Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Shantilal Keshavlal Pandit
Publisher: Pandit Shantilal Keshavlal

View full book text
Previous | Next

Page 218
________________ २०७ નામના અનુત્તર વિમાનથી બાર જન ઉપર ગયા પછી મનુષ્યલક પ્રમાણ ૪૫ લાખ જન લાંબી-પહેલી તેમજ વચમાં આઠ જન ઊંચી અને બંને બાજુ અનુક્રમે ઘટતી છેલે-છેડે માખીની પાંખની જાડાઈ પ્રમાણ ઉંચી છે–તે ઈષદુ–પ્રાગભારા નામની સ્ફટીક જેવી નિર્મળ આઠમી પૃથ્વી તે સિદ્ધ શિલાને વિષે ઉપરના એક જનની ઉપરના છેલા એક ગાઉના પણ ભાગમાં એટલે ૩ ધનુષ્ય પ્રમાણ ક્ષેત્રમાં પોતાના પૂર્વના ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્યની શરીરની : ભાગની ૩૩૩ ધનુષ્યની અવગહનાએ પરંતુ ઉપરથી સપાટ સ્વરૂપે અલકને અડીને પોતપોતાની અવગાહનાએ સર્વે સિદ્દો રહેલા છે એમ જાણવું કેમકે અલકને વિષે ધર્માસ્તિકાય દ્રવ્ય ન હોવાથી તેઓ અલકમાં જઈ શકતા નથી. આથી તેઓ લેકને અંતે અલોકને અડીને સિદ્ધશીલામાં સ્થિર ભાવે રહેલા છે. એ રીતે તેમનું સ્થિર ભાવે ધ્યાન કરવું. જેથી પિતાને અનંત જ્ઞાન સ્વરૂપી અમૂર્ત આત્મભાવ અમૂર્ત પરમાત્મ ભાવમાં લીન થઈ પરમાત્મા બની શકે. અન્યથા કેવળ અનેકવિધકાપનિક (બ્રાંતિસ્વરૂપ) સવિકલપકતામાં પરમાત્વ સ્વરૂપનું ધ્યાન સંભવી શકતું નથી, કેમકે નિજ શુદ્ધ (જ્ઞાનાદિ) ધ્રુવ પરિણામ ભાવની સાથે પરમાત્મ ભાવની અભેદતાએ, પરમાત્મ ભાવની સાધના શકય બને છે, આ સંબંધે કહ્યું છે કે “ભંગી ઈલીકાને ચટકા-તે-ભંગીજગ જેવે રે. અન્યથા મિથ્યા સવિકલ્પ શ્રમ જાળમાં તે શુદ્ધ સાધના જ હોઈ શકે નહિ, પ્રત્યેક આત્માઓ પિતપોતાના અસંખ્યાત પ્રદેશી અખંડ આત્મતત્વ સ્વરૂપે પ્રતિપ્રદેશે સ્વ-સ્વ જ્ઞાનાદિ અનેક ગુણમાં, ગુણ-પ્રદેશ-વિભાગથી, નિરંતર ભિન્નભિન્ન ભાવે પરિણમી હોવા છતાં, પ્રત્યેક આત્માઓ તે ભિન્ન ભિનને આત્માઓ છે. તેમ છતાં ચૈતન્ય ગુણની સમાનતાએ સર્વે આત્માઓને એક જાતિ સ્વરૂપ છે એમ પણ કહી શકાય. પરંતુ તત્વતઃ તેં પ્રત્યેક આત્માનું પિતપતાની સ્વગુણ સત્તામાં ભિન્ન ભિન્ન પરિણમન છે. જે પ્રત્યેક આત્માને આત્મપ્રત્યક્ષ ભાવે અર્થાત્ અનુભવથી અવિરૂદ્ધ છે. આમ છતાં તત્વમૂઢ આત્માએ પોતાના આત્મતત્વનો સ્વતંત્ર દ્રવ્યત્વ સ્વરૂપે સ્વીકાર કરી શકતા નથી અને તેથી કેવળ એક-કલ્પીત-પરમાત્માની પ્રાર્થના અને અન્યની ભક્તિમાં અટવાયા કરે છે. જેથી તેઓ આત્મશુદ્ધિથી વંચિત રહે છે, તે માટે આત્માથી આત્માએ પોતાના આત્મ તત્વની વસ્થાન સ્વરૂપી-સ્વરૂપમાં સૌ પ્રથમ શ્રદ્ધાન કરવું જરૂરી છે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260