Book Title: Swarup Avalokan
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra
View full book text
________________
અભ્યાસ પૂર્વેની વિચારણા
સૃષ્ટિના પેટાળમાં અનેક પદાર્થો સમાયેલા છે. તે સર્વે સ્વયં પરિણામી છે. અર્થાત સૃષ્ટિની રચના કે સંચાલકબળ સ્વયંભૂ છે. આ સૃષ્ટિનો ક્રમ કોઈ વ્યક્તિવિશેષ બનાવતી નથી કે બગાડતી નથી. સામાન્ય માનવીની બુદ્ધિમાં આ હકીકત સમજાય તેવી નથી. સૂક્ષ્મ જ્ઞાન ધરાવતા જ્ઞાનીજનો સૃષ્ટિનું સ્વયંભૂ પરિણમન જાણી શકે છે.
જેમ કોઈ કેરી કે ગોટલી-બીજ બનાવી શકતું નથી પણ બીમાં એવી પરિણમન શક્તિ છે કે તેને સહાયક નિમિત્તો મળે તે વૃક્ષરૂપે પરિણમે છે ત્યારે તેના પર ફળ બેસે છે. બીજ કે કેરી કોઈ બનાવી શકતું નથી. તો કેરી બની કેવી રીતે ? તે ગોટલીનું પરિવર્તન છે. ગોટલી બની કેવી રીતે કેરીમાં તે ધારણ થઈ છે. એમ સૃષ્ટિની રચના પહેલી કે પછી એમ નથી પણ અનાદિથી છે.
માણસ કેવી રીતે પેદા થયો સ્ત્રી-પુરૂષના શોણિત અને વીર્યના સંયોગથી પિંડ બંધાયો તેમાં જે જીવનું પ્રારબ્ધ હતું તે તે પિંડમાં ધારણ થયો. આમ ફળાદિ કે મનુષ્યાદિને કોઈ બનાવતું હોય તો તે બનાવનારને કોણે બનાવ્યો ? આ પ્રશ્નનો ઉકેલ સંભવ નથી.
કારણકે વિશ્વની આ તમામ રચના સ્વયંભૂ છે. દરેક પદાર્થનું પરિણમન જૈનદર્શનના સર્વજ્ઞ પરમાત્માએ પોતાના પૂર્ણજ્ઞાનમાં જેવું જોયું તેવું જણાવ્યું છે બનાવ્યું નથી. વળી, તે પરિણમનનું રહસ્ય પરમાત્માએ ત્રિપદીથી પ્રગટ કર્યું કે દરેક પદાર્થ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યના સિદ્ધાંતને આધીન છે. દરેક પદાર્થ મૂળરૂપે રહે છે તેની અવસ્થામાં ઉત્પાદ વ્યય થાય છે, બદલાય છે.
જેમકે ગાયે ઘાસ ખાધું, તેમાંથી દૂધરૂપે પરિણમન થયું. દૂધ દહીં રૂપે, દહીંમાંથી ઘી બન્યું, ઘીના લાડુ બન્યા, લાડુ મનુષ્યનો આહાર થયો, તે આહાર વિષ્ટારૂપે પરિણમ્યો. તે વિષ્ટા ખાતરરૂપે પરિણમી અને બીજનો સંયોગ થતા વળી ઘાસાદિ ઉત્પન્ન થયા આમાં કોણે શું બનાવ્યું ? પદાર્થ પદાર્થરૂપે રહ્યો તે ધ્રૌવ્ય, પરિણમન તે ઉત્પાદ અને વ્યય. દૂધનો વ્યય, દહીંનો ઉત્પાદ આમ પદાર્થ ટકીને બદલાય છે તે સ્વતંત્ર પરિણમન છે તેમાં
સ્વરૂપ અવલોકન
Jain Education International
For Private & Personal Use Only
૭
www.jainelibrary.org

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 274