Book Title: Shrutsagar 2015 12 Volume 02 07
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्रुतसागर दिसम्बर-२०१५ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિએ રયણાવલીની જે ટીકા રચી છે તેમાં ત્રણ સ્થળે શીલાંકનો ઉલ્લેખ છે. એ શીલાંક તે પ્રસ્તુત શીલાંકસૂરિ છે કે કેમ તે જાણવું બાકી રહે છે. 20 Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શીલાંકસૂરિએ જીવસમાસની વૃત્તિ રચી છે અને તે ઉપલબ્ધ છે એમ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (પૃ. ૧૮૧)માં ઉલ્લેખ છે તો શું આ હકીકત સાચી છે અને આ શ્રી શીલાંકસૂરિ તે આ લેખમાં નિર્દેશાયેલ સૂરિ છે? આયારની ટીકાના ૩૧૭ અ પત્ર ઉપરથી જણાય છે કે શ્રી શીલાંકસૂરિનું બીજું નામ તત્ત્વાદિત્ય હતું. દાક્ષિણ્યચિહ્ન શ્રી ઉદ્યોતનસૂરિએ જે કુવલયમાલા લગભગ શકસંવત્ ૭૦૦માં રચી છે તેની પ્રશસ્તિમાં તત્તાયરિયનો ઉલ્લેખ છે. આથી શ્રી જિનવિજયે એવી કલ્પના કરી છે કે તત્ત્વાદિત્ય તે આ તત્તાયરિય એટલે કે તત્ત્વાચાર્ય હોય. વળી એ જ પ્રશસ્તિમાં નીલવિઝનસાલો' એવો જે પ્રયોગ છે તેને શ્લેષાત્મક વિશેષણ ગણી તેઓ એ દ્વારા શ્રી શીલાંકસૂરિનો નિર્દેશ કરાયો છે એમ માને છે. પરંતુ આ. શ્રી આનંદસાગરસૂરિએ આ મંતવ્યની વિરુદ્ધ પોતાનો અભિપ્રાય વિસેસાવસ્તયની પ્રસ્તાવનામાં ઉચ્ચાર્યો છે. એની સવિસ્તર ચર્ચા કરવાનું અત્ર બની શકે તેમ નથી. શ્રી શીલાંકસૂરિ તે વિક્રમસંવત્ ૮૦૨ માં ‘અણહિલપુર પાટણ'ની સ્થાપના કરનારા વનરાજ ચાવડાના ગુરુ તરીકે સુપ્રસિદ્ધ શીલગુણસૂરિ છે એમ કેટલાક માને છે. આ માન્યતા શ્રી મુનિરત્નકૃત અમરચરિત્રને આભારી હોય એમ લાગે છે. પણ આ મંતવ્ય વાસ્તવિક હોવા વિષે શંકા રહે છે, કેમકે આયારની ટીકા વગેરેનો રચના-સમય વિચારતાં શ્રી શીલાંકસૂરિ વિક્રમસંવત્ ૯૦૭-૯૩૩ ની આસપાસમાં થયેલા ગણાય અને આ તો લગભગ સો વર્ષ પૂર્વેનો સમય છે. શ્રી શીલાંકસૂરિને કેટલાક કોટ્યાચાર્ય ગણે છે એટલું જ નિહ પણ વીરસંવત્ ૧૧૧૫ એટલે કે વિક્રમસંવત્ ૬૪૫ની આસપાસ થયેલા શ્રી જિનભદ્રગણિના શિષ્ય માને છે. આ સંબંધમાં વિશેષ વિચાર કરાય તે પૂર્વે એ નોંધી લઇએ કે કોટ્ટાચાર્ય એ શ્રી જિનભદ્રગણિના શિષ્ય નહિ, પરંતુ એના પ્રશિષ્ય-સંતાનીય કદાચ હોય એમ એ કોટ્ટાચાર્યે રચેલી વિસેસાવસયભાસની ટીકા જોતાં જણાય છે, કેમકે ત્યાં પાઠભેદનો ઉલ્લેખ છે. આ કોટ્ટાચાર્ય તે શ્રી શીલાંકસૂરિ નથી. પરંતુ શ્રી હરિભદ્રસૂરિના પૂર્વગામી છે એમ આ.શ્રી હરિભદ્રસૂરિએ અંબા, કૂષ્માંડી વગેરેનો વિદ્યા તરીકે અને વિદ્યારાજ હરિણૈકમિષીનો મંત્ર તરીકે નિર્દેશ કર્યો છે, જ્યારે કોટ્ટાચાર્યે કેવળ કૂષ્માંડીનો વિદ્યા તરીકે અને હરિણૈકમિષીનો મંત્ર તરીકે ઉલ્લેખ કર્યો છે. આ પરત્વે વિશેષ ઊહાપોહ કરવો જોઇએ, પણ તે આ લઘુ લેખમાં For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36