________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रुतसागर
अगस्त-२०१६ સ્તોત્રના સ્મરણથી થતા લાભોનું સુંદર વર્ણન છે. જેમકે આ સ્તોત્રનું સ્મરણ કરતા લોકોના વિદનોનો નાશ થાય છે, તેમને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. તેમના તુચ્છ ઉપદ્રવો તેમજ મારી વિગેરે રોગોનું શમન થાય છે. વળી (કોઈકે કરેલા) મંત્ર, તંત્ર તથા યંત્ર પ્રયોગો નિષ્ફળ જાય છે. સંતિકર સ્તોત્રને ગણવાથી મનુષ્યના શરીરમાં પ્રવેશેલી વક સ્વભાવવાળી યોગિણી પણ યક્ષરાજ વડે દંડાય છે. બીજું ડાકિણી વગેરે આ લોકના ઉપદ્રવ તથા જન્મમરણાદિ પરલોકના દુઃખો આ સ્તવના ભણવાથી હણાઈ જાય છે.
વળી કવિ કહે છે કે જેમ સૂર્યનો ઉદય થતા અંધકારનો નાશ થાય છે, સિંહની ગર્જનાથી જેમ હાથીઓ ત્રાસી જાય છે, પવનના સૂસવાટાથી જેમ વાદળો વિખરાય જાય છે તેમ આ સ્તવના સ્મરણથી સઘળા સંકટો દૂર ચાલ્યા જાય છે.
કલ્પવૃક્ષ, કામધેનું ગાય, તથા ચિંતામણીરત્ન જેવા આ સ્તવનોનો મહિમા પૃથ્વી પર સુવિદિત છે. જે દેશમાં આ સ્તવ વિદ્યમાન છે ત્યાંથી અવમતિ નાસી જાય છે. ઋદ્ધિ-વૃદ્ધિ તથા ઓચ્છવો ત્યાં મંડાય છે. અષ્ટમહાસિદ્ધિ તે સ્તવ ભણનારને પ્રાપ્ત થાય છે. પરંપરાએ તે જીવ મોક્ષમાર્ગને પામનારો બને છે. છેલ્લેથી બીજી ગાથામાં કવિએ મુનિસુંદરસૂરિ રચિત, યક્ષ-યક્ષિણીથી અર્ચિત આ સ્તોત્રના પ્રભાવથી શાંતિ થાઓ એવી ભાવના વ્યક્ત કરી છે. જ્યારે છેલ્લી ગાથામાં સકલ સંઘની રક્ષા કરતા આ સ્તોત્રના યાવત્ ચંદ્ર-દિવાકરપણાની રજૂઆત કરે છે.
સંપાદનાથે પ્રસ્તુત કૃતિની મૂળ હસ્તપ્રત આપવા બદલ પાર્વીચંદ્ર ગચ્છના પૂ. ભૂવનચંદ્રવિજયજી ઉપાધ્યાયનો ખૂબ ખૂબ આભાર.
अज्ञातकर्तृक संतिकरं स्तोत्र महिमा गीत ॥६॥ संति जिणेसर पय पणमेवी, समरवि हीयडइ सरसतिदेवी,
संतिकरस्तव वर्णवऊ ए. १ सकति मारि जगि रचइ निसंक, संघलोक मनि हुइ आसंक,
ततखिणि तिणि गुरु वीनव्या ए. २ तव सिरि मुनिसुदंर गणधार, करुणासागर जगि साधार,
सूरिमंत्र बहु तपि जपइं रे. ३ सूरिंमंत्र-देवी सुपसाईं महामंत्र पामिउ गुरुराइं,
संतिकरस्तव एह रचिउं ए. ४ संतिकरस्तव समरइं चित्ति, तीहचां विघन पलाइं झत्ति,
गुणतां संपति संपजइ ए. ५
For Private and Personal Use Only