________________
ગાથા :
ॐ ह्रीँ अर्हं नमः । ॐ ह्रीँ श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः ।
તે નમઃ ।।
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન
ભાગ-૧
ઢાળ
પહેલી
(રાગ : એ છીંડી કિહાં રાખી ? એ દેશી)
શ્રીસીમંધરસાહિબ આગે, વીનતડી એક કીજે;
‘મારગ શુદ્ધ મયા કરી મુઝને, મોહનમૂરતિ ! દીજે રે.' જિનજી ! વીનતડી અવધારો. એ આંકણી. ૧
ગાથાર્થ :
શ્રી સીમંધરસ્વામી ભગવાન આગળ એક વિનંતી કરીએ છીએ. હે મોહનમૂરતિ સીમંધરસ્વામી ભગવાન ! શુદ્ધમાર્ગ મને મારો કરીને આપો. હે જિનજી ! મારી વિનંતી અવધારો. ।।૧।।
Jain Education International
ભાવાર્થ :
ગ્રંથકારશ્રી સીમંધરસ્વામી ભગવાન પ્રત્યે ભક્તિથી એક વિનંતી કરતાં કહે છે કે તત્ત્વના અર્થી જીવને મોહ પમાડે એવી મૂર્તિવાળા સીમંધરસ્વામી ભગવાન ! તમે શુદ્ધ માર્ગ મને મારો કરીને આપો અર્થાત્ શુદ્ધમાર્ગ મારો બને તેમ કરો.
For Personal & Private Use Only
www.jainelibrary.org