Book Title: Stuti Chaityavandan Stavano
Author(s): Dharanrehashreeji
Publisher: Chapi M P Jain Sangh

View full book text
Previous | Next

Page 18
________________ ચોવીશ જિન તિ, ૯. શ્રી સુવિધિનાથ ભગવાનની સ્તુતિ સેવા માટે સુરનગરથી દેવનો સંઘ આવે, ભક્તિ ભાવે સુરગિરિ પરે સ્નાત્ર પૂજા રચાવે, નાટ્યરંગે નમન કરીને પૂર્ણ આનંદ પાવે, સેવા સારી સુવિધિ જિનની કોણને ચિત્ત નાવે ? ૧૦. શ્રી શીતલનાથ ભગવાનની સ્તુતિ આધિ વ્યાધિ પ્રમુખ બહુયે તાપથી તપ્ત પ્રાણી, શીળી છાયા શીતલજિનની જાણીને હર્ષ આણી, નિત્યે સેવે મન વચનને કાયથી પૂર્ણ ભાવે, કાપી ખંતે દુરિત ગણને પૂર્ણ આનંદ પાવે. ૧૧. શ્રી શ્રેયાંસનાથ ભગવાનની સ્તુતિ જે હેતુવિણ વિશ્વના દુઃખહરે ન્હાયા વિના નિર્મળા, જીતે આંતર શત્રુને સ્વબળથી, દ્વેષાદિથી વેગળા, વાણી જે મધુરી વદે ભવતરી, ગંભીર અર્થે ભરી, તે શ્રેયાંસ જિણંદના ચરણની, ચાહું સદા ચાકરી. ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામીની સ્તુતિ જે ભેદાયન ચક્રથી ન અસિથી, કે ઈન્દ્રના વજથી, એવા ગાઢ કુકર્મ હે જિનપતે, છેદાય છે આપથી, જે શાન્તિ નવ થાય ચંદન થકી, તે શાન્તિ આપો મને, વાસુપૂજ્ય જિનેશ હું પ્રણયથી, નિત્ય નમું આપને. ( ૫ ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118