________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે દિવસે તેમની તરફથી અષ્ટોત્તરી સ્નાત્ર વિધિપુરસ્સર ભણવવામાં આવ્યું હતું ને તેમની તરફથી નવકારશી કરવામાં આવી હતી.
આ વખતે શ્રી મહાવીર સ્વામીના મુખ્ય મંદિરમાં શ્રી શાંતિનાથજીની પ્રતિમા તથા શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા સ્થાપન કરવામાં આવી હતી ને સંઘ તરફથી નવીન ભરાયેલી યક્ષયક્ષિણીની પ્રતિમાઓ તથા શ્રીમદ્દ રવિસાગરજી મહારાજની તથા શ્રીમદ્દ સુખસાગરજી મહારાજની પાદુકાઓનું પણ સ્થાપન કરવામાં આવ્યું હતું. તેની ઉપજ નીચે પ્રમાણે થઈ હતી. ૮૫૧) શ્રી શાતિનાથજીની પ્રતિમા શા. સકરચંદ મહાકમદાસ તરફથી
બિરાજમાન કરવામાં આવી. ૫૦૧) શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા અમદાવાદના રહીશ શેઠ મણીલાલ
મોહનલાલ સાબુ ગોળાવાળા તરફથી બીરાજમાન કરવામાં આવી ૧૨૨) યક્ષ અને યક્ષિણીની પ્રતિમાઓ શેઠ કસળચંદ કમળશી મહુવા
વાળા તરફથી પધરાવવામાં આવી. ૩૦૧) શ્રીમાન રવિસાગરજી તથા શ્રીમાન સુખસાગરજી મહા
રાજની ચરણ પાદુકાઓ શા. મણીલાલ મહાકમદાસ તરફથી
બિરાજમાન કરવામાં આવી. ક૨૫) ગૌતમસ્વામીના મંદિરનું ધ્વજારોપણ શા. ત્રીભોવનદાસ છગનલાલ
તરફથી કરવામાં આવ્યું. ૨૦૧) ગૌતમસ્વામીના મંદિરના શિખરનું આરોહણ શેઠ કસળચંદ
કમળશી મહુવાવાળા તરફથી કરવામાં આવ્યું. તે દિવસે રાત્રિએ ગામ ફરતી ધારાવાડી દેવામાં આવી હતી તેમજ શેઠ અમૃતલાલ કેવળદાસ તરફથી રાત્રિજગે કરવામાં આવ્યો હતો. તે બાદ જેઠ સુદ ૮ ના દિવસે પ્રાતઃકાળે નવીન મંદિરનું દ્વારોદ્દઘાટન શા. અમૃતલાલ કેવળદાસના ભાણેજ શા. પ્રેમચંદ વાડીલાલે સ્વહસ્તે ૨ ૧૩૧) ના નકરાથી કર્યું હતું.
આ વખતે જે જે મૂર્તિઓ અને પાદુકાઓની પ્રતિષ્ઠા થઈ તેના લેખાની નકલ નીચે પ્રમાણે છે.
For Private And Personal Use Only