Book Title: Shrutsagar 2016 08 Volume 03 03
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 14. SHRUTSAGAR August-2016 પ્યારા સાહેબી તમારા સંવત ૧૯૪૫ ના માઘ શુદિ ૧૪ ના પ્રીતી ભરેલા પત્ર સારૂ તમારો આભાર માનું છું અને તેના જવાબમાં હિંદુસ્થાન સરકારના (હોમ) વિલાયત ખાતાના સેક્રેટરી હોનરેબલ એ. પી. મેકડોનલ સાહેબનો પત્ર જે મને હમણાજ મળ્યો છે તે આ સાથે તમને મોકલવાને મને ખુશી ઉપજે છે. તેમાંથી તમારા જોવામાં આવશે કે ઋગ્વદ તમોને મોકલવા સારૂ તા.૧૧ મી ફેબ્રુઆરીએ પારકા રાજ્યોની સાથે સંબંધ રાખનાર (ફોરેન) ખાતા તરફ મોકલવામાં આવેલ છે. તમારા હાલના ઠેકાણાની ખબર મેં સરકારમાં જણાવી હતી તે હું ધારું છું કે તે તમોને એ શરનામે મોકલવામાં આવશે. આ કાગળ તમોને પહોચવા પહેલાં સો વસા તે પુસ્તકો તમોને ક્યારના મળી ચુક્યાં હશે. આ પુસ્તક તમોને મેળવી આપવાને હું શક્તિવાન થયો તેથી મને ખુશી થવાનું-સંતોષ પામવાનું કારણ મળ્યું છે. તમોએ તૈયાર કરેલું જૈનમત વૃક્ષ જે મને મોકલ્યું છે તે મેં લક્ષપૂર્વક તપાસ્યું છે. અને તેને બરાબર રદયમાં ઉતારીને તે વિષે થોડાક સવાલ આપને કરવા ઈચ્છું છું. ૧. મધ્યનું થડ જે તપાગચ્છની પેઢી બતાવે છે તેમાં તમે જેને છેલ્લા બતાવ્યા છે અને ૬૯મે પાટે છે, નામ વિજયરાજસૂરિ લખ્યું છે તેઓ હાલ હયાત છે? જો હોય તો હાલ ક્યાં છે? કદાપિ તેઓ હયાત ન હોય તો હાલમાં તેમની ગાદીએ કોણ છે? અને તમે તપાગચ્છને મધ્યવૃક્ષ કેમ કર્યું છે અથવા ઠરાવ્યું છે. ૨. ખરતર ગચ્છની ગાદીએ છેલ્લા તમે ૭૦મે પાટે, “શ્રી જિનહર્ષસૂરિ લખ્યા છે. પણ તેઓ સંવત ૧૮૫૬માં ગાદીએ આવ્યા તેથી તેઓ હાલ હયાત હશે નહીં માટે તેમના પછી કેટલા સૂરિઓ આચાર્યો) તેમની ગાદીએ થયા અને તેમના શા શા નામ છે તે જણાવો તથા હાલમાં ખરતર ગચ્છની ગીદીએ ઉપરી કોણ છે? તે જણાવો. મેં ગઇ કાલે ખરતરગચ્છની એક પટ્ટાવલી જોઈ છે તેમાં ૭૧મે પાટે સંવત ૧૯૧૫ના વર્ષમાં જિન મુક્તિસૂરિ બતાવ્યા છે. આ ખરું થઈ શકવા સંભવ છે કારણ કે સંવત ૧૮૫૬ અને ૧૯૧૫માં તેટલો તફાવત છે. ૩. એક લીટીને છેડે તે વૃક્ષમાં તમારું નામ જોવામાં આવે છે; જે શાખા અગર ગચ્છના તમે છો તેનું નામ શું છે? એ શાખા તપાગચ્છનો એક ફોટો જણાય 1. એ પત્રની ઇંગ્રેજી ગુજરાતી નક્કલ આ પત્ર સાથે જ દાખલ કરી છે. 2.આ પુસ્તકો મળી ચુક્યા સંબંધી ખબર વાચકો અગાઉ વાંચી ગયેલા છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36