________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર પ્રમાણે આમંત્રણ પત્રિકાઓ તમામ દેશ દેશાવર મોકલવામાં આવી. પ્રતિષ્ઠા વિધિ કરવાને માટે પેથાપુરવાલા વૈદ્ય ચંદુલાલ મગનલાલની આગેવાની નીચે પેથાપુરની ટેળીને બોલાવવામાં આવી હતી.
આ શુભ પ્રસંગ ઉપર શાસ્ત્રવિશરદ જૈનાચાર્ય શ્રી બુદ્ધિશાગરસૂરિના શિષ્ય આચાર્ય શ્રીમદુ અજિતસાગરજી આદિ ઠાણું વૈશાખ વદિ ૮ ના રોજ ગોધાવી પધાર્યા અને વૈશાખ વદિ ૧૧ થી શેઠ અમૃતલાલ કેવળદાસ તરફથી અઠ્ઠાઈ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો તથા તેજ દિવસે શેઠ અમૃતલાલ તથા તેમનાં ધર્મપત્ની સૌ. પૂરીબાઈના શુભ હસ્તથી કુંભ તથા દીપસ્થાપના અને બિંબ પ્રવેશ કરવામાં આવ્યાં હતાં તે પ્રસંગ ઉપર તેમની તરફથી ગાયને રૂ. ૫૧) નું ઘાસ નાખવામાં આવ્યું હતું. વૈશાખ વદ ૧૩ ના રોજ શ્રીમાન બુદ્ધિસાગર સૂરીશ્વર શિષ્યવર્ગ સહિત ગોધાવી પધાર્યા તે વખતે શ્રીસંઘે તેમને પ્રવેશ મહોત્સવ ઘણું ધામધૂમપૂર્વક કર્યો હતો. જેઠ સુદિ ૪ ના દિવસે શા. સાંકળચંદ જુઠાભાઈ તરફથી નવકારશી કરવામાં આવી હતી. જેઠ શુદિ ૫ ના દિવસે અંજનશલાકાગ્ય ધાર્મિક ક્રિયા શેઠ અમૃતલાલના હસ્તથી કરવામાં આવી હતી ને નેત્રદઘાટનક્રિયા ( અંજનશલાકા–પ્રતિષ્ઠા) વિજ્ય મુદ્દતે પિણાબાર વાગતાં સૂરિશ્વરના હસ્તથી થઈ હતી. તે દિવસે શા. મનસુખભાઈ શિવચંદ તરફથી નવકારશી કરવામાં આવી હતી ને સંધ તરફથી શેઠ અમૃતલાલ કેવળદાસના ખર્ચે ભવ્ય વરઘોડે કાઢવામાં આવ્યો હતો. એ વખતે સંધને સારી ઉપજ થઈ હતી. જેઠ સુદિ ૬ ના રોજ શેઠ અમૃતલાલ કેવળદાસ તરફથી ઘણું આઈબર પૂર્વક વરઘોડે કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડામાં ગામ પરગામના સભાવિત ગૃહસ્થાએ તેમજ સાણંદ સ્ટેટના નામદાર ઠાકોર સાહેબ શ્રી જયવંતસિંહજીએ અને સાણંદના અમલદાર વર્ગે પધારી શોભામાં વધારે કર્યો હતો. ને મહુમ સુપ્રસિદ્ધ દાનવીર શેઠ વરચંદભાઈ દીપચંદભાઈ તરફથી તેમના પુત્ર રત્નાએ નવકારશી કરી હતી. જેઠ શુદિ ૭ ને સોમવારે પ્રાત:કાળમાં ૬ કલાકને ૫ મિનિટે સૂરિશ્વરની તથા સમસ્ત સંધની સમક્ષ શેઠ અમૃતલાલ કેવળદાસ તથા તેમનાં ધર્મપત્ની સૌ પુરીબાઈએ સ્વહસ્તે શ્રી ગૌતમ સ્વામીની પ્રતિમા બિરાજમાન કરીને શેઠ શ્રીએ ઘણા ઉલ્લાસપૂર્વક મૂર્તિના કંઠમાં સુવર્ણમાળા આરોપણ કરી હતી ને આચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરે સરીમંત્રથી વાસક્ષેપ કર્યો હતો આ પ્રસંગે શેઠ અમૃતલાલ તરફથી શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી,
For Private And Personal Use Only