Book Title: Sutra Samvedana Part 02
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 11
________________ 10 . ગુરુકૃપા સિદ્ધ થતાં એના પરિપાકરૂપે તેઓશ્રી એક ઉત્તમ સેનાની બન્યા હતા અને જીવનભર અમારા સૌનું ખૂબ કુશળતાથી યોગક્ષેમ કરી, પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. તેમની સ્મૃતિ સાથે જ “પંચ વસ્તુક' નામના ગ્રંથની એક પંક્તિ યાદ આવી જાય છે - 'सिस्सस्स हुंति सिस्सा ।' “શિષ્યને જ શિષ્યો થાય છે.” જે ગુરુને સાચા ભાવે સમર્પિત બને, તે જ સાચો શિષ્ય બની શકે. આવા શિષ્યને એ ગુરુકૃપા જ ગુરુ બનાવે છે. એને શિષ્યોની સંપદા આપોઆપ આવી મળે છે.” મહારાજજીએ આદર્શ શિષ્ય બનવાનો જ પ્રયાસ કર્યો હતો. પરિણામે તેઓશ્રી આદર્શ ગુરુદેવ બની રહ્યા. પુસ્તકીયું જ્ઞાન આપવું સહેલું છે પણ રાગના આવેગોથી ઘેરાયેલા શિષ્યોના મનને સમજી તેને સંયમિત બનાવી સુયોગ્ય ઘડતર કરવાનું કાર્ય ખૂબ કપરું છે. મહારાજા આ કપરી જવાબદારીને સહજતાથી વહન કરતા. મૈત્રી આદિ તાત્ત્વિક ભાવનાઓથી તેઓશ્રીએ પોતાના મનને એવું ભાવિત કર્યું હતું કે, આશ્રિત અને શરણાગત સંયમીના ગંભીર ગણાતા દોષપર્યાયને મહત્ત્વ ન આપતાં ગુણયુક્ત પર્યાયને બિરદાવી તેઓશ્રી એને આશ્વસ્ત પણ કરી શકતા અને તેના દોષોને દૂર કરવા સતત ઉદ્યમશીલ પણ રહી શકતા. અરે ! ઘણીવાર તો તેમના દર્શનમાત્રથી પણ હળુકર્મીના દોષો વિલીન થઈ જતાં. ખરેખર, સદ્ હદયનું સહજ દર્શન નવ સૂચવે નવ શીખવે તો યે તેજ એનું કદી ન નિષ્ફળ જાય.. કચ્છ વાગડદેશોદ્ધારક સચ્ચારિત્રચૂડામણિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કનકસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા, દીક્ષાયુગપ્રવર્તક પપૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રવચનો અને પ.પૂ. ચરણશ્રીજી મ.સા.નું ઘડતર પામી તેઓશ્રીએ દઢ વૈરાગ્યથી ૧૭ વર્ષની કુમળી વયે સંયમજીવનની શરૂઆત કરી હતી. ત્યારથી પોતે જ્ઞાનનો

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 338