Book Title: Tattvartha Sutrana Agam Adhar Sthano
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ શ્રી નેમિનાથાય નમઃ -: કિચીત :ઔદંયુગીન દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણની ઉપમાને ચગ્ય એવા પૂ. આગમે દ્ધારક આ. દેવ શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ. સા. અપ્રતિમ પ્રતિભા વડે ૪૫ આગમ સંશોધિત કરી મુદ્રિત બનાવ્યા. - તેઓશ્રીની આ અણમોલ ભેટ ઉપરથી વર્તમાનકાળે જેનાં જુદાં જુદાં ફિરકાઓમાં અનેક સંશોધન થઈ રહ્યા છે. પૂજ્ય દાદા ગુરુદેવશ્રી સાગરજી મહારાજની ચિરવિદાય બાદ આજે લગભગ ૪૦ વષે આવું જ એક નાનું પણ મહત્વનું સંશેધન જેને જગતને અર્પણ કરતાં આનંદ અનુભવાય તે સહજ છે. જેના વિવિધ ફિરકાઓમાં માન્ય એવું એક તત્વાર્થ સૂત્ર છે. જેના કર્તા પૂર્વધર મહર્ષિ છે. તેમણે બનાવેલા સૂત્રના દરેકના આગમ આધાર સ્થાને અહિં રજૂ કરેલા છે. યતત્ત્વને જાણીને, ઉપાદેયને આદરીને, હેયને છોડીને જીવમાંથી શીવ થવા જન્મ-મરણથી મુક્ત થવા, સિદ્ધિ સુખને પ્રાપ્ત કરવામાં આ પ્રકાશન ઉપયોગી બને તે ભાવના. મુનિ સુધમસાગર – સંશોધન કાર્ય સમયે કંઈક આરંભની વાતો – તત્ત્વાર્થસૂત્ર પ્રધટીકાને પ્રથમ અધ્યાય પૂર્ણ થયે ત્યારે દ્વિતીય અધ્યાયના મુદ્રણ માટેની ગડમથલ ચાલતી હતી. પૂ. ગુરુમહારાજ શ્રી સુધમસાગરજીએ પૂછયું કે “તારા પુસ્તકમાં આગમના પાઠ શેલત હતું તે શું છે ?” મેં કહ્યું “આપણે તવાર્થસૂત્ર પ્રબોધ ટીકા પુસ્તકમાં દશ અંગ નક્કી કર્યા છે. તેમાં આઠમું અંગ સંદભ છે. આ સંદર્ભમાં જે ત્રણ પ્રકારના સંદર્ભ સ્થાને દર્શાવ્યા છે. તેમાંનું એક સંદર્ભ સ્થાન આગમ વિષયક છે.”....આવી આવી વાતેના અંતે નિર્ણય થયે કે સૌ પ્રથમ કાર્ય તો તત્ત્વાર્થ સૂત્ર દશે અધ્યાયના બધાં સૂત્રોના સંગત આગમપાઠે શોધવાનું કરવું. જેથી ૪૫ આગમ પુસ્તકે બે વર્ષ સુધી સાથે ફેરવવા નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 118