Book Title: Swarup Avalokan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 9
________________ યુવાન વૃદ્ધ આદિ થી તે ઘવ્ય સ્વતંત્ર અનેક નિમિત્તો સહકારી છે. પણ વ્યક્તિ વિશેષ પદાર્થો બનાવતી નથી. તે રીતે મનુષ્ય જન્મ્યો, બાળ યુવાન વૃદ્ધ આદિ અવસ્થાઓ પામ્યો, આત્મારૂપે ટકયો ધ્રૌવ્ય, અવસ્થાઓમાં ઉત્પાદ અને વ્યય થયા તે સ્વતંત્ર પરિણમન છે. કોઈ યુવાન કે વૃદ્ધાવસ્થા બનાવતું નથી - યદ્યપિ દરેક દર્શનના દષ્ટાઓ મેઘાવી હતી. છતાં તેમણે જેટલી અને જેવા દૃષ્ટિકોણથી સૃષ્ટિના રહસ્યો જોયાં તે પ્રગટ કર્યા. જૈનદર્શનના સર્વજ્ઞ પરમાત્માએ વિશ્વને-લોકાલોકને પૂર્ણ જ્ઞાન વડે જેવું જોયું તેવું જણાવ્યું. તેને આ લેખનમાં મર્યાદિતપણે કર્મના સિદ્ધાંતથી આપણે સમજવા પ્રયત્ન કરવાનો છે. જો કોઈ ઈશ્વર સૃષ્ટિનું સર્જન કરે તો ઈશ્વરને કોણ બનાવે? વળી સંસાર એટલે સુખ-દુઃખની અવસ્થાઓ છે. ઈશ્વર એટલે શુદ્ધ તત્વ, વળી પરમ કરૂણામય છે. તે સંસારમાં દુઃખનું સર્જન શા માટે કરે? જે જીવ જેવા કર્મ બાંધે તેવા ઉદયમાં આવે તે ભોગવે છે. અને વળી કર્મથી મુક્ત થઈ સ્વંતત્રપણે સિદ્ધપણું પામે છે. જે પુનઃ જન્મ ધારણ કરતાં નથી. આવા રહસ્યોને વિશેષપણે આગળ લેખનમાં વિચારીશું. તત્ત્વોનું-પદાર્થોનું સ્વતંત્ર પરિણમન અને તેની સૂક્ષમ અવસ્થાઓ તથા આત્માના શુદ્ધ સ્વરૂપનું, નિર્વાણપદ સુધીનો ક્રમ જૈનદર્શનમાં છે તેવી સૂક્ષ્મતા અન્ય દર્શનમાં જાણ મળશે નહિ. જૈન હોવાથી આ હકીકત સત્ય માનવાની છે તેવું નથી. પરંતુ વસ્તુનું સ્વરૂપ સૂમ અને શુદ્ધપણે જણાવ્યું છે તે જાણવું દુર્લભ છે. તેની વિચારણા આ લેખનમાં કંઈક મળી રહેશે. તેમાંથી બોધ ગ્રહણ કરી જીવે સ્વરૂપ પ્રાપ્તિ માટે સત્પુરૂષાર્થ કરવાનો છે. જીવ માનવદેહ મળે સત્કાર્ય કરી શકે છે, તે પણ મહાભાગ્યે જ બને છે. જયારે કેવળ અધ્યાત્મ માર્ગ છે, તેમાં સત્કાર્ય ગૌણ છે, ભૂમિકા પ્રમાણે વિચાર કરવો. પરંતુ આખરી માર્ગ તો શુદ્ધધર્મ છે. જે કર્મગ્રંથના આધારે કંઈક જાણવા મળશે. કર્મ સિદ્ધાંતની સામાન્ય રૂપરેખા : અનાદિકાળથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આધારિત જગતના પદાર્થોનું પરિણમન થયા કરે છે. જડ અને ચેતનનો સંયોગ વિયોગ એ કર્મની વિચિત્રતા સ્વરૂપ અવલોકન www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 274