Book Title: Shu Vaat Karo Cho
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 2
________________ તે તેનાં ધનથી મોટો આપણે આપણાં મનથી મોટા કવિ ‘મેઘબિન્દુ’ની આ પંક્તિઓ. હવે જરીક તો અટકો. તૃષ્ણા પંથે ક્યાં લગી ભટક્યા કરશો ચરણ હવે તો અટકો. ઇચ્છાઓનું વન અડાબીડ, ભ્રામક એના રસ્તા આડાઅવળા ફરતા રહીએ, ધ્યેય વિનાના જ અમસ્તા. હવે સૂરજ આથમશે વનથી, ક્યારે બહાર નીકળશો. ફળ-ફૂલોનાં વનનાં પંખી, પિંજરામાં પકડાતા મોહ અને માયામાં જીવતર, એ જ રીતે જકડાતાં બંધનમાં રહેશો તો ક્યારે મુક્ત થઈને ફરશો. મોટાઈને માપવાનું એક થરમૉમિટર છે મારી પાસે શું છે ?’ જ્યારે મોટાઈને માપવાનું બીજું થરમૉમિટર છે ‘હું શું છું ?’ સંપત્તિની વિપુલતા જ જેના જીવનમાં કેન્દ્રસ્થાને ગોઠવાઈ જાય છે એણે હંમેશાં પ્રથમ નંબરનું થરમૉમિટર જ હાથવગું રાખવું પડે છે જ્યારે સંતોષની મહત્તા જેના અંતઃકરણમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે એ હંમેશાં બીજા નંબરના થરમૉમિટરને જ સાથે લઈને ફરતો હોય છે. દુઃખદ વાસ્તવિકતા તૃષ્ણાક્ષેત્રે એ છે કે એ ક્ષેત્રમાં કોઈ સીમા નથી, મર્યાદા નથી, પૂર્ણવિરામ નથી. ત્યાં જીવનભર તમારે મેળવતાં જ રહેવાનું છે, ગણતાં જ રહેવાનું છે, ભેગું કરતા જ રહેવાનું છે અને ‘હજી વધુ’ ‘હજી વધુ’ એ પાગલપનના શિકાર બન્યા રહીને જીવન પૂરું કરી દેવાનું છે. જીવન પૂરું થઈ પણ જાય છે અને છતાં અધિકની ભૂખમાં અલ્પ પણ રાહત અનુભવાતી નથી. જ્યારે સંતોષની આખી વાત જ ન્યારી છે. એને અધિકમાં રસ નથી હોતો એમ નહીં, પોતાની પાસે જે પણ હોય છે એ એને અધિક જ લાગતું હોય છે. એ સુખ માટે ૩ ‘ત્યાં’ દોડવા તૈયાર નથી હોતો, એ જ્યાં હોય છે ત્યાં જ સુખ અનુભવતો હોય છે. સુખની અનુભૂતિ માટે એ આવતીકાલની રાહ નથી જોતો, એ આજે જ સુખ અનુભવતો હોય છે. એક હકીકતનો ખ્યાલ છે ? તમે ધનને ગમે તેટલા આંકડા પછી ય અને ગમે તેટલા પુરુષાર્થ પછી ય ‘મોટું’ કરવામાં સફળ બની શકવાના નથી અને મનને ‘મોટું’ બનાવી દેવા જો તમે તૈયાર છો તો એમાં તમને અત્યારે ને અત્યારે જ સફળતા મળી શકે તેમ છે. અને કમાલનું આશ્ચર્ય તો એ સર્જાય છે કે મન મોટું બની ગયા પછી તમારી પાસે જે પણ હોય છે એ તમને મોટું જ લાગવા માંડે છે. ટૂંકમાં, સમીકરણ આ છે. મન નાનું – ધન મોટું = તમે નાના ધન ઓછું + મન મોટું – તમે મોટા. = હાથ-કંકણ અને આરસી જેવી આ વાસ્તવિકતા છે. ચક્રવર્તીઓ તરસ્યા ગયા છે, કૂબેરો ભૂખ્યા રહ્યા છે, સમ્રાટો રિબાતા રહ્યા છે, સત્તાધીશો રડતા ગયા છે, શ્રીમંતો ખાલી હાથે ગયા છે જ્યારે સંતોષીઓ અહીં જ રાજા થઈને જીવ્યા છે. ભિક્ષુઓ અહીં જ ચક્રવર્તીઓના સુખને અનુભવતા રહ્યા છે. સંતો અને સજ્જનો અહીં જ પ્રસન્નતામાં ઝૂમતા રહ્યા છે. પસંદગીનો નિર્ણય તમારે કરવાનો છે. મનને મોટું બનાવીને મર્દાનગીથી જીવન જીવવું હોય તો એમાં ય તમે સ્વતંત્ર છો તો ધનને અધિક બનાવવાના પુરુષાર્થમાં ને પુરુષાર્થમાં જીવનભર દીન-હીન બન્યા રહીને આ જીવનમાંથી વિદાય થઈ જવામાં ય તમે સ્વતંત્ર છો. કાચ-હીરા વચ્ચેની પસંદગીમાં આપણે જો થાપ નથી જ ખાતા તો મર્દાનગી-મજબૂરી વચ્ચેની પસંદગીમાં આપણે થાપ ખાઈ જઈએ એ શું ચાલે ?

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 51