________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुत सागर, भाद्रपद २०५९
३१
ઉદ્ધાર અને વિકાસ કરવો કે તે હજા૨ો વર્ષો સુધી જૈનત્વની ગૌરવગાથાનો જયનાદ આખા જગતમાં કર્યા કરે .
ભગીરથ કાર્યનો શુભારંભ થયો. વર્ષો સુધી અનેક લોકોનો અને ખાસ ક૨ી શ્રી નવીનચંદ્ર જગાભાઈ શાહ પરિવારના દરેક સભ્યોનો અથાગ પરિશ્રમ રંગ લાવ્યો. વિઘ્નો ધણાં આવ્યાં પણ દેવ-ગુરૂ-ધર્મ પસાયે એકેય ન ટકી શક્યો. અશક્ય જણાતા કાર્યો પણ જાણે સહજમાં થવા માંડ્યા.
જિનાલય બન્યું મહાલય : ભારતના વિખ્યાત સોમપુરા શ્રી ચન્દુભાઈ ત્રિવેદીએ વિ.સં. ૨૦૫૪ (ઈ.સં. ૧૯૯૭)માં ભવ્ય ઉત્તુંગ દેરાસરનું સર્જન પ્રથમ પોતાની ચિત્તભૂમિમાં કલ્પના અને શિલ્પશાસ્ત્ર બોધના પત્થર-ચૂના વડે કરી પછી એને કાગળ પર નક્શારૂપે અંકિત કર્યું. આ કાર્યમાં પાછળથી જોડાઈને પણ શ્રી શાંતિભાઈ સોમપુરાએ ખૂબજ સક્રિય યોગદાન આપ્યું. સેકડો શ્રેષ્ઠ શિલ્પીઓએ દિવસ-૨ાત ખૂન-પસીનો એક કરી એક-એક પાષાણને સુંદર કલા-કારીગિરી યુક્ત ઘડીને જોડ્યા. સમૂહનો પરિશ્રમ સફળ થયો છે. આકાશને ચૂમતું બંસી-પહાડપુરના એક સરખા આછાં ગુલાબી પત્થરોની પ્રભા ચોમેર ફેલાવતું આ મંદિર આજે જિનશાસનની પતાકા આકાશમાં ફરકાવી રહ્યું છે.
પંચ પરમેષ્ઠિના ૧૦૮ ગુણોના પ્રતિક સ્વરૂપ બે પ્રાસાદપુત્ર શિખરોથી યુક્ત આ મંદિર ૧૦૮ ફૂટ ઉંચું છે. લંબાઈ ૨૪૫ ફૂટ અને પહોળાઈ ૨૦૧ ફૂટ છે. જગતીની લંબાઈ ૨૯૦ ફૂટ અને પહોળાઈ ૨૦૮ ફૂટ છે. નાગરાદિ પ્રકારના આ જિનાયતનનું શિખર વીરવિક્રમ પ્રાસાદ શૈલીનું છે. ધ્વજ દંડની ઉંચાઈ ૨૧ ફૂટ ૧ ઇંચની છે. જ્યારે ઘંટડીઓનો મધુર ઘંટારવ ફેલાવતી પાટલી ૩'.૬", ૧'.૯", ૭"ની છે.
મોટા દેહ૨ામાં આરાધ્યદેવ કાંઈ નાના અને સામાન્ય પ્રકારે બનેલા ન હોય. અતિશુદ્ધ ઠોસ પંચધાતુના મૂળનાયક શ્રી વર્લ્ડમાનસ્વામીની ઊંચાઈ ૮૧.૨૫" છે. પહોળાઈ ૬૪.૭૪" છે. ગાદીની પહોળાઈ ૧૦૦" ની છે. જ્યારે પરિકર આશરે બાર ફૂટનું છે. એનું કુલ વજન ૧૬ ટન જેટલું થાય છે. આ અત્યંત મનોહર જિનપ્રતિમાને એક જ વારમાં ઢાળીને પાલીતાણાનાં સુવિખ્યાત શ્રી અમૃતલાલ કાળીદાસ લુહાર પરિવારનાં શ્રી મનહ૨ભાઈ વિગેરે આ દુઃશક્ય કાર્યને સફળતા પૂર્વક પાર પાડ્યું છે .
આ વીરાલયમાં મૂળનાયક સિવાય ૩૧"ના શ્રી આદીશ્વરજી, શ્રી સીમંધરસ્વામીજી, શ્રી શાંતિનાથજી, શ્રી વાસુપૂજ્યસ્વામીજી, શ્રી પાર્શ્વનાથજી, શ્રી મુનિસુવ્રતસ્વામીજી, ૨૭" શ્રી ગૌતમસ્વામીજી તથા શ્રી સુધર્માસ્વામીજીની મૂર્તિઓ પણ બિરાજમાન કરવામાં આવેલ છે. મૂળ જૂના મંદિરમાં બિરાજમાન યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત મૂળનાયક શ્રી મહાવીરસ્વામી, શ્રી નેમિનાથજી અને શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાઓને ઉપરના મજલે બિરાજમાન ક૨વામાં આવેલ છે. સાથેજ પતાસાપોળ શ્રીસંઘના શ્રી વાસૂપૂજ્ય જૈન દેરાસરથી મળેલ શ્રી સંભવનાથજી અને શ્રી પાર્શ્વનાથજીની પ્રાચીન પ્રતિમાઓ પણ અહીં પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે.
દેરાસરના આગળના ભાગમાં પગથીઆની બન્ને બાજુએ શાસન રક્ષક તપાગચ્છ અધિષ્ઠાયક શ્રી માણિભદ્રવીર તેમજ શાસનરક્ષિકા રાજરાજેશ્વરી દેવી શ્રી પદ્માવતીમાતાની ૪૧"ની પ્રતિમાઓ સ્વતંત્ર કુલિકાઓમાં બિરાજમાન કરવામાં આવી છે.
ખાસ નોંધવા પાત્ર છે કે વિશ્વમૈત્રીધામમાં પ.પૂ. આચાર્યદેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ની જન્મભૂમિ બંગાળ સ્થિત મુર્શિદાબાદ-મહિમાપુરની ધન્યધરા પર જગવિખ્યાત જગતશેઠશ્રી ફતેસિંહજી ગેલડા દ્વારા વિક્રમના ૧૮માં સૈકામાં નિર્માણ પામેલ જૈનસંઘની ઐતિહાસિક ધરોહ૨રૂપ કસોટીરત્નથી બનેલ કલાત્મક જિનમંદિર સ્વરૂપ દેવકુલિકાની પણ નિકટ ભવિષ્યમાં પુનઃસ્થાપના આ જ જિનાલયના તલગૃહ ભોંયરાના મધ્ય ખંડમાં કરી કસોટી મંદિર અને શ્રીમાન જગતશેઠની સ્મૃતિને ચિરસ્થાઈ ક૨વાની યોજના છે.
***
*#
For Private and Personal Use Only