Book Title: Sthaviravali ane Teni Aaspas
Author(s): Gunsundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 10
________________ vi વિરાવલી સંગ્રાહક અને સંપાદક મુનિરાજશ્રી જિનવિજયજી મ. વિ.સં.૧૯૭૩ની ઝેરોક્ષ નકલ ૪. પૂ. વિક્રર્ય પૂ. આચાર્યદેવશ્રી વિજય જયસુંદરસૂરિજી મ. અને એમના શિષ્યો તરફથી પ્રાપ્ત થયેલ THE JAIN STUPA AND OTHER ANTIQUITIES OF MATHURA BY VINCENT SMITH, ICS (FEBRUARY 1900) નામનું પુસ્તક તથા બીજા લેખો આદિ આદિનો સાભાર આધાર લીધલો છે... શબ્દોમાં કંડારાયેલી ઐતિહાસિક ઘટનાઓની સાથે પ્રાચીન તે કાળના શિલાલેખો આદિનો સુમેળ જામે છે ત્યારે એ ઘટના જણાવતા સાહિત્યકારો પર ઓવારી જવાય છે... સ્થવિરાવલીમાં જણાવેલ ગણ-કુલ-શાખા સાધ્વી દીક્ષા વગેરેની મજબૂતી જ્યારે પુરાણા શિલાલેખો કરે ત્યારે ખરેખર મન મયૂર નાચી ઉઠજ... મથુરાના કંકાલી ટીલા આદિમાંથી નીકળેલ પ્રાચીન જૈન શિલાલેખો જૈન મૂતિઓ-આયાગપટો વગેરેએ ઐતિહાસિક ઘટનાઓને જાણે વાચા આપી છે. કહો, “ગીત ગાયા પત્થરો ને!' સ્થવરાવલી અને શિલાલેખોથી જૈનધર્મની અતિ પ્રાચીનતા, સાધ્વી દીક્ષા; જૈન મૂર્તિ મંદિરનું પૂજનીયપણું જ્યારે અધિક પ્રકાશમાં આવતું હોય ત્યારે ધર્મશ્રદ્ધાળુ કયો જીવ આનંદાતિરેકમાં ન આવે? આશા છે પુસ્તક વાચન ભવ્ય જીવોને પણ પ્રસન્નતાપ્રાયક બનશે. પુસ્તક પ્રકાશનમાં નામી-અનામી અનેક પુસ્તકો-લેખો-વ્યક્તિઓનો સીધો કે આડકતરો સહકારભાવ જે મળ્યો છે તેની વિનમ્રભાવે કૃતજ્ઞતા વ્યક્ત કરી આ લેખન અહીં સમાપ્ત કરું છું. આમાં જે કાંઈ ખૂબી છે તે દેવ-ગુરુની અમીદષ્ટિને ફાળે જાય છે. ઐતિહાસિક કે બીજી ક્ષતિઓ અંગે ક્ષમાયાચના કરું છું. સંવિગ્નગીતાર્થ પૂજ્યો એ જણાવવા કૃપાવંત બને એ પ્રાર્થના સહ! ન્યાયવિશારદ-સંઘહિતચિંતક - ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.નો. શિષ્યલેશ પં.શ્રી ગુણસુંદરવિજયજી ગણી ઈલ - મુંબઈ વિ. સં. ૨૦૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 232