Book Title: Stuti Chaityavandan Stavano
Author(s): Dharanrehashreeji
Publisher: Chapi M P Jain Sangh

View full book text
Previous | Next

Page 14
________________ જીવન ઝરમર શ્રી જ્ઞાનવિમલસૂરિ મ.સા.ની શોર્ટમાં જીવન ઝરમર... આ આ સૂરિનો જન્મ સં. ૧૯૯૪માં ભિનમાલ શહેરમાં થયો હતો. તેમનું નામ નાથુમલ્લ હતું. તેમના પિતા વાસવ શેઠ અને માતાનું નામ કનકાવતી હતું. તેમની વિશા ઓશવાળ જ્ઞાતિ હતી. તેમણે સં. ૧૭૦રમાં આઠ વર્ષની ઉંમરે ધીરવિમલગણી પાસે દીક્ષા લીધી. તેમનું નયવિમલ નામ પાડયું. તેમણે અમૃતવિમલગણી તથા મેરુવિમલગણી પાસે અભ્યાસ કર્યો. તેમને સં. ૧૭૨૭ના મહા વદી ૧૦ મે તપાગચ્છાધિપતિ આચાર્ય વિજયપ્રભસૂરિએ સાદડી પાસે ઘાણેરાવ ગામમાં પંન્યાસ પદ આપ્યું. તેમના ગુરુ ધીરવિમલગણી સં. ૧૭૩૯માં સ્વર્ગવાસી થયા. આચાર્ય વિજયપ્રભસૂરિની આજ્ઞાથી મહિમાસાગરસૂરિએ પાટણ પાસે આવેલા સંડેસર (સંડેર)માં સં. ૧૭૪૪ના ફાગણ સુદી પાંચમને ગુરૂવારે આચાર્ય પદવી આપી તેમનું જ્ઞાનવિમલસૂરિ નામ રાખ્યું. તે વખતે શેઠનાગજી પારેખે આચાર્યપદનો મહોત્સવ કર્યોહતો. તેમનો વિહાર ઘણા ભાગે સુરત, અમદાવાદ, પાટણ, સાદડી, રાધનપુર, ખંભાત, ઘાણેરાવ, સિરોહી,પાલિતાણા, જૂનાગઢ વગેરે સ્થળોમાં થયો છે. તેમના ઉપદેશથી સુરતના શેઠ પ્રેમજી પારેખે સં. ૧૭૭૭ માં શ્રી સિદ્ધાચલનો સંઘ કાઢ્યો હતો. તે સંઘનું વર્ણન કવિ દીપસાગરગણીના શિષ્ય સુખસાગર કવિએ પોતાના પ્રેમવિલાસ નામના રાસમાં કર્યું છે. પાલિતાણામાં તેમના હાથે જિન પ્રતિમાની સત્તરવાર પ્રતિષ્ઠા થઈ છે. તેમણે છેલ્લું ચોમાસું ખંભાતમાં સં. (૧) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118