Book Title: Shrutsagar 2015 12 Volume 02 07
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 32 श्रुतसागर दिसम्बर-२०१५ પૂજ્ય આચાર્ય ભગવંતે પોતાના મંગલ પ્રવચનમાં સાધુતાના ગુણોનું વર્ણન કરતાં કહ્યું કે આ સંસારમાં એક માત્ર સાધુજીવન જ એવું જીવન છે કે જેમાં કોઈ પણ પ્રકારનો ભય નથી હોતો. સાધુ પાસે એવું કંઈ પણ નથી હોતું કે જેને ચોર ચોરી શકે યા રાજા ટેક્સ લઈ શકે. સાધુજીવન એક ઉત્કૃષ્ટ જીવન છે, જેને આ લોક અને પરલોક બન્ને જગ્યાએ શાંતિ જ શાંતિ છે. સાંસારિક ચિંતાથી મુક્ત સાધુ કોઈ પણ ભય વગર જીવન જીવતો હોય છે. અનેક ભવોના સંયમિત જીવન જીવ્યા પછી જ આત્મા પોતાના ચરમ લક્ષ્યની પ્રાપ્તિ કરી શકે છે. પૂજ્યશ્રીએ કહ્યું કે પરમાત્મા મહાવીર દવારા બતાવેલ માર્ગ પર ચાલીને જ આપણે જીવનના ચરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શકીશું. ભગવાન મહાવીરે આપણને કરુણા, દયા, પ્રેમ, ભાઈચારાનો સંદેશ આપ્યો છે, એ સંદેશનું પાલન કરવાથી જ વ્યક્તિ, સમાજ અને દેશનું ઉત્થાન થઈ શકે છે. મોટા પુણ્યોદયથી જ આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. આ અવસરનો પુરે પુરો લાભ લઈને જીવનને ધન્ય બનાવીયે. જેણે સંયમિત જીવન જીવ્યું છે તેણે અનંત સુખ પ્રાપ્ત કર્યું છે. જે આ સંસારમાં આસક્ત થઈ જાય છે તે જન્મ-જન્માંતર સુધી દુ:ખમય જીવન જીવતો રહે છે. એટલે આપણે માનવ જીવનને સફળ બનાવવા માટે કોઈ ગુરુના શરણે જઈ આત્માનો ઉદ્ધાર કેમ થાય તેની વિધિ સીખી લેવી જોઈએ. આ પાવન પ્રસંગ પર અનેક ગણમાન્ય લોકોએ પણ પોતાના ઉદ્ગાર વ્યક્ત કર્યા હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી ચિમનભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી ઉર્મિલાબેન પટેલ, શ્રીદશરથ પટેલ, સેટેલાઈટ વ્હે. મૂ. પૂ. સંઘ, અમદાવાદના પ્રમુખ શ્રી હસમુખભાઈ ચુડગર, સ્ટિશ્રી ધનેશભાઈ શાહ, શ્રીમતી પ્રીતિબેન નાણાવટી આદિ હતા. બધાએ પૂજ્ય આચાર્યશ્રીજીની પ્રભાવકતા, સરલતા, વાત્સલ્યતા, સાર્વભૌમિકતા આદિનો ઉલ્લેખ કર્યો હતો. સેટેલાઈટ વ્હે. મૂ. પૂ. સંઘ, અમદાવાદના ટ્રસ્ટીશ્રીઓએ ચાતુર્માસમાં પૂજ્યશ્રી દ્વારા અપાયેલ પ્રવચનો, ધાર્મિક અનુષ્ઠાનો આદિ નું વર્ણન કરતા કહ્યું હતું કે અમે ધન્ય થઈ ગયા. આ ચાતુર્માસ અમારા સંઘ માટે અવિસ્મરણીય રહેશે. અમે જે પ્રાપ્ત કર્યું છે તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. શ્રીસંઘ દ્વારા પૂજ્યશ્રીને નિવેદન કરાયેલ કે આગામી નિકટ ભવિષ્યમાં અમારા શ્રીસંઘમાં ઓર એક ચાતુર્માસ કરવાની કૃપા કરશોજી. આપશ્રીની ઉપસ્થિતીથી અમારું જીવન ધન્ય થઈ ગયું છે. સંયમ યાત્રાની સ્મરણ યાત્રાના પાવન અવસર પર પધારેલ ગુરુભક્તો માટે સેટેલાઈટ વ્હે. મૂ. પૂ. સંઘ, અમદાવાદ દ્વારા સુંદર સાધર્મિક વાત્સલ્યની વ્યવસ્થા કરવામાં આવી હતી. આખો કાર્યક્રમ સંપૂર્ણ ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થયો હતો. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36