________________
પ્રસ્તાવના સર્વજ્ઞ-જિનેશ્વરદેવ પ્રરૂપિત જેનાગમ સૂત્ર સાગરમાં બીજું અંગસુત્ર શ્રી સત્ર કૃતાંગ (સૂયગડાંગ) સૂત્રનું ઘણું ઉચ્ચ સ્થાન છે. દર્શનશાસ્ત્રના વિકાસમાં તેને મહત્ત્વપૂર્ણ ફાળો છે. તેમાં વસ્તુતત્ત્વનું નિરૂપણ ઘણી સુંદર રીતે કરવામાં આવ્યું છે. મુમુક્ષજીવ માટે આ આગમ પરમ ઉપયોગી છે.
આ આગમમાં બે શ્રુતસ્કન્ધ છે. પહેલામાં ૧૬ અને બીજા શ્રુતસ્કન્ધમાં ૭ અધ્યયને છે. તેમાં મુખ્યત્વે ભગવાન મહાવીરના સમયમાં પ્રચલિત ૩૬૩ મતવાદીઓની ચર્ચા, અજ્ઞાનથી બંધાયેલા કર્મોને નાશ કરવાને ઉપાય, ભિક્ષુજીવનમાં પડતા પરિસહ, સાધુએ કઈ કઈ બાબતોથી અલગ રહેવું, સમાધિનું વર્ણન સાધુ માટે શું કર્તવ્ય-શું અકર્તવ્ય, મોક્ષમાર્ગ, જ્ઞાનની પ્રાપ્તિ કેમ થાય અને સાચા સાધુ કેવા હોય વિ. બાબતોનું સચોટ નિરૂપણ હેઈ સાધક આત્માને આનું પઠન, પાઠન અને મનન ઘણું માર્ગદર્શક અને ક્ષમાર્ગમાં આલંબન થઈ શકે તેવું છે.
એવા આ જ્ઞાનના મહાસાગર સૂત્રના મૂળપાઠ–શબ્દાર્થ અને ભાવાર્થ સાથે તૈયાર કરવાની અને સમાજને ઉપયોગી થવાની મારા જેવા સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણના બિન અભ્યાસી–અલ્પજ્ઞને ઈચ્છા અને ભાવના થઈ અને તે કાર્યરૂપમાં પરિણમી, તેમાં હું કોઈ અદશ્ય શક્તિના અનંત સામર્થની પ્રેરણું જ કામ કરી રહી હોય એમ માનું છું. નિહાળું છું.
આ પૂર્વે મારા હાથે આચારાંગસૂત્ર ગુજરાતી ભાષાંતરમાં તૈયાર થયેલ જેના અગાઉથી જ ત્રણ હજાર ગ્રાહકે થયા, તે જ સમાજની જ્ઞાન જિજ્ઞાસા અને આગમશ્રદ્ધાની સાક્ષી આપે છે. તે સૂત્ર રાજકોટના શ્રી દુર્લભજીભાઈ વીરાણીને બતાવતાં તેઓએ હર્ષ પૂર્વક અને બીજા સૂત્રોનું ભાષાંતર કરવા ઉત્સાહિત કર્યો અને કહ્યું જે સમાજને ઉપયોગી થાય તે રીતે સંક્ષેપમાં જે બત્રીસ સૂત્રોનું ભાષાંતર કરી આપશો તો હું તે છપાવવાની ઈચ્છા રાખું છું. આથી ભારે ઉત્સાહ દિગુણીત થયો અને આ સાહસ કરેલ છે.
સમાજને ઉપયોગી થવા આ મારો પ્રયાસ એકાંત નિર્જરા હેતુને છે.
ચતુર્વિધ સંધ આ આગમન વાંચનથી અનંતકાળે પ્રાપ્ત થયેલ દુર્લભ મનુષ્યપણું સાર્થક કરી અને તેનાથીયે દુર્લભ એવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિપૂર્વક સંયમ ચારિત્રની આરાધના કરી અનંત સુખ અને શાંતિને વરે એવી પ્રભુ પ્રાર્થના.
થાનગઢ.
સંઘ સેવક ઠાકરસી કરસનજી શાહ