનીથી આ ગ્રંથ પ્રકાશિત થવાનો છે, પણ અત્યારે પ્રેસમાં છે. એટલે એ ગ્રંથની તુલના અમે આપી શક્યા નથી. જ્યારે થોડા સમયમાં પ્રકાશિત થાય ત્યારે તેની સાથે પણ અભ્યાસીઓએ તુલના કરી લેવી.
આ પાલિત્રિપિટકના પાઠોની સાથે તુલના તે તે સૂત્રોના અને વિશાળરૂપે સમજવામાં ઘણું ઉપયોગી છે. જેમકે સ્થાનાંગમાં સૂત્ર ૩૨૮ માં પૃ. ૧૪૬ ૫૦ ૧૨, ૧૫, ૧૬, ૧૮, ૨૦ નયસંઘને પાઠ આવે છે. પાક્ષિત્રિપિટકમાં અંગત્તરનિકાયમાં આ પ્રસંગમાં નવસMaો પાઠ જોવામાં આવે છે. જુઓ ચોથું પરિશિષ્ટ પૃ. ૬૨૦. આ ખાસ ધ્યાન ખેંચનારી વાત છે. હસ્તલિખિતમાં સમાનતાને લીધે ઘ ા પ લ વ આ અક્ષરોમાં પરસ્પર ઘણીવાર વ્યત્યાસ થઈ જઈને વિચિત્ર પાઠો બની જાય છે.
સ્થાનાંગ-સમવાયાંગનાં કેટલાંક સત્રોની પરસ્પર સમાનતા છે, તેમ બીજા પણ અનેક અનેક સૂત્રોની આગમ આદિ અત્યંત પ્રાચીન શ્વેતાંબર-દિગંબર ગ્રંથો સાથે પણ શબ્દથી અથવા અર્થથી સમાનતા છે. આ માટે ખૂબ ખૂબ પરિશીલન કરીને સાતમું પરિશિષ્ટ અમે તૈયાર કર્યું છે. એ જેવાથી સ્થાનાંગ-સમવાયાંગની પરસ્પર સમાનતા, સ્થાનાંગ-સમવાયાંગ કેવા સંગ્રહાત્મક આકર ગ્રંથો છે, તેમ જ સ્થાનાંગ-સમવાયાંગના પદાર્થો ગ્રંથાંતરોમાં કેવા વ્યાપક રીતે ફેલાયેલા છે તેનો કંઈક ખ્યાલ અભ્યાસીઓને જરૂર આવશે. આ વિષય ઘણું વ્યાપક છે. આ ગ્રંથનું કદ અત્યંત વધી ન જાય એટલા માટે સૂત્રપાઠો ન આપતાં, માત્ર સ્થળનિર્દેશ જ અમે આ પરિશિષ્ટમાં કર્યો છે. આ પરિશિષ્ટ અ૫સમયમાં તૈયાર થયું છે, એટલે ઘણે સ્થળે તુલના કરવાની રહી પણ ગઈ હશે. અભ્યાસીઓ આ દિશામાં આગળ વધીને ન્યૂનતાને પૂર્ણ કરે એ અભ્યર્થના છે. આ પરિશિષ્ટના બીજા હિસ્સામાં (પૃ. ૭૭૨-૭૪૯) સમવાયાહૂત્રાળ તુ જે આપી છે તેમાં સ્થાનકવાસી મુનિશ્રી કન્વેયાલાલજી “કમલ”ના સમવાયારૂના બીજા પરિશિષ્ટ સનવાવાસમન્વયનો પણ ઘણું ઉપયોગ અમે કર્યો છે.
સ્થાનાંગ તથા સમવાયાંગમાં એવી કેટલીયે ગાથાઓ મળે છે કે જે આવશ્યક નિર્યુકિત, પ્રજ્ઞાપનાસૂત્ર આદિ બીજા ગ્રંથોમાં પણ અક્ષરશઃ અથવા અલ્પ ભેદથી મળે છે. સ્થાનાંગ-સમવાયાંગમાંથી લઈને બીજે એનો સંગ્રહ કરવામાં આવ્યો છે કે બીજેથી લઈને અહીં કોઈક કાળે પ્રક્ષેપ કરવામાં આવ્યો છે એ અમે કંઈ જ કહી શકવા સમર્થ નથી. બીજા આગમો સાથે પરસ્પરસમાનતા ધરાવતાં હોય એવાં અનેક સૂત્રો પણ સ્થાનાંગ-સમવાયાંગમાં મળે છે. સાતમું પરિશિષ્ટ જેવાથી આ વાતને
ખ્યાલ આવી શકશે. સાતમા પરિશિષ્ટમાં તુલના કરતી વખતે શ્રી હર્ષ પુપામૃત જૈન ગ્રંથમાલા (લાખાબાવળ, સૌરાષ્ટ્ર)માં પ્રકાશિત થયેલા આગમસુધાસિંધુના વિવિધ વિભાગોનો સૂત્રાંકો વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org