Book Title: Sutra Samvedana Part 02
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 10
________________ wwwwww ઉરમાં ઊઠતી ઉપકારોની સ્મૃતિ સભર ઉર્મીઓઆજે જ્યાં જુઓ ત્યાં અશાંતિ અને બેચેની નજરે ચઢે છે. સુખ અને શાંતિ તો જાણે દુર્લભ બની ગઈ છે... ત્યારે એક ચહેરો-એક જીવન સતત યાદ આવ્યા કરે છે. અંતરંગ સ્વસ્થતા અને સમાધિના પ્રભાવે એ ચહેરા ઉપર સદા પ્રસન્નતાનો પમરાટ પથરાયેલો રહેતો. તેઓશ્રી કદાચ કાંઈ ના બોલે, કાંઈ ના સૂચવે તોપણ એમનો ચહેરો જોતાં જ અનેકને આત્મિક શાંતિની અનુભૂતિ થતી. એ ચહેરાને જોતાં જ વિચારકને થતું કે, ચોક્કસ ! આ સાધકે આત્મિક શાંતિપૂર્વક જીવન જીવવાની કળાને આત્મસાતું કરી છે, વિધ્વજયની સાધના દ્વારા સિદ્ધિને હાંસલ કરી છે. એ ચહેરો હતો મારા પરમોપકારી ગુરુદેવ ગુરુવ પરમવિદૂષી પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી ચન્દ્રાનનાશ્રીજી મહારાજનો - ‘સૂત્ર સંવેદના' રૂપી શ્રુતગંગાની ગંગોત્રીનો... અમે સૌ તેમની નિશ્રાને પામી સંયમના પંથે ચાલી રહેલા તેમના ૨૦૦થી અધિક શિષ્યા-પ્રશિષ્યાઓ, તેમને માનથી “મહારાજજી' કહેતા. સંયમ પંથે ચાલવા ડગમગી રહેલા અમારા હૃદયસામ્રાજ્યના તેઓશ્રી સ્વામિની હતા. એક સમર્પિત સૈનિકરૂપે તેમણે સંયમજીવન જીવવાની શરૂઆત કરી હતી.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 338