Book Title: Shrutsagar 2015 12 Volume 02 07
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શીલાંકસૂરિ તે કોણ? પ્રો. હીરાલાલ રસિકલાલ કાપડીયા જૈન દૃષ્ટિ અનુસાર આ અવસર્પિણી કાળમાં ચોવીસ તીર્થંકરો થઈ ગયા છે. એ પૈકી પહેલા, સોળમાં, બાવીસમાં, ત્રેવીસમાં અને ચોવીસમાં એ પાંચે તીર્થકરોનાં નામ જૈન સમાજમાં અને કેવળ ત્રેવીસમાં તીર્થકરનું પાર્શ્વનાથ નામ અજૈન સમાજમાં સુપ્રસિદ્ધ છે, જ્યારે બાકીનાનાં નામ એટલાં સુપ્રસિદ્ધ નથી. આવી હકીકત જે જૈન મુનિવરો ગ્રંથકારો-લેખકો થઈ ગયા છે તેમના સંબંધમાં પણ જોવાય છે. દાખલા તરીકે શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રી મલ્લવાદી, યાકિનીમહત્તરાધર્મનું શ્રી હરિભસૂરિ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ અને ન્યાયવિશારદ શ્રી યશોવિજયગણિ એ પાંચ મુનિવરોનાં નામથી જૈન જગતું સુપરિચિત છે, જ્યારે અન્ય જૈન લેખકોને સામાન્ય જનતા ભાગ્યે જ, ઓળખે છે. આથી તો શ્રી શીલાંકરિનું નામ સાંભળતા ‘એ શ્રી શીલાંકરિ તે કોણ' એવો પ્રશ્ન સહજ પૂછાય છે. આનો ઉત્તર આપવો એ આ લેખકનું પ્રયોજન છે એટલે હવે હું એ દિશામાં પ્રયાણ કરું છું. શ્રમણ ભગવાન્ શ્રી મહાવીરસ્વામીના ૧૧ ગણધરોમાંના પાંચમાં ગણધર શ્રી સુધર્મસ્વામીએ રચેલાં ૧૨ અંગો (દ્વાદશાંગી) માંથી આજે આપણે દિઠિવાયા સિવાયનાં ૧૧ અંગો અમુક અંશે ઉપલબ્ધ થાય છે. એ અગ્યાર અંગોમાં આયાર એ પહેલું અંગ અને સૂયગડ એ બીજું અંગ ગણાય છે. આ બંને અંગો ઉપર સંસ્કૃતમાં ટીકા રચવાનું માન શ્રી શીલાંકરિને મળે છે. નવાઇની વાત છે કે આયાર ઉપર ક્યારે ટીકા રચાઇ એ સંબંધમાં જુદી જુદી હસ્તલિખિત પ્રતિઓમાં ભિન્ન ભિન્ન ઉલ્લેખ જોવાય છે. રચનાસમય તરીકે શકસંવત્ ૭૭૨, શકસંવત્ ૭૮૪, શકસંવત્ ૭૯૮ અને ગુપ્ત સંવત્ ૭૭૨નો નિર્દેશ છે. આ પૈકી શકસંવત્ ૭૯૮ એટલે કે વિક્રમસંવત્ ૯૩૩ મને વધારે વિશ્વસનીય જણાય છે. ગુપ્તસંવત્ થી શું સમજવું એ સંબંધમાં મતભેદ જોવાય છે એટલે એનો વિચાર હું અત્ર કરતો નથી. સૂયગડની ટીકાના રચનાસમય પરત્વે કોઇ ઉલ્લેખ જોવાતો નથી, પણ એ તેમ જ આયારની ટીકા રચવામાં શ્રી વાહગિણિએ શ્રી શીલાંકરિને-શ્રી શીલાચાર્યને સહાયતા કર્યાનો ઉલ્લેખ તે તે ટીકામાં મળે છે. આ વાહગિણિ તે કોણ તે વિષે આપણે હજી સુધી તો અંધારામાં છીએ એટલે આ ઉલ્લેખ આ દિશામાં કશો વિશેષ પ્રકાશ પાડતો નથી. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36