Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય નિવેદન આજથી ઘણા વર્ષો પહેલાં જૈન ધર્મના તત્વજ્ઞાનનો અપૂર્વ ખજાનારૂપ શ્રી“તત્ત્વન્યાયવિભાકર” ગ્રંથરત્નનો પહેલો ભાગ ૪૦ વર્ષ પહેલા સંઘ સમક્ષ પ્રથમ આવૃત્તિ રજુ કરતાં પરમ પ્રમોદ પ્રાપ્ત થયેલ. આજે તેનો બીજો ભાગ દ્વિતીય આવૃત્તિ સંપૂર્ણ ગ્રંથ પ્રકાશિત કરતાં અમારું મન અત્યંત પ્રસન્નતા અનુભવે છે. આવા તત્ત્વજ્ઞાનના આકર ગ્રંથ સૂત્ર સાથે ટીકાના રચયિતા અનેક સંસ્કૃત-ગુર્જર સાહિત્યના રચયિતા પૂજયપાદ કવિકુલકિરીટ, આચાર્ય ભગવાન શ્રીમદ્વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ અને ગૂર્જરભાષામાં અનુવાદ કરનાર પૂજ્યપાદ ગચ્છાધિપતિ, આચાર્ય દેવ શ્રીમદ્વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પૂજયપાદ પ્રકાંડ વિદ્વાન આચાર્યદેવ શ્રીમદ્વિજયભંદ્રકરસૂરીશ્વરજી મહારાજ. જેઓશ્રીએ અત્યંત પરિશ્રમ લઈને સંસ્કૃતના મહાન ગ્રંથરત્નનો ગુર્જરભાષામાં અનુવાદ કરીને અલ્પજ્ઞો ઉપર મહાન ઉપકાર કરેલ છે. તેઓ શ્રીમના પરમવિનય શિષ્ય-પ્રશિષ્યો, તપસ્વી પૂ. પંન્યાસપ્રવર શ્રી પુણ્યવિજયજી ગણિવર (હાલ આચાર્ય) તથા પૂ. સ્વ. વિદ્વાન મુનિવર્ય શ્રી વીરસેનવિજયજી મહારાજે આ વિશાલ ગ્રંથને પ્રકાશિત કરવામાં સારો યોગદાન આપેલ છે. આ જ ગ્રન્થની દ્વિતીયાવૃત્તિ ૩૫ વર્ષ બાદ પૂ. ગણિવર વિક્રમસેનવિજય તથા સાધ્વી અનંત-સુવર્ણપદ્માશ્રી અને સાધ્વી સરસ્વતીશ્રીજીની શિષ્યાઓના અથાગ પરિશ્રમથી ગ્રન્થનું પુનઃ સંપાદન થયેલ છે. આથી તેઓ સર્વના ચરણે કોટિ કોટિ વંદના. મહામૂલા ગ્રંથરત્નને પ્રકાશિત કરવા માટે આર્થિક સહયોગ આપનાર અનેક જૈન સંઘો અને શ્રુતપ્રિય મહાનુભાવોનો આભાર માનવા સાથે સદેવ શ્રુતભક્તિકાર્યમાં પોતાની લક્ષ્મીનો સદ્ભય કરી કેવલજ્ઞાનને શિદ્ધ પ્રાપ્ત કરે, એ જ શાસનદેવ પ્રત્યે અભ્યર્થના. અંતમાં અભ્યાસુવર્ગ પહેલાં શુદ્ધિપત્રક જોઈને-સુધારીને પછી જ સ્વાધ્યાય-અભ્યાસ કરે, એ વિનંતિ કરવા સાથે જિનાજ્ઞાવિરૂદ્ધ કંઈ લખાણ લખાયું હોય યા છપાયું હોય, તો મિચ્છામિ દુક્કડં. -પ્રકાશક

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 776