Book Title: Shrutsagar Ank 2012 05 016
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.૨૦૧૮-જેઠ તેવા મરોડ તથા ગોળઇદાર શિરોરેખાને લઇને આ લિપિના અક્ષર ઘણા વિલક્ષણ લાગે છે. પ્રાચીન તેલુગુ-કન્નડ લિપિમાં સમય જતાં અક્ષરોની ગોળાઇ વધવા લાગી અને ઝડપી લખવાના લીધે અક્ષરોના મરડ બદલાતા ગયા અને એમાંથી વર્તમાન તેલુગુ-કન્નડ લિપિઓ વિકસી. તેલુગુ લિપિ - તેલુગુ લિપિ આંધ્ર પ્રદેશમાં અને આસપાસના ભાગમાં પ્રચલિત છે. એમાં અ થી ઔ સુધીના સ્વરો માટે સ્વતંત્ર ચિહ્ન છે. અ અને ઓ નાં હસ્વ-દીર્ધ એમ બે ચિહ્ન પ્રચલિત છે. ઉ અને ઊ ની માત્રા અક્ષરની જમણી બાજુએ જોડાય છે. એમાં નાગરી લિપિની જેમ આડી શિરોરેખા હોતી નથી. કન્નડલિપિ : કન્નડ લિપિ કર્ણાટક લિપિ છે. હાલ માયસોર રાજ્ય અને એની આસપાસના ભાગમાં પ્રચલિત છે. એના ધણા અક્ષર તેલુગુ લિપિના અક્ષરો જેવા છે. સ્વર માત્રાઓમાં એ અને ઓ ના હસ્વ-દીર્ધ એવા બે મરોડ મળે છે. ગ્રંથ લિપિ : જે પ્રદેશમાં તમિલ લિપિ પ્રચલિત છે ત્યાં ગ્રંથો લખવા માટે તેલુગ કાનડી લિપિને મળતી એક ખાસ લિપિ વિકસી, એને ગ્રંથ લિપિ કહે છે. સમય જતાં ચાલુ કલમે લખવાથી, ઊભી તથા આડી રેખાઓને વળાંકદાર બનાવવાથી ને ઘણા અક્ષરોમાં શરૂઆતમાં, વચ્ચે કે અંતે ગાંઠ જેવો આકાર આપવાથી આ લિપિ વર્તમાન તેલુગુ અને કાનડી લિપિઓથી ઘણી વિલક્ષણ બની ગઈ. એમાં ઓનુ સ્વતંત્ર ચિહ્ન છે. અને ઓમાં હસ્વ-દીર્થના ભેદ નથી, ઇ ની માત્રા જમણી બાજુએ જોડાય છે, એ ની માત્રા ડાબી બાજુએ જોડાય છે. એ માટે એવી બે માત્રાઓ ડાબી બાજુએ ઉમેરાય છે. તમિળ લિપિ : તમિળનાડુ પ્રદેશમાં તમિળ લિપિ પ્રચલિત થઇ. તેના લેખ ઇ.સ ની ૭મી સદીથી મળે છે આ લિપિનું ત્વરિત રૂપ વટેળg લિપિ છે. તમિળ લિપિના ઘણા અક્ષર ગ્રંથલિપિના અક્ષર સાથે ઠીક ઠીક સામ્ય ધરાવે છે. દ્રવિડ ભાષાઓની લિપિઓમાં હસ્વ-દીર્ઘ, એ તથા ઓ નો ભેદ તમિળ લિપિમાં શરૂ થેયલો જણાય છે. ૨ ક આ અને તઇની માત્રા અક્ષરની જમણી બાજુએ ઈ ની માત્રા અક્ષરની ઉપર અને એ તથા એ ની માત્રા ડાબી બાજુએ ઉમેરાય છે ઓ.માં આ ની માત્રા જમણી બાજુએ અને એ ની માત્રા ડાબી બાજુએ ઉમેરાય છે. મલયાલમ લિપિ : કેરલ રાજ્યમાં મલયાલમ લિપિ પ્રચલિત છે. આ લિપિ ગ્રંથ લિપિનું વળાંકદાર રૂપાંતર છે. આ લિપિમાં સંસ્કૃત ગ્રંથો પણ લખાય છે. આ લિપિમાં એ તથા ઓ માં હસ્વ-દીર્ધનો ભેદ રહેલો છે. રકકઆ, તઇ અને, ઈની માત્રા અક્ષરની જમણી બાજુએ અને એ ની માત્રા ડાબી બાજુએ ઉમેરાય છે. તુબુ લિપિ : - દક્ષિણ કન્નડ પ્રદેશમાં સંસ્કૃત ગ્રંથો લખવા માટે વપરાતી તળુ લિપિ મલયાલમ લિપિનું થોડા ફેરફારવાળું રૂપ આમ મૌર્યકાલીન બ્રાહ્મી લિપિનું જુદા જુદા પ્રદેશોમાં રૂપાંતર થતાં ભારતની વર્તમાન લિપિઓ ઘડાઈ. દ્રવિડ ભાષાઓનું કુળ ભારતીય આર્ય ભાષાઓના કુળથી તદન ભિન્ન હોવા છતાં એ બંને કુળોની ભાષાઓ માટે પ્રયોજાતી બધી લિપિઓ એક જ બ્રાહ્મી લિપિ કુળની છે. (સમાપ્ત) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20