Book Title: Shubh Sangraha Part 05 Author(s): Bhikshu Akhandanand Publisher: Sastu Sahityavardhak Karyalay View full book textPage 3
________________ प्रकाशकनुं निवेदन , શુભસંગ્રહને આ પાંચમો ભાગ, વિવિધ ગ્રંથમાળાના અંક ૨૧૭ થી ૨૨૦ રૂપે અને ઓગણીસમા (સં. ૧૯૮૫ ના) વર્ષના પહેલા પુસ્તકતરીકે નીકળ્યો છે. આગલા ભાગની પેઠે આમાં પણ પ્રત્યેક લેખ સાથે તેના લેખકનું તથા જેમાંથી તે લેખ . લેવા હોય તેનું નામ બનતાં સુધી અપાયું છે. અહીં તે તે સર્વે લેખકે, તેના સંપાદકો અને પ્રકાશકોનો ઉપકાર માની વિશેષમાં જણાવવાનું કે, આ લેખમાં જે કાંઇ ઉપકારકતા રહેલી હોય તે તેનો યશ તે તે સજજનેને છે. આવા સંગ્રહમાંની કોઈ ઔષધિ કે બીજી બાબતમાટે કેાઈને વિશેષ માહિતી જોઈએ તે તે અત્ર તરફ નહિ, લખતાં લેખકને જ પૂછવું ઘટે અને લેખકનું ઠામઠેકાણું જોઈએ તે પણ તે લેખ પ્રથમ જેમાં છપાયો હોય ત્યાંથી જ મળી શકે. * આ સંસ્થા તરફથી નીકળતાં આવાં તેમજ બીજા પુસ્તકોમાંના દરેકે દરેક વિચાર સાથે આ સેવક એકમત હોય એમ સમજવાનું નથી, તેમ સંમત કે અસંમત વિચારોના સંબંધમાં તે લખા ૨વાદ પણ કરે તેમ નથી. એકંદરે લોકહિતાવહ જણાય તે પ્રસિદ્ધ કરવું એ તેનું ધારણ છે; અને એમાંની કઈ બાબત કોઈને વધારે ગમે, કાઇને ઓછી ગમે અને કોઈને જરાય ન ગમે એ પણ સ્વાભાવિક છે. કારણ કે એમ થવાનો આધાર તે તે વાંચનારની પોતાની સ્થિતિ અને સમજણ ઉપર પણ રહેલો છે. જે સાજનેને આમાં અગત્યની ભૂલચૂક જણાય તેઓ તે યોગ્ય સુધારણા સાથે લખી મોકલવા શ્રમ લેશે તો તે યોગ્ય જણાતાં વાંચનાર બંધુઓની જાણમાં લાવવા યથામતિ - સંવત ૧૯૮પ-આસો માસ. મારા અવગુણસાગર) ભિક્ષુ-અખંડાનંદ खास सूचना, माहिती इत्यादि ૧-શભસંગ્રહના આ પછીના ભાગ બનતાં સુધી વિવિધ ગ્રંથમાળાના ઈચ પ૪૯ના સામાન્ય કદમાંજ બહાર પડશે. ૨-તુલસીકૃત રામાયણું આ સંસ્થા તરફથી નીકળેલી, તે હવે મળતી નથી. એની નવી આવૃત્તિ હવે સંશોધન સાથે છપાવી શરૂ થશે અને ઘણું કરીને તે આવતા વૈશાખ સુધીમાં તથા બનતાં સુધી માત્ર ચારેક રૂપિયામાં નીકળવા સંભવ છે. ૩-અગાઉથી ખબર અપાયા પછી ગયા વર્ષનું છેલ્લું પુસ્તક “આર્યોના સંસ્કાર અથવા હિદની વિદ્યાકળા” આ આસો માસમાં વી. પી. થી મોકલાયેલું; તે જેમની ભૂલથી કે એવા કોઈ કારણથી પાછું વળ્યું હોય તેઓ જે માગશરની આખર સુધીમાં પોતાનું લવાજમ તથા વધારાના બે આના મોકલી આપશે તો તરત જ એ પુસ્તક તેમને મોકલી અપાશે. જેમણે તે આ સંસ્થાના જોખમે મંગાવવું હોય તેમણે રજીસ્ટર ખર્ચના બે આના સાથે કુલ રૂ, સવા પાંચ મોકલવા. ૪-જેમણે ગ્રાહકમાં નહિ રહેવા માટે જ ઉપલું વી. પી. પાછું વાળ્યું હોય તેમને પણ એ પુસ્તક જોઈતું હશે તો માગશરની આખર સુધીમાં ચાર આના મેકલવાથી તે રૂબરૂમાં અપાશે; અને પાંચ આના મોકલવાથી ટપાલરસ્ત મોકલાશે. આ સંસ્થાના જોખમે જોઇયે તેમણે એ ઉપરાંત બે આના વધારે મેકલવા. પ–સં. ૧૯૮૪ ને વિવિધ ગ્રંથમાળાને આખો સેટ માગશરની આખર સુધીમાં મંગાવના કે તેમના ખર્ચે મોકલવા સાથે પ્રભુમય જીવન નામે વધારાનું પુસ્તક વિનામૂલ્ય મોકલાશે. (ાગશર પછી એ વધારાનું પુસ્તક મોકલાશે નહિ. ૬-“વિવિધ ગ્રંથમાળા’નાં કઈ પણ વર્ષનાં બધાં પુસ્તક છપાઈ ગયા પછી જેમને તે વર્ષનો પૂરો સેટ ખરીદ હોય, તેમણે તે વર્ષના મૂલ્ય ઉપરાંત માર્ગખર્ચ બદલ આઠ આના વધુ મોકલવા જોઇએ. વળી એ વર્ષમાં કોઈ પુસ્તક વધારારૂપે અપાયું હશે, તે એ સેટ લેનારને અપાશે જ એવું બંધન નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 400