Book Title: Shrutsagar Ank 2012 05 016 Author(s): Mukeshbhai N Shah and Others Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.૨૦૬૮-જેઠ ૫ સંરક્ષણ અને સંવર્ધનમાં જૈન મુનિ ભગવંતોનું પ્રદાન અનન્ય છે. ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝના સંપાદનમાં પાટણની હસ્તપ્રતોનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો છે. હસ્તપ્રતોની અન્યત્ર અલભ્યતા અને પ્રાચીનતાની દૃષ્ટિએ કમલશીલકૃત તત્ત્વસંગ્રહ, ભટ્ટ જયરાશિકૃત તત્ત્વોપલ્લવ, ધર્મકીર્તિકૃત હેતુબિન્દુટીકા, લક્ષ્મણ ભટ્ટકૃત ચુડામણિસાર, રાજશેખરકૃત કાવ્યમીમાંસા, નરનારાયણાનંદ મહાકાવ્ય, શૃંગારમંજરી, કુટ્ટનીમત, ઉક્તિવ્યક્તિ પ્રકરણ, નાચદર્પણ, વિક્રમાંકદેવચરિત, સંદેશરાશક વગેરે ઉલ્લેખનીય છે. કાપડ ઉપર લખાયેલ બે સચિત્ર પ્રતો ધર્મવિધિપ્રકરણ અને પંચતિથિદર્પણ પટ્ટ તથા તાડપત્રની લાંબામાં લાંબી હસ્તપ્રત (૮૫ સે.મી.) અહીં ઉપલબ્ધ છે. ઉપરાંત સંયાબંધ સચિત્ર હસ્તપ્રતો પૈકી કલ્પસૂત્ર, કાલિકાચાર્યથા, સિદ્ધહેમશબ્દાનુશાસન, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર, આચારાંગસૂત્ર વગેરે જૈન ચિત્રકળા યા પશ્ચિમ ભારતની ચિત્રશૈલીના ઉત્તમ નમૂના પૂરા પાડે છે. આ પૈકીની કેટલીક હસ્તપ્રતો સુવર્ણ અને રજતાક્ષરી છે, તો કેટલીક ચિત્રકલાના ઉત્તમ નમૂના પૂરા પાડે છે. આ પૈકીની કેટલીક હસ્તપ્રતોની મૂલવણી કરતાં પંડિત અમૃતલાલ ભોજકે નોંધ્યું છે : ‘પ્રાચીન-પ્રાચીનતમ ચિત્રકલાની દૃષ્ટિએ પણ પ્રસ્તુત ભંડા૨ોમાં વિવિધ ચિત્રશૈલીવાળા અનેક ગ્રંથો છે. આમાં તાડપત્ર પર ચિત્રકલાની આગવી વિશેષતા છે. કાગળ પર લખાયેલું સચિત્ર કલ્પસૂત્ર, સચિત્ર ઉત્તરાધ્યયનસૂત્ર વગેરે ગ્રંથોની કોઈ કોઈ પ્રતિ તો અતિ સુંદર ચિત્રકલાના નમૂનારૂપ છે. સુપાર્શ્વનાથરિત્રની સચિત્ર પ્રત ખૂબ જ મહત્ત્વનો ચિત્રકલાનો વારસો ધરાવે છે. સંપૂર્ણ ચિત્રવિભાગવાળું એક વિજ્ઞપ્તિપત્રનું ઓળિયું પણ પાટણના ભંડારમાં છે. આનો લેખવિભાગ વર્ષો પહેલાં જુદો પડી ગયેલો, તે નથી. આ વિજ્ઞપ્તિપત્રના ઓળિયામાં તે સમયના જેસલમેરના વર્ણનને ચિત્રિત કરેલું છે. સિરોહી, જોધપુર વગેરે અનેક સ્થાનોમાંથી લખાયેલાં સચિત્ર વિજ્ઞપ્તિપત્રો મળે છે. પણ જેસલમેરના ભાવોને દર્શાવતું વિજ્ઞપ્તિપત્ર તો પ્રાયઃ અન્યત્ર નથી, અથવા મારી જાણમાં નથી.' સંસ્કૃત પ્રાકૃતની હસ્તપ્રતો ઉપરાંત મધ્યકાલીન ગુજરાતી કૃતિઓનો ભંડાર અહીં ઉપલબ્ધ છે કે જેનું સંશોધન - સંપાદન અને પ્રકાશન ગુજરાતી સાહિત્યને પુષ્ટ કરશે તેમ નિઃશંકપણે કહી શકાય. (વધુ આવતા અંકે...) (પાના રનું અનુસંધાન) ઇતિહાસે જેની નોંધ સોનેરી પાનાઓ પર કરી છે એવા પ્રતાપી પુરૂષોની શ્રદ્ધા અને સમૃદ્ધિના પુરાવાઓ અહીં પગલે પગલે પ્રકાશ પાથરે છે. આ સંગ્રહાલય જીવતું છે. અને એ બોલતું પણ છે. એ આજે પણ એના દર્શનાર્થે આવનારને પોતાના ભવ્ય ભૂતકાળનું અમર સંગીત સંભળાવે છે. અહીં ભારતીય સંસ્કૃતિ અને કળાનો સમન્વય થયો છે. અહીં કળા અને કૌશલ્યના દર્શનનો આનંદ તમને ફરી ફરી જોવા આકર્ષે છે. કલા અને કારીગિરી કાચની પેલે પારથી આપણી અંદર વસી જતાં હોય એવો અનુભવ થાય છે. અહિં સમ્રાટ્ સંપ્રતિના સંભારણા છે તો મહારાજા કુમારપાળની શ્રદ્ધાનો વૈભવ આપણા સંતાપને ઠારી દે છે. આપણા મૂળની અને આપણા કુળની સુગંધ અહિં ફેલાયેલી છે કોઇ કલાકારની કારીગરી છે તો કોઇ કારીગરની કલા આપણી આંખને શાતા આપે છે અરિસાની જેમ મ્યુઝીયમ એ જોવાની ચીજ નથી પણ મ્યુઝીયમમાં જઇને આપણામાં કશુંક ખૂટતું હોય, બરાબર ન હોય એને બરોબર કરવાનું આ પવિત્ર સ્થાન છે. આ દર્શનાલય દર્શન શુદ્ધિનું પ્રધાન અંગ છે. અહિં સંગ્રહિત કલાત્મક સામગ્રીના દર્શન આપણા દિલને રાજી રાજી કરી દે છે. આ સ્થળ જોવા કે જાણવાનું નથી પણ માણવાનું છે. પધારો! અહિં આનંદ અને પ્રસન્નાતાનો પારાવાર ઉછળે છે. આપણી પોતાની ઓળખને તાજી કરાવતું એક વિશિષ્ટ સંગ્રહાલય એટલે સમ્રાટ્ સંપ્રતિ સંગ્રહાલય... આપણા ભવ્ય ભૂતકાળના વારસાથી આપણા વર્તમાનને સમૃદ્ધ કરતું સંગ્રહાલય એટલે સમ્રાટ્ સંપ્રતિ સંગ્રહાલય... સમયને સથવારે આપણા હાથમાંથી જે કાંઇ સરકી ગયું છે તેને ફરી પામવાનો શુભ અવસર એટલે સમ્રાટ્ સંપ્રતિ સંગ્રહાલય... સંસ્કાર સંસ્કૃતિ અને શ્રદ્ધાની મહેંક જ્યાં ચોતરફ વાય છે તે સુંદર ઉપવન એટલે સમ્રાટ્ સંપ્રતિ સંગ્રહાલય... For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20