Book Title: Shrutsagar 2015 12 Volume 02 07
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાષ્ટ્રસંત આચાર્યદેવશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.નો સંયમયાત્રાના ૬૧મા વર્ષમાં ભવ્ય પ્રવેશ શ્રુતોદ્ધારક પરમ પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્યદેવ શ્રીપદ્મસાગરસૂરીશ્વરજી મ.સા. ના દીક્ષા પર્યાયના ૬૦ વર્ષ પૂર્ણ થતાં ૬૧મા વર્ષના પ્રવેશની મંગલ પ્રભાતે સેટેલાઇટ શ્વે. મૂ. પૂ. સંઘ અમદાવાદ દ્વારા સંવત ૨૦૭૨ ના કાર્તક વદ ૩, તા. ૨૮/૧૧/૨૦૧૫ ના રોજ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. એમાં અનેક સાધુ-સાધ્વીજી ભગવંત તથા દેશભરના વિવિધ સંઘો, જૈન-જૈનેતર ગુરુભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગુરુવંદન સાથે પ્રારંભ થયેલ સંયમ સ્મરણ યાત્રામાં ગુરુભક્તિસભર સંયમની સુવાસ પ્રસરાવતાં અને અનુમોદનામાં ઓત-પ્રોત કરનારા ગીત-સંગીતથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પૂજ્ય આચાર્ય શ્રીદેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. સા. પૂજ્યશ્રીના ગુણોની ચર્ચા કરતાં કહ્યું કે ગુરુદેવ માત્ર જૈન સમાજ જ નહીં, પરંતુ સમસ્ત માનવ સમાજના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમની મધુર વાણી અને પ્રભાવક પ્રવચનોથી કેટલાય લોકોના જીવન પરિવર્તન થઈ ગયા છે. ગુરુ ગુણાનુવાદ કરતી વખતે પૂજ્યશ્રીના શિષ્ય પૂજ્ય ગણિવર્ય શ્રીપ્રશાંતસાગરજી મ.સા. પૂજ્ય આચાર્ય ભગવંતશ્રીના પ્રભાવશાળી કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યું કે જિનશાસનની ઉન્નતી માટે એમણે સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું છે. તેઓશ્રીએ જે જે કાર્યો કર્યા છે તેનુ વર્ણન કરવું ઘણું અઘરું છે. તેઓશ્રીના જીવનને અને કાર્યોને જાણવા માટે તેમનું સાન્નિધ્ય જરૂરી છે. પદ્મશ્રી ડૉ. કુમારપાલભાઈ દેસાઈએ આ પ્રસંગ પર પોતાના ઉદ્ગાર વ્યક્ત કરતા હ્યું કે પૂજ્ય આચાર્યશ્રી પોતાના ગુરુ પ્રત્યે એટલા સમર્પિત છે કે તેમના દ્વારા અત્યાર સુધી જે પણ ઐતિહાસિક કાર્યો થયા છે, તેમાં પોતાનું નામ ક્યાંય ન રાખતાં ગુરુનું નામ આગળ રાખ્યું છે, તેનું જીવતું જાગતું ઉદાહરણ છે કોબામાં સ્થિત શ્રીકૈલાસસાગસૂરિ જ્ઞાનમંદિર. આ જ્ઞાનમંદિરની સ્થાપના કરીને આજ સુધી જૈનાચાર્યો દ્વારા પરંપરાગત ચાલી આવતી અવિરત જ્ઞાનધારા, ભારતીય જૈન-જૈનેતર સાહિત્ય સંસ્કૃતિને સંરક્ષિત-સંવર્ધિત કરી શ્રુતસેવાનું સાહિત્ય અને સંસ્કૃતિ સેવાનું આગવું કાર્ય કર્યું છે. જૈન જગતમાં ભગવાન મહાવીર પછી જેમ હેમચંદ્રાચાર્યનો કાલ હેમયુગ તરીકે ઓળખાયો તેમ આ કાલ આગળ જતાં પદ્મસાગર યુગ નામ થી ઓળખાશે. જિનશાસનના હિતમાં તેમના દ્વારા કરાતાં કાર્યોને લીધે પૂજ્યશ્રી જૈન શ્રમણ પરમ્બપરાના મહાન જૈનાચાર્યોની શ્રેણિમાં સ્થાન પ્રાપ્ત કરી ચુક્યા છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36