Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Akshaychandrasagar
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય તત્વાર્થસૂત્ર અને તેના ઉપર રચાયેલ સ્વોપજ્ઞ ભાષ્યનો ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરતાં આનંદ અનુભવીએ છીએ. વાચક પ્રવર ઉમાસ્વાતિ વિરચિત તાર્યાધિગમસૂત્ર એ જૈનધર્મનો મહત્ત્વપૂર્ણ ગ્રન્થ છે. આ ગ્રન્થમાં જૈન ધર્મના મુખ્ય મુખ્ય બધા જ સિદ્ધાન્તોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. સંસ્કૃત ભાષામાં રચાયેલ સૂત્રાત્મક આ લઘુકાય ગ્રન્થમાં જૈન સિદ્ધાન્તનો સફળ સમન્વય કરવામાં આવ્યો છે. આ ગ્રન્થ ઉપર શ્વેતામ્બર અને દિગમ્બર એમ બન્ને પરંપરામાં અનેક ટીકાઓ રચાઈ છે. ભાષ્ય શ્વેતામ્બર પરંપરા અનુસાર સ્વોપજ્ઞ મનાય છે. દિગમ્બરો ભાષ્યને સ્વીકારતા નથી. પણ ભાષા, શૈલી અને અન્ય ગ્રન્થોમાં મળતા ઉદ્ધરણોને આધારે એમ નિશ્ચિત પણે કહી શકાય કે ભાષ્ય એ તત્ત્વાર્થસૂત્ર પર રચાયેલ ટીકાઓમાં સર્વપ્રથમ છે અને સ્વપજ્ઞ છે. આવો મહત્વપૂર્ણ ગ્રન્થ તથા અનુવાદ વિદ્વજનોને ઉપયોગી થશે તેવી આશાથી સંસ્થા આ ગ્રન્થનું પ્રકાશન કરી રહેલ છે. પૂજ્ય પન્યાસ શ્રી હેમચંદ્રસાગરજીના યુવાશિષ્ય મુનિશ્રી અક્ષયચન્દ્ર સાગરજી મહારાજે આ ગ્રન્થનો અનુવાદ કર્યો છે. તેઓ ઉદ્યમી અને શાસ્ત્રનિષ્ટ છે. તેમની ભાવના હતી કે કોઈ શાસ્ત્રગ્રન્થનું અધ્યયન થાય ને સાથે સાથે અનુવાદ પણ થાય આવી ભાવનાથી આ ગ્રન્થનો અનુવાદ કર્યો છે. અનુવાદ પં. શ્રી રતિભાઈએ આઘોપાન જોયો છે અને પૂ. તત્ત્વજ્ઞ મુનિરાજ શ્રી પૂર્ણાનંદ સાગરજી મ.સા. એ પણ આવશ્યક સલાહ સૂચન આપી સંશોધિત કર્યો છે. આ ગ્રન્થ સંસ્થા દ્વારા પ્રકાશિત થાય તેવી પ્રેરણા પૂ. પૂર્ણાનન્દ સાગરજી મ.સા. દ્વારા પ્રાપ્ત થઈ અને તેઓ એ સંમતિ આપી તે બદલ સંસ્થા તેમનો આભાર માને છે. ગ્રન્થ પ્રકાશિત કરવામાં શ્રી આદિનાથ . મૂ. જૈન સંઘ, નારણપુરા, અમદાવાદ દ્વારા આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે. તે બદલ જૈન સંઘનો તેમજ સંઘના ટ્રસ્ટીમંડળનો સંસ્થા આભાર માને છે. આશા છે કે આ ગ્રન્થથી વિદ્વાનો લાભાન્વિત થશે. તા.૧૦/૮/૧૯૯૪ અમદાવાદ જિતેન્દ્ર બાબુલાલ શાહ નિર્દેશક શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશનલ રીસર્ચ સેન્ટર. Jain Education Intemational For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 306