________________
ન ચોવીશ જિન સ્વતિ |
૧૦. શ્રી કુંથુનાથ ભગવાનની સ્તુતિ જેની મૂર્તિ અમૃત ઝરતી, ધર્મનો બોધ આપે, જાણે મીઠું વચન વદતી શોક સંતાપ કાપે, જેની સેવા પ્રણયભરથી સર્વ દેવો કરે છે, તે શ્રી કુંથુંજિન ચરણમાં ચિત્ત મારું ઠરે છે.
૧૮. શ્રી અરનાથ ભગવાનની સ્તુતિ જે દુઃખોના વિષમ ગિરિઓ, વજની જેમ ભેદ, ભવ્યાત્માની નિબિડ જડતા, સૂર્યની જેમ છે, જેની પાસે તૃણ સમ ગણે સ્વર્ગને ઈંદ્ર જેવા, એવી સારી અરજિન મને આપજો આપ સેવા,
૧૯. શ્રી મલ્લિનાથ ભગવાનની સ્તુતિ તાર્યા મિત્રો અતિ રૂપવતી સ્વર્ણની પૂતળીથી એવી વસ્તુ પ્રભુ તુજ નથી બોધ ના થાય જેથી, સચ્ચારિત્રે જન મન હરી બાળથી બ્રહ્મચારી, નિત્ય મલ્લિ-જિનપતિ મને આપજો સેવ સારી.
૨૦. શ્રી મુનિસુવ્રતસ્વામીની સ્તુતિ અજ્ઞાનાંધકૃતિ વિનાશ કરવા, જે સૂર્ય જેવા કહ્યાં, જેણે અષ્ટ પ્રકારનાં કઠિણ છે, કર્મો બધાં તે દહ્યાં, જેની આત્મ સ્વભાવમાં રમણતા, જે મુક્તિદાતા સદા, એવા તે મુનિસુવ્રતેશ નમીએ, જેથી ટળે આપદા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org