Book Title: Shrutsagar Ank 2012 05 016
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિ.સં.૨૦૧૮-જેઠ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંsiટ પાટણનો એક આછો પરિચય હસ્તપ્રત સમૃદ્ધિની દષ્ટિએ ભારત વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવે છે. એક સર્વેક્ષણ મુજબ ભારતના વિવિધ પ્રકારના જ્ઞાનભંડારોમાં અંદાજિત ૪ થી ૫ મિલિયન હસ્તપ્રતો સંગ્રહાયેલી છે. આ બધી હસ્તપ્રતો લેખનકળામાં વિવિધ માધ્યમો અને વિવિધ લિપિઓમાં લખાયેલી છે. ભારતમાં લેખનકળાનો પ્રારંભ હડપ્પા અને મોહનજોદડોની સંસ્કૃતિના વિકાસ સમયે થયેલો જોવા મળે છે. આમ છતાં, ભારતની લેખનકળાનો પ્રાચીનતમ નમૂનો અશોકના અભિલેખો (ઇ. સ. પૂર્વે ૩૨૭) માં જોવા મળે છે. જોકે આપણી પાસે પ્રાયઃ ૯-૧૦મી શતાબ્દિની લખાયેલી હસ્તપ્રતો જોવા મળે છે. આ પૂર્વેની હસ્તપ્રતો ઉપલબ્ધ ન થવા પાછળનું પ્રમુખ કારણ લેખનકળાનાં ક્ષણભંગુર સાધનોનો ઉપયોગ અને હવામાન જ જવાબદાર ગણી શકાય. આ હસ્તપ્રતોની સાચવણીમાં જૈન મુનિ ભગવંતો અને જૈન સમાજનું મોટું ઋણ આપણા પર છે. નાશ પામતી અને વેરવિખેર હસ્તપ્રતોને એકત્રિત કરી સુરક્ષા પૂરી પાડવા ઉપરાંત જર્જરિત હસ્તપ્રતોનું પુનર્લેખન કરાવવામાં જૈન શ્રેષ્ઠીઓએ મુનિ ભગવંતોની અભિલાષાને સાકાર કરવામાં જ્ઞાનયજ્ઞનું સાચવવાનું પોતાનું પ્રાથમિક કર્તવ્ય માની ઉદારતાપૂર્વક દાનગંગા વહાવી છે. જૈન સમાજ દ્વારા સ્થપાયેલા જ્ઞાનભંડારોમાં જૈન અને જૈનેતર કૃતિઓ વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યા સિવાય સમગ્ર ભારતીય વામય પૈકી જે કંઈ ઉપલબ્ધ થયું તે સાચવવા પ્રયાસ કર્યો છે. રાજસ્થાન, ગુજરાત, બિહાર, કર્ણાટક વગેરે રાજ્યોમાં જૈન જ્ઞાનભંડારોની સંખ્યા ઘણી છે. આ જૈન સમાજે પ્રાય: જ્યાં જ્યાં જૈન ગૃહસ્થોની વસતી છે ત્યાં ત્યાં જૈન ભંડાર સ્થાપેલા છે. આપણું આધુનિક સૂત્ર “ગામ ત્યાં ગ્રંથાલય'ની ભાવના જૈન સમાજે સદીઓ પૂર્વે આરંભી છે. ગુજરાતમાં નાનાં-નાનાં જૈન સમાજનો ગામડાંઓમાં પણ આ ભાવનાનાં સાકાર દર્શન થતાં જોવા મળે છે. ગુજરાતના જૈન જ્ઞાનભંડારમાં અંદાજિત ૪ લાખ જેટલી હસ્તપ્રતો સચવાયેલી છે. આ પૈકી “શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ' હસ્તપ્રત સમૃદ્ધિની દૃષ્ટિએ ઉલ્લેખનીય છે. જૈન મુનિ ભગવંત શીલગુણસૂરિના આશીર્વાદથી વનરાજ ચાવડાએ પાટણની સ્થાપના વિ. સં. ૮૦૨માં કરી હતી. તેની શ્રી અને સમૃદ્ધિનું વર્ણન દુવાશ્રય મહાકાવ્ય, કીર્તિકૌમુદી, વસંતવિલાસ, સુકૃતસંકીર્તન, મોહરાજપરાજય તથા અનેક પ્રબંધ ગ્રંથોમાં જોવા મળે છે. હેમચંદ્રાચાર્યે દુવ્યાશ્રયમાં નોંધ્યું છે કે “અણહિલવાડ પાટણ સર્વ વિદ્યા, કળાઓમાં સર્વોત્તમ અને વિશિષ્ટ વિદ્યાધામ છે. સહસ્ત્રલિંગ તટે અનેક વિઘામઠો સ્થિત હતા. ગુજરાતના વિદ્યાપ્રેમી રાજા-મહારાજાઓ, મંત્રીશ્વરો અને અમાત્યો પોતાના અંગત ગ્રંથાલયો ધરાવતા હતા. સિદ્ધરાજ માળવાના રાજા યશોવર્માને હરાવી તેનો ભારતીભંડાગાર પાટણમાં લાવ્યો હતો અને આ જ સ્થળે સિદ્ધહેમશબ્દાનુશાસનની નકલો કરાવવા 300 લહિયાઓ રોકી તેની પ્રતો ભારતવર્ષનાં ગ્રંથાલયોમાં મોકલાવી હતી. મહારાજા કુમારપાળે ૨૧ અને વસ્તુપાલ ૩ ગ્રંથભંડારો બંધાવ્યાના ઉલ્લેખો મળે છે. વિશળદેવ પોતાનો ભારતીભંડાગાર ધરાવતો હતો. તેની નોંધ નૈષધટીકા “સાહિત્ય વિદ્યાધરી” ની પુમ્બિકામાં જોવા મળે છે. આમ, પાટણમાં ગ્રંથભંડારોની સ્થાપનાની પ્રવૃત્તિ પ્રાચીનકાળથી જ જોવા મળે છે. જો કે કુમારપાળનો અનુગામી અજયપાળ જૈન ધર્મ વિરોધી હોવાથી તેના ત્રાસથી બચાવવા પાટણની હસ્તપ્રતો તેના મંત્રી ઉદયને જેસલમેર અને અન્યત્ર ખસેડી હોવાના ઉલ્લેખો છે. ઉપરાંત ઈ. સ. ૧૩૦૪માં કર્ણ વાઘેલાના પતન બાદ મુસ્લિમ શાસનની આ વર્તાતાં વિધર્મીઓએ ધર્મસ્થળો અને વિદ્યામઠોનો પણ નાશ કરેલો. જ્ઞાનમંદિર સ્થાપના શ્રી હેમચંદ્રચાર્ય જૈન જ્ઞાનમંદિર' ની સ્થાપનાની પ્રેરણા પરમ પૂજ્ય શ્રી આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ, પ્રવર્તક કાંતિવિજયજી મહારાજા, પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ચતુરવિજયજી મહારાજ તથા તેના શિષ્યરત્ન આગમપ્રભાકર શ્રુત-શીલ-વારિધિ મુનિવર્ય પુણ્યવિજયજીએ જૈન સમાજને પૂરી પાડી હતી. આ મુનિ ભગવંતોની પ્રેરણાના પરિપાક રૂપે પાટણ શ્રી જૈન સંઘે આ જ્ઞાનમંદિરની સ્થાપના કરી હતી. તેનું ઉદ્ઘાટન તત્કાલીન મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન વિઘાપુરુષ કનૈયાલાલ માણેકલાલ મુનશીના વરદ હસ્તે ૭ એપ્રિલ, ૧૯૩૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20