Book Title: Shu Vidyut Sachit Teukay Che
Author(s): Mahendramuni
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ Science", "Neuro Science and Karma" “જૈન દર્શન અને વિજ્ઞાન” તથા “પ્રેક્ષાધ્યાન” સંબંધિત અનેક પુસ્તકો પ્રસિદ્ધ થયા. અધ્યયનની શૃંખલામાં પરમ શ્રદ્ધેય આચાર્ય મહાપ્રજ્ઞજી દ્વારા વિધુતની સચિત-અચિત-મીમાંસાની દૃષ્ટિએ સમીક્ષાત્મક-તુલનાત્મક લખવાની પ્રેરણા મળી. પ્રારંભે તો માત્ર એક લેખ લખવાની વાત હતી. પણ જેમ જેમ વિષયના ઊંડાણમાં ગયો, તથા સંલગ્ન સામગ્રી એકઠી કરી, યોગ્ય સંકલન કર્યું તો આ પુસ્તક તૈયાર થઈ ગયું. દરમિયાન, અન્ય જૈન મુનિઓ તથા વિદ્વાનો દ્વારા પણ સમયાંતરે પ્રસ્તુત વિષયમાં પુસ્તકો પ્રાપ્ત થયાં. જેમાં વિશેષ ઉલ્લેખનીય છે - ૧. મુનિ યશોવિજયજીનું પુસ્તક: “વિદ્યુતઃ સજીવ કે નિર્જીવ” – (ગુજરાતી વિદ્યુત પ્રકાશની સજીવતા અંગે વિચારણા) ૨. નેમિચંદ બાંઠિયા લિખિત - વિદ્યુત (વીજળી) બાદર તેજસ્કાય હૈ સમ્યક દર્શન (માસિક)માં પાંચ અંકોમાં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ. ૩. ડૉ. જે. જૈન (જમશેદપુર) દ્વારા આ વિષય પર લિખિત લેખ - જે અપ્રકાશિત ' છે, મને સમીક્ષાર્થે મોકલેલ. ૪. આચાર્ય મહાપ્રજ્ઞ દ્વારા લખાયેલા બે લેખ – (૧) વિદ્યુત : સચિત્ત યા અચિત્ત – વિજ્ઞપ્તિ, ૧૪-૨૦, એપ્રિલ, ૨૦૦૨, વર્ષ-૭ અંક પ૨. (૨) વિદ્યુત : સચિત્ત યા અચિત્ત – જૈન ભારતી (માસિક) ડિસેમ્બર, ૨૦૦૨ આ સિવાય ગુજરાત સમાચારમાં આ વિષયના પક્ષ અને વિપક્ષમાં અમુક લેખ પ્રકાશિત થયા હતા. આ સર્વનું સમીક્ષાત્મક અધ્યયન કરવાની સાથે ભૌતિક વિજ્ઞાનનાં પાઠ્યપુસ્તકો, “કંબશ્ચનની પ્રક્રિયા પર પ્રકાશ પાડતા રસાયણ વિજ્ઞાનનાં વિશિષ્ટ પાઠ્યપુસ્તકો, ઇંટરનેટ આદિથી પ્રાપ્ત થનાર આધુનિકતમ જાણકારી આદિનો ઊંડો અભ્યાસ કરવાની તક મળી. સાથે સાથે વિદ્યુત-મશીનોની કાર્ય-પદ્ધિતના પ્રત્યક્ષ નિરીક્ષણના આધારે વિષય ઘણો સ્પષ્ટ થયો. વિશેષતઃ E.D.M. મશીનમાં કેરોસીન તેલમાં જે હોય છે સ્પાર્કની ક્રિયા થવા છતાં આગ ન લાગી, એ જોવાનો અવસર પણ મળ્યો. પુસ્તકને બે વિભાગમાં વિભાજિત કરેલ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 312