Book Title: Shrutsagar 2015 12 Volume 02 07 Author(s): Hiren K Doshi Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SHRUTSAGAR December-2015 અને સિદ્ધમાં કંઇ ફેર નથી. આવા હારા સ્વરૂપનો ઉપયોગ દેતાં અજ્ઞાનરૂપ અંધકાર ક્યાંથી હોય? આત્મજ્ઞાની અધિકાર પરત્વે કર્મયોગી હોય છે પણ કર્મમાં અલિપ્ત રહીને કર્મ કરી શકે છે, એવી તેની આત્મદૃષ્ટિ હોય છે તેથી તે બાહ્યથી કર્મોની (કાર્યોની ક્રિયાઓની) સાથે સંબંધિત હોવા છતાં કમલપત્રવત્ અત્તરથી નિર્લેપ રહે છે. આવી ઉત્તમ જ્ઞાનીની સ્થિતિને જ્ઞાની જાણી શકે છે. અજ્ઞાની ધૂક ખરેખર આત્મારૂપ સૂર્યને દેખી શકતો નથી. નેતિ નેતિ પોકારીને વેદાન્ત શાસ્ત્રો જેનું પરિપૂર્ણ વર્ણન કરી શકતાં નથી અને જેનાગમાં સર્વોચ્ચ એ ભંગ કથીને આત્મતત્ત્વનું પરિપૂર્ણ વર્ણન કરવાની શક્યતા દર્શાવે છે એવું આત્મતત્ત્વ તેજ હું છું. તેનામાં ઉંડા ઉતરવાથી હું તેની સફુરણાનો વિલય થાય છે. આત્માની અશુદ્ધ પરિણતિ એજ સંસાર અને આત્માની શુદ્ધ પરિણતિ એજ મોક્ષ છે. આત્માની અશુદ્ધ પરિણતિ એ કર્મજન્ય છે માટે તેનાથી દૂર રહેવા અન્તર્મુખોપયોગથી આત્માના શુદ્ધ ધર્મમાં રમણતા કરવી તેમાંજ ગુણસ્થાનકનો અન્તર્ભાવ થાય છે. (ધાર્મિક ગદ્યસંગ્રહમાંથી સાભાર) પ્રથમ ભાવોનું સંકલન પ્રથમ તીર્થંકર-આદિનાથ ભગવાન પ્રથમ ગણધર-પુંડરીક સ્વામી પ્રથમ સાધ્વી બ્રાહ્મી પ્રથમ શ્રાવિકા-સુભદ્રા પ્રથમ શ્રાવક-શ્રેયાંસ પ્રથમ કેવલી-આદિનાથ ભગવાન પ્રથમ મોક્ષગામી-મરુદેવી માતા પ્રથમ વિહરમાન-સીમંધર સ્વામી પ્રથમ ચક્રવર્તી-ભરત પ્રથમ વાસુદેવ-ત્રિપૃષ્ઠ પ્રથમ પ્રતિવાસુદેવ-અશ્વગ્રીવ પ્રથમ બલદેવ-અચલ વહેતા પાણી નિર્મળા, પડ્યા ગંદા હોય, સાધુ તો ફિરતા ભલા, દાગ ન લાગે કોય. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36