________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
श्रुत सागर, भाद्रपद २०५९
કોબાતીર્થ સંલગ્ન : આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીની સાધનાસ્થલી :
બોરી જતીર્થથી વિશ્વમૈત્રીધામ સુધીની યાત્રા
મહાન જિનશાસન પ્રભાવક પ.પૂ. આચાર્યદેવ શ્રી પધસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા અને માર્ગદર્શનથી
શેઠ શ્રી નવીનચંદ્ર જગાભાઈ શાહ પરિવાર દ્વારા આ તીર્થનો કાયાકલ્પ તીર્થ-સલિલા સાબરમતી નદીના તટે વસેલું નાનકડું ગામ બોરીજ . તે કાળમાં ગામની આજુ બાજુની ઊંડી ભેંકાર કોતરોમાં જંગલી ભૂંડ વિગેરે હિંસક પ્રાણીઓ પુષ્કળ પ્રમાણમાં હતા. તે જ કોતરોમાં અવારનવાર લાંબા સમય સુધી રહીને આત્મ-૨મણતાના એક અલમસ્તયોગી નિર્ભયદશાની સાધના કરતા હતા. નામ એમનું યોગનિષ્ઠ આચાર્યદેવ શ્રી બુદ્ધિ સાગરસૂરીશ્વરજી. આ સિદ્ધ -સાધનાભૂમિના સૌથી ઊંચાઈવાળા ક્ષેત્રમાંનાં એક ખેતરમાંથી વિક્રમ સંવત ૧૯૮૧, ઈ.સ. ૧૯૨૪ના અરસામાં યુગો-યુગોથી ભંડારેલ પ્રભુ શ્રી વર્તમાન મહાવીર સ્વામી, શ્રી નેમિનાથપ્રભુ અને શ્રી પાર્શ્વનાથ પ્રભુની શુભ્ર ધવલ આરસ પહાણની ૧૭"ની ત્રણ પ્રતિમાઓ સાક્ષાત મહાનિધાનની જેમ ભૂમિના અભ્યદયનો જાણે સંકેત બની પ્રગટ થઈ. ખેડૂતનો આનંદનો પાર ન રહ્યો. એની પાસે જ આવેલા પ્રાચીન બાવન જિનાલયથી શોભતા પેથાપુર ગામના શ્રીસંઘને આમંત્રી ત્રણે પ્રતિમાજીની સાથે જ પવિત્ર બનેલી પોતાની વિશાળ ભૂમિ પણ સમર્પિત કરી જાણે પોતાની એકોતેર પેઢીને તારવાનું પુણ્ય એકઠું કરી લીધું.
પોતાની યોગદષ્ટિનાં બળે બોરીજ, પેથાપુર આદિ ક્ષેત્રના આજુ બાજુની ભૂમિના અભ્યદયને સ્પષ્ટ નિર્દશનારા અધ્યાત્મ યોગી આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ મહારાજ ના સદુપદેશથી પેથાપુર શ્રીસંઘે એક સુંદર જિનાલયનું નિર્માણ કરીને પૂજ્યશ્રીની નિશ્રામાં મંગલ મહોત્સવ સાથે આ પ્રતિમાઓ અહીં જ પ્રતિષ્ઠિત કર્યા. સાધકોને એ પછી પણ તીર્થનાં મોટા અભ્યદયનાં સંકેત મળતા રહ્યા હતા. પેથાપુર, ઇંદ્રોડા વિગેરે આજુ બાજુના અનેક ગામો માટે બોરીજ એક તીર્થભૂમિ બની રહ્યું. પરમાત્મા મહાવીરના કલ્યાણકો અને અન્ય પર્વ દિવસોમાં દર્શન-પૂજન માટે અહીં માનવ મહેરામણ ઉભરાતું હતું. આ બાજુ થી વિહાર કરનારા પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો અહીં ખાસ દર્શનાર્થે પધારી સ્થિરતા કરતા હતા.
કાલચક્ર ફરતું રહ્યું, પેથાપુર વિગેરે ગામોમાંથી સ્થળાંતર કરી વસ્તી ખાલી થઈ રહી હતી. ઠીક એનાંથી ઉલટું તે જ દિવસોમાં ગુજરાત રાજ્યની નવી રાજધાનીના નિર્માણ માટે બોરીજ અને આજુ બાજુની ભૂમિ પસંદ કરવામાં આવી, જે આજે દુનિયા સમક્ષ હરિતનગર ગાંધીનગર તરીકે વિખ્યાત થઈ, જે સિદ્ધસાધકની કાળ જ યી વાણીને અક્ષરશઃ સત્ય ઉદ્ઘોષિત કરી રહ્યા છે.
બોરી જતીર્થ બન્યું વિશ્વમેત્રીધામ: અનેક તીર્થોની હયાતી સાધકો અને નર શ્રેષ્ઠોના સુકૃતોથી ગૌરવવન્તી એવી ગરવી ગુર્જરધરાની નૂતન રાજધાનીની પરિસીમામાં સામેલ થઈ જતાં શ્રી બોરીજ તીર્થને જૈનત્વનાં ગૌરવને અનુરૂપ વિકસિત કરવા માટે વિ. સં. ૨૦૪૬ ઈ. સ. ૧૯૯૦માં શ્રી પેથાપુર સંઘે આ તીર્થ પૂજ્ય આચાર્યદેવ શ્રી પધસાગરસુરીશ્વરજીના માર્ગદર્શન મુજબ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર- કોબાતીર્થને સમર્પિત કરી દીધું. તે સમયથી જ આ તીર્થ વિકાસનાં પંથે એક-એક કરી ડગલા ભરવા માંડ્યું અને વિશ્વના જીવમાત્ર માટે મૈત્રીનાં ધામ એવા પ્રભુ શ્રી વર્લ્ડ માનસ્વામીનાં આ તીર્થને પૂજ્ય આચાર્યશ્રીની ભાવના મુજબ વિશ્વમૈત્રીધામ ના રૂપમાં વિકસિત કરવામાં આવ્યું.
વિ.સં.૨૦૫૩ (ઈ.સ. ૧૯૯૬)માં નેપાળની રાજધાની કઠમંડુમાં સેકડાં વર્ષો પછી થયેલ સર્વપ્રથમ પ્રતિષ્ઠાના અવસરે પૂજ્ય ગુરૂ દેવશ્રીની આ તીર્થના વિકાસની ભાવના શ્રી મુકેશભાઈ નવીનચન્દ્ર શાહના ધ્યાનમાં આવી. આ ભાવના ટુંક સમયમાં પરમ ગુરૂ ભક્ત નવીનચન્દ્ર જગાભાઈ શાહ પરિવારનો એક સંકલ્પ બની ગઈ કે પૂજ્ય માતુશ્રી ધનલમીબેનના આત્મકલ્યાણનાં અર્થે વિશ્વમૈત્રીધામ - શ્રી બોરીજતીર્થનો એ રીતે
For Private and Personal Use Only