Book Title: Shrutsagar Ank 2012 05 016 Author(s): Mukeshbhai N Shah and Others Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મે ૨૦૧૨ હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ ડૉ. ભારતીબહેન શેલત (ગતાંકથી આગળ ગુજરાતી લિપિ : ગુજરાતમાં પ્રાદેશિક લિપિનું વિશિષ્ટ સ્વરુપ ઘડાયું, જે ગુજરાતી લિપિ તરીકે ઓળખાય છે. એના મરોડનો આરંભ ઇ.સ.ની ૧પમી સદીથી જોવા મળે છે. સળંગ શિરોરેખા તરીકે પહેલાં એક આખી લીટી દોરી એની નીચે અક્ષરો લખવાની પરિપાટી પ્રચલિત થઇ. શીઘ્રલેખન માટે અક્ષરોને વધુ વળાંકદાર મરોડ આપવામાં આવ્યો. આથી ઘણા અક્ષરોના ઉપલા ડાબા છેડાને અને નીચલા જમણા છેડાને ગોળ મરોડવાળા બનાવાયો. એનો ઉત્તરી મરોડ શિરોરેખા વિના સળંગ કલમેં “અ” ઘડાયો. એનું સ્વતંત્ર સ્વરૂપ લુપ્ત થયું. “એ”, “ઐ', “ઓ,” અને “' એ ચારે અક્ષરોને “અ”માં તે તે સ્વરમાત્રા ઉમેરી સાધિત કરવામાં આવ્યા. સંયુક્તાક્ષરોને ઘણા પૂર્વગ અક્ષરોની જમણી ઉભી રેખાનો લોપ કરી એની સાથે અનુગ અક્ષર જોડાયો છે, એ જેમ કે ખ્ય, ધ્ય. ચ્છ, ષ્ય દમ, ન્ય,સ, ખ્ય,, ટ્સ, લ્થ વ્ય, મ અને સ્ત, બાકીના અક્ષરોમાં કેટલાકમાં પૂર્વગ અક્ષરોનું સંકુચિત સ્વરૂપ પ્રયોજાયું; જેમ કે “ક', જવ' વગેરે, અનુગ ય માં ડાબા પાંખને છેડે ચાંચ પૂર્વગ અક્ષરોમાં કેટલાકમાં પ્રર્વાગ અક્ષર જોડવામાં આવ્યો જેમ કે ‘ટ’ કેટલાકમાં સંયુક્તક્ષરો નાગરી ઢબે લખાય છે. જેમકે દ્ધ મ, ઘ, શ્વ, ભ, હ્ય વગેરે. કેટલાકમાં પૂર્વગ અક્ષરોને હલત્ત દર્શાવવો પડે છે; જેમ કે, છવ, ટવ, દબ, કત,હવ વગેરે આરંભમાં ગુજરાતી લિપિને 'વાણિશાઇ' કે મહાજન લિપિ કહેતા. ગુજરાતી ગ્રંથલેખનનો આરંભ ઇ.સ.ની ૧૫મી સદીથી થયો. નાગરી લિપિના અક્ષર ઝડપથી લખવા માટે મહારાષ્ટ્રમાં કેટલાક સુધારા કરવામાં આવેલા. એમાં નાની નાની શિરોરેખાને બદલે લાંબી લીટી દોરી એક કે વધુ શબ્દ સળંગ કલમેં લખાતા. આ લિપિને “માંડી” લિપિ કહે બ્રિાહ્મીનાં પ્રાદેશિક રૂપાંતરો બે શૈલીમાં થયો : ૧. ઉત્તરી અને ૨. દક્ષિણી ઉત્તર ભારતમાં ૪થી સદીમાં ગુપ્ત લિપિ પ્રયોજાતી. સમય જતાં એમાંથી ભિન્ન સ્વરૂપ ઘડાયું, જેને કુટિલ લિપિ કહે છે. આ લિપિ ઉત્તર ભારતમાં ઇ.સ. ૬ઠ્ઠી થી ૯મી સદી સુધી પ્રચલિત હતી. આ સમય દરમિયાન ગુજરાત અને દખ્ખણમાં ઉત્તરી શૈલી પ્રચલિત થઇ. ૧૦મી સદીથી કાશ્મીરમાં કુટિલ લિપિનું જે જુદું સ્વરૂપ વિકસ્યું તે “શારદા” લિપિનું કહેવાઇ જમ્મુ અને ઉત્તર પંજાબમાં ઠાકરી લિપિ પ્રયોજાય છે. એ શારદા લિપિનું વળાંકદાર ઠાકરી રૂપાંતર છે. જમ્મુ પ્રદેશમાં એનું ડોગરી સ્વરૂપ અને ચંબા પ્રદેશમાં ચમિયાલી સ્વરૂપ પ્રચલિત પંજાબના શીખ ધર્મના ગ્રંથોના શદ્ધ લેખન માટે ત્યાંની પ્રાચીન “લંડા” નામે મહાજની લિપિમાં પરિવર્તન કરી, ગુરુ ગોવિંદસિંહે (૧૬મી સદી) “ગુરુમુખી’ લિપિ ઘડી. બિહારમાં કાયસ્થ લોકોએ નાગરી લિપિને ઝડપી લખાય તેવું સ્વરૂપ પ્રયોજ્યું જે કંથી લિપિ કહેવાય છે. એના સામન્ય લક્ષણ ગુજરાતી લિપિનાં લક્ષણોને મળતા આવે છે. સમય જતાં આદ્ય નાગરી લિપિનું ભિન્ન રૂપાંતર થતાં બંગાળી, મૈથિલી નેપાળી વગેરે લિપિઓ, ઘડાઇ. મૈથિલી એ બંગાળીનું રૂપાંતર છે. ઉડીસા પ્રદેશમાં ઉડિયા લિપિ પ્રયોજાઇ છે. બંગાળી લિપિ બંગાળ, આસામ, બિહાર, નેપાળ અને ઓરિસ્સાના હસ્તલિખિત ગ્રંથોમાં પ્રયોજાઇ છે. હાલ આ લિપિ બંગાળ અને ઓરિસ્સાના હસ્તલિખિત ગ્રંથોમાં પ્રયોજાઇ છે. હાલ આ લિપિ બંગાળ અને આસામમાં પ્રચલિત છે. મિથિલા પ્રદેશના બ્રાહ્મણો સંસ્કૃત ગ્રંથ લખવા મૈથિલી લિપિ પ્રયોજતા, ઉડિયા લિપિ પ્રાચીન બંગાળીમાંથી ઉદભવી છે. સળંગ કલમે લખાય For Private and Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20