________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SHRUTSAGAR
December-2015 બને તેમ નથી એટલે અહીં તો આટલો ઈશારો કરીશ અને સાથે સાથે ઉમેરીશ કે જેસલમેરની હસ્તલિખિત પ્રતિઓના સૂચીપત્ર (પૃ. ૧૯૧)માં આ મુજબ નિર્દેશ છે – “નિનમદ્રાભિક્ષમામગીરધ્ધા સમર્થિતા શ્રીવોલ્યવાર્યવાદ્રિ-(ર) મિત્તરેT” સદગત સી.ડી. દલાલે વાદ્રિને બદલે વારિની કલ્પના કરી છે, પણ તે સાધાર જણાતી નથી, કેમકે પાટણના જૈન ભંડારોને લગતા સૂચીપત્રમાં વાદ્રિનો જ ઉલ્લેખ છે. અત્રે એ પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે “સમર્થિતીથી શું સમજવું? પ્રો. વેલનકરે આ સંબંધમાં જે એમ સૂચવ્યું છે કે કોટાચાર્યે શ્રી જિનભદ્રગુણિને મદદ કરી હતી તે શું વાસ્તવિક છે?
શ્રી શીલાંકસૂરિએ સૂયગડની ટીકાના ૨૧૮ બ પત્રમાં જે નિમિત્તશાસ્ત્રનો નિર્દેશ કર્યો છે તેથી શું સમજવું એ પણ એક પ્રશ્ન છે. શું તેઓ નિમિત્તપાહુડને ઉદ્દેશીને આ કથન કરે છે?
આ પ્રમાણે શ્રી શીલાંકસૂરિ વિષે સમય અને સાધન અનુસાર આટલો ઊહાપોહ કરી હવે હું વિરમું તે પૂર્વે એટલી સૂચના કરીશ કે એમણે જે પહેલાં બે અંગો ઉપર ટીકા રચી છે તેમાં આવતાં અવતરણો એકત્રિત કરાવાં જોઇએ અને તેનાં મૂલ નક્કી કરાવાં જોઇએ. સાથે સાથે ચઉપન્નમહાપુરિચરિય સમીક્ષાત્મક પદ્ધતિપૂર્વક પ્રકાશિત થવું ઘટે. જો તેમ થશે તો શીલાંકરિ તે કોણ એનો અંતિમ ઉત્તર આપી શકાશે.
(જૈન સત્યપ્રકાશ, વર્ષ-૭, અંક-૧-૨-૩માંથી સાભાર)
આઠ પ્રભાવક પ્રવચન પ્રભાવક-વજસ્વામી
ધર્મકથી-સર્વજ્ઞસૂરિ વાદી-મલ્લવાદીદેવસૂરિ
નિમિત્તવેત્તા-ભદ્રબાહુસ્વામી તપસ્વી-કાષ્ઠમુનિ
વિદ્યા-હેમચન્દ્રાચાર્ય સિદ્ધ-પાદલિપ્તસૂરિ
કવિ-સિદ્ધસેનદિવાકરસૂરિ
૧. આમાં સૂચવાયું છે કે શ્રી જિનભદ્રણિએ વિસે સાવચભાસ ઉપર પોતે જે ટીકા રચી છે તેની હસ્તલિખિત પ્રતિ ઉપલબ્ધ છે. જો એમ હોય તો એ સત્વર પ્રકાશિત થવી ઘટે. ૨. શ્રી શીલાંકસૂરિ અંગે “A History of the Canonical Literature of the Jainas'માં આમાંની પ્રાયઃ બધી બાબતો છુટી છવાયેલી મેં આલેખી છે. વિશેષમાં ત્યાં આચારના એક નષ્ટ થયેલા અધ્યયની પણ ચર્ચા કરી છે, એટલે અંગ્રેજીમાં એ વિષય જાણવા ઇચ્છનારે આ અંગ્રેજી પુસ્તક જોવું.
For Private and Personal Use Only