Book Title: Shu Vidyut Sachit Teukay Che Author(s): Mahendramuni Publisher: Anekant Bharati Prakashan View full book textPage 4
________________ ભૂમિક વિક્રમ સંવત ૨૦૨૩ - રાજસ્થાનના એક સરસ મજાના કસબા એવા બીદાસરમાં આચાર્યશ્રી તુલસી પ્રવાસ કરી રહ્યા હતા. વિદ્યુત (ઇલેક્ટ્રિસિટી) સંદર્ભે પ્રશ્નો થયા. આચાર્યશ્રીએ આ બાબતે ખુલ્લી ચર્ચાનો આગ્રહ રાખ્યો. હજારો લોકોની હાજરીમાં “વિદ્યુત સચિત છે કે અચિત?” – વિષય પર ચર્ચા થઈ. મેં મારો પક્ષ નમ્રતાપૂર્વક રજૂ કરીને કહ્યું કે “વિદ્યુત સચિત નથી.” અન્ય મુનિશ્રીઓએ પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે “વિદ્યુત સચિત છે,” ત્રણ દિવસની ચર્ચા બાદ, અમે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા અને આચાર્યશ્રીએ પણ એ બાબતે સહમતી પ્રગટ કરી કે વિદ્યુત સચિત નથી એવી પ્રતીતિ થઈ રહી છે. જો કે આ માન્યતાનો અમે વ્યવહારમાં પ્રયોગ ન કર્યો. - વિક્રમ સં. ૨૦૫૮નો ચાતુર્માસ બીદાસરમાં. મેં વિદ્યુત પર એક લેખ લખ્યો જે વિજ્ઞપ્તિમાં પ્રકાશિત થયો. અમે અહિંસા યાત્રા દરમિયાન વિ. સં. ૨૦૫૯માં અમદાવાદ પહોંચ્યા, એ પૂર્વે અમદાવાદ સ્થિત શુભકરણ સુરાણાએ એ લેખની નકલ અનેક આચાર્યો અને મુનિશ્રીઓને મોકલી. વ્યાપક પ્રતિભાવ મળ્યો જે પ્રકાશિત પણ થયો. સર્વ લેખનું અધ્યયન કરી મેં મુનિ મહેન્દ્રકુમારજીને કહ્યું, “આ વિષયમાં એક લેખ લખો જેમાં આગમ અને વિજ્ઞાન-બન્નેનો દૃષ્ટિકોણ સમન્વિત થાય.” મુનિ મહેન્દ્રકુમારજીએ ગંભીર અધ્યયન બાદ એક લેખ લખ્યો જે ખૂબ આલોચનાત્મક અને સમીક્ષાત્મક ગણાય. પરિણામે અગ્નિ અને વિદ્યુતની ભિન્નતાને સમજવા માટે માતબર સામગ્રી ઉપલબ્ધ થઈ. આ વિષયમાં પ્રસ્તુત થયેલી અનેક આશંકાઓનું પણ સુવ્યવસ્થિત અને પ્રામાણિક સમાધાન મળશે. પૂર્વે, જૈન ભારતી (માસિક)ના ડિસેમ્બર-૨૦૦૨ના અંકમાં મારો એક અન્ય લેખ- “વિદ્યુત : સચિત કે અચિત” પ્રગટ થયો છે. આ લેખમાં આગમોના આધારે વિશેષ સ્પષ્ટીકરણ થયું છે. પ્રસ્તુત ગ્રંથમાં એ લેખના ઉપયોગનું ટિપ્પણ સંખ્યા ૩૧. ૩૩ તથા ૪૧માં તેનો આધાર જોઈ શકાય છે. – આચાર્ય મહાપ્રશ III Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 312