Book Title: Sutra Samvedana Part 02
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 9
________________ કરાયેલી વીતરાગ અવસ્થા સુધી પહોંચાડે છે. ભાવપૂર્વકની ક્રિયા માટે તદર્થઆલોચન. સૂત્ર બોલતી વખતે ભાવ ઉપસ્થિત ન થાય તો દ્રવ્યક્રિયાથી આત્માને વિશેષ લાભ ન થાય. પણ અર્થનું ચિંતન તે તે ક્રિયાઓ પ્રત્યે આદર-અહોભાવ-બહુમાનભાવ પ્રગટાવી કર્મોની વિપુલ નિર્જરા દ્વારા આત્માને શાશ્વત સુખની અનુભૂતિ કરાવે છે. જરૂરી જેને સમ્યજ્ઞાનના પ્રકાશ દ્વારા આત્મિક ખજાનાને ખોળવો છે, એને જ જ્ઞાનની ઉપકારકતા, અનિવાર્યતા, આવશ્યકતા સમજાશે. જો પ્રકાશને પામવો. છે, આત્મખજાનાને જાણવો છે, માણવો છે, અનુભવવો છે તો આ પુસ્તિકાને વાંચો... વિચારો... ચિંતનની ચિનગારી ચમકાવો. જરૂર અંતરમાં અજવાળા પથરાશે. એના સહારે મોક્ષમાર્ગ મળી જશે. વાચક વર્ગ આ સૂત્રાર્થોના ચિંતવનથી વિશેષ બોધ પ્રાપ્ત કરે, આત્મામાં વિશિષ્ટ સંસ્કારોનું આધાન કરે અને તે દ્વારા આત્મ પરિણતિને નિર્મળ બનાવે. સા. શ્રીપ્રશમિતાશ્રીજીએ આ પુસ્તક દ્વારા સૂત્રના માત્ર અર્થ જ નહીં, પણ સૂત્રાર્થના માધ્યમે જૈનશાસનના અદ્ભુત રહસ્યોને યોગ્ય જીવો સુધી પહોંચાડવાનો સુપ્રશસ્ત પ્રયાસ કર્યો છે. સાધક વર્ગની ક્રિયાને ચેતનવંતી બનાવવાનો અને એ દ્વારા એમને અપૂર્વ નિજાનંદની મસ્તીમાં મહાલતા કરવાનો જે સુર્યોગ્ય પુરુષાર્થ કર્યો છે, તે ખરેખર અનુમોદનીય છે. તત્ત્વજિજ્ઞાસુ વર્ગ અર્થનું મનોમંથન કરી દોષભંજન અને આત્મરંજન કરે એજ શુભાભિલાષા. ખરેખર જ્ઞાન એ દીવાદાંડી છે ભવસાગરમાં અથડાતી નૈયાને કિનારે પહોંચાડે છે ખરેખર જ્ઞાન એ દીપક છે જે અંધકારને દૂર કરી પ્રકાશ પાથરે છે ખરેખર જ્ઞાન એ અરીસો છે જેમાં આત્મસ્વરૂપનું દર્શન થાય છે આ સૂત્રાર્થના માધ્યમથી અધ્યાત્મરસિક જીવો પ્રેરણા પિયૂષને પ્રાપ્ત કરી અને તેના પરમાર્થને પામી પરમપદના ભોક્તા બને ! એજ શુભાશિષ... એજ મંગલ મનોકામના... વિશ્વનંદીકર જૈન સંઘનો ઉપાશ્રય ભગવાનનગરનો ટેકરો, પાલડી, અમદાવાદ-૭. વિ.સં. ૨૦૫૯, આ. સુ. ૧૫ લિ. સા. ચન્દ્રાનનાશ્રીજી

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 338