Book Title: Sutra Samvedana Part 02
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 8
________________ સૂત્ર ગૂઢાં, અનંત અર્થ ભર્યા, જાણીને કરીએ પ્રયત્ન * ખરેખર જ્ઞાનની આરાધના એટલે ખોવાયેલ આત્મલક્ષ્મીને ખોળવાનો કામણગારો કીમિયો... જ્ઞાન એટલે જીવનની ઝળહળતી જ્યોતિ ! ગમે તેટલો ખજાનો ભર્યો હોય, પણ અંધારુ હોય તો શું કામનું ? એ ખજાનાને આપણે ન જાણી શકીએ અને ન માણી શકીએ. જ્ઞાન એ આપણી મૂડી છે. પણ હાલમાં આપણી મૂડી જપ્ત થઈ ગઈ છે. એ મૂડીને પાછી મેળવવી છે, એની ઉઘરાણી કરવી છે, તો લાગી જાવજ્ઞાનોપાસનામાં, ઉઘરાણી કરવી એટલે જ્ઞાન ભણવું.. જ્ઞાન ભણવામાં આપણી જેટલી ઉપેક્ષા તેટલો આપણા હાથે આપણો નાશ નોતરીએ છીએ. જ્ઞાન વિના આત્માનું ભાન નહીં, ભાન વિના સિદ્ધિનું સ્થાન નહીં માટે જ.. સ્વાધ્યાય એ સંજીવની છે, જે કામ-ક્રોધાદિ શત્રુઓની સાથે સંગ્રામમાં હત-મહત બનેલા આત્માને ફરી સજીવન બનાવે છે તો બીજી બાજુ સ્વાધ્યાય એ દિવ્ય ઔષધિ છે, જે કર્મવ્યાધિથી ગ્રસ્ત થયેલા આત્માને ભાવઆરોગ્યનું પ્રદાન કરે છે. સ્વાધ્યાયથી આત્મા વિભાવદશાનો ત્યાગ કરી, સ્વસ્વભાવમાં સ્થિર થાય છે. બહિરાત્મદશા દૂર થાય છે અને અંતર્મુખતા પ્રાપ્ત થાય છે અને અંતર્મુખ બનેલા આત્માને જ આત્માના જ્ઞાનાદિ ગુણોનો અપૂર્વ ખજાનો નિહાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. : આજનો માનવી એ.સી. અને વી.સી.આર. માં મહાલવા મથે છે, પણ સ્વ સ્વરૂપમાં રમણતા કરવા નથી ઈચ્છતો. ગાડીને ગાર્ડનમાં ઘૂમવા ઈચ્છે છે, પણ આત્મગુણોના ખજાનાને, આત્માની અજાયબીને જોવાનું સપનું પણ તેને નથી આવતું. દેશ-વિદેશની કલ્ચરને જાણવા ઈચ્છે છે, પણ આધ્યાત્મિક દુનિયામાં સફર કરવાનો વિચાર સરખો નથી આવતો. સ્વ-સ્વરૂપની રમણતા આત્મગુણોના ખજાનાને અને અધ્યાત્મની મહત્તાને સમજાવે છે. આત્માની અનુભૂતિ કરાવે છે. સૂત્રો અને તેનાં રહસ્યો.. આજે મોટા ભાગે ક્રિયાઓ ઘણી કરવા છતાં અર્થ-જ્ઞાનના અભાવે ક્રિયા દ્વારા જે સંવેગ અને નિર્વેદની છોળો ઉછળવી જોઈએ, તેનાથી પ્રાયઃ કરીને આપણે વંચિત રહીએ છીએ. આપણા એક એક અનુષ્ઠાનમાં તાકાત છે કે જો ભાવપૂર્વક સૂત્રના અર્થને, એના ઔદંપર્યાયને જાણી, ઊંડી અનુપ્રેક્ષાપૂર્વકના ચિંતનથી એ અનુષ્ઠાન કરવામાં આવે તો ઘાતકર્મનો ભૂક્કો બોલાવી કૈવલ્યની ભેટ ધરે છે. જિનવચન એ - શેરડીનો ટુકડો છે, એને અનુપ્રેક્ષા ચિંતનરૂપી દાંતથી ચાવીએ તો જ તેમાંથી આત્મસંવેદનરૂપ મીઠાશનો અનુભવ થાય. ભાવપૂર્વકના અનુષ્ઠાનની તાકાત છે કે, જે આત્માને બહિરાત્મદશામાંથી અંતરાત્મદશામાં લાવી તત્ત્વસંવેદન કરતાં કરતાં છેક

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 338