Book Title: Tattvarthadhigama Sutra
Author(s): Shantilal Keshavlal Pandit
Publisher: Pandit Shantilal Keshavlal

View full book text
Previous | Next

Page 229
________________ બંધન છે. જ્યારે સર્વ પ્રકારના પરભાવ પરિણમનથી મુક્ત થાય છે ત્યારે તે આત્મા મોક્ષે જાય છે. આ સંબંધે સંસારી જીવને પ્રાપ્ત સર્વ દે (સંસારમાં અનિચ્છાએ પ્રાપ્ત થતાં જન્મ-મરણ તેમજ આધિ-વ્યાધિ અને ઉપાધિનું જે દુઃખ છે) તેનું મૂળ કારણ સંસારી જીવને પર-પુદ્દગલ દ્રવ્યના વર્ણાદિ શુભાશુભ ભાવ પ્રતિ સુખ દુઃખાત્મક અનુભવ વડે ઉત્પન્ન થયેલ રતિ-અતિ ભાવ થકી વિશેષે પ્રવર્તતા રાગ-દ્વેષને પરિણામ છે એમ જાણવું જરૂરી છે. વળી પણ આ સંબધે કહ્યું છે કે दुक्ख वज्जइ अप्पा अप्पा गाउण भावण दुक्ख । भाविय य सहाव पुरिसे, विसाएसु विरच्चइ दुक्ख ॥ અર્થ : સૌ પ્રથમ તે શ્રી કેવળી ભગવતે જણાવ્યા મુજબ સંસારી આત્માને માટે પ્રથમ તે પિતાના ષડૂસ્થાનનીય સ્વરૂપનું જ્ઞાન-શ્રદ્ધાન પ્રાપ્ત થવું દુષ્કર છે. અને આત્માને ઓળખ્યા પછી પણ આત્માના શ્રેયને (મોક્ષ પ્રાપ્તિને) સંક૯પ કર દુષ્કર છે, મોક્ષ મેળવવાના સંકલ્પ સાથે વ્યવહાર જીવન જીવનાર ઉત્તમ આત્માને માટે પણ પાંચે ઈન્દ્રિયોના વિષયોથી વિરામ પામવું કેઈક વખત દુષ્કર બને છે. આ માટે શ્રી સીમંધર પરમાત્માએ શ્રી યક્ષા સાથીજી મારફતે મેકલેલ (સુમિકારૂપ નીચેની) ગાથાના અર્થનું નિરંતર ચિંતવન કરવું જરૂરી છે. अप्पा खलु सयय रक्खिअव्वो, सव्विदिएहिं सुसमाइएहि । अरक्खिओ जाइपह उवेइ, सुरक्खिओ सव्वदुहाण मुच्चई ॥ સંસારમાં અનિચ્છાએ પ્રાપ્ત થતાં અનેક દુખની પરંપરામાંથી મુક્ત થવાની ઈચ્છાવાળા આત્માઓએ નિરંતર પિતાના આત્માનું રક્ષણ કરવું જોઈએ. તે માટે સર્વ ઈન્દ્રિયો એટલે કે પાંચે ઈન્દ્રિય અને છટકું મન તેને સમગ્ર વિષયોથી નિવર્તાવીને આત્માના સ્વરૂપમાં સમાધિ ભાવમાં (સમભાવમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે (જે આત્મા પોતે પોતાનું ઉપર જણાવ્યા મુજબ અન્વય-વ્યતિરેક બને ભાવોથી રક્ષણ નથી કરતે તે આમા સંસારમાં જન્મ-મરણ કરતે થકે ભટક્યા કરે છે. પરંતુ જે આત્મા સારી રીતે ઉપર જણાવ્યા મુજબ પોતે પિતાના આત્માનું રક્ષણ કરે છે. તે સર્વ દુખેથી મુક્ત (મેક્ષપદને પામે છે) થાય છે त्रिकाल त्रिलोक त्रिशलि त्रिसंध्य, त्रिवर्ग त्रिदेव त्रिरत्नादि भावः । यदुक्ता त्रिपद्येव विश्वानि वने, स एकः परात्मागतिमें जिनेंद्रः ॥ यदाज्ञा त्रिपद्येव मान्या ततोऽसौ, तदस्येय नो वस्तु यन्नाधितस्थौ । अतो ब्रुमहे वस्तु यत्तद्यदीय, स एकः परात्मागतिमे जिनेद्रः ॥ Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260