Book Title: Shrimad Rajchandrani Atmopanishada Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ શ્રીમદ્ રાજચંદ્રની આપનિષદ [ ૯૩ અને કુસંસ્કારો ભારે વિરૂપ થઈ પડે છે, પણ ખરે અધ્યાત્મજિજ્ઞાસુ એ બધાં વિનોથી પર જાય છે અને પિતાને માર્ગ પિતાના જ પુરુષાર્થથી નિષ્કટક બનાવે છે. આવા અધ્યાત્મવીરે વિરલ પાકે છે. શ્રીમદ એ વિરલમાંના એક આધુનિક મહાન વિરલ પુરુષ છે. તેમણે જૈન પરંપરાના સંસ્કાર વિશેષ પ્રમાણમાં ઝીલ્યા. તેમણે મૂળ લખાણ ગુજરાતીમાં જ અને તે પણ મેટેભાગે જૈન પરિભાષાને અવલંબીને જ લખ્યાં છે. તેથી એમની ઓળખ ગુજરાત બહાર અથવા જૈનેતર ક્ષેત્રમાં બહુ વિશેષ નથી. પણ તેથી એમનું આધ્યાત્મિક પિત અને સૂક્ષ્મ સત્યદષ્ટિ સાધારણ છે એમ જે કઈ ધારે, તે તે મહતી બ્રાન્તિ જ સિદ્ધ થશે. એક વાર કઈ સમજદાર એમનાં લખાણ વાંચે તે તેના મન ઉપર એમની વિવેકપ્રજ્ઞા, મધ્યસ્થતા અને સહજ નિખાલસતાની અચૂક છાપ પડ્યા વિના કદી જ નહિ રહે. મેં પ્રથમ પણ અનેક વાર “આત્મસિદ્ધિ” વાંચેલી અને વિચારેલી, પરંતુ છેલ્લે છેલ્લે આ લખું છું ત્યારે વિશેષ સ્થિરતા અને વિશેષ તટસ્થતાથી એ વાંચી, એના અર્થે વિચાર્યા, એના વક્તવ્યનું યથાશક્તિ મનન અને પૃથકકરણ કર્યું, ત્યારે મને લાગ્યું કે આ “આત્મસિદ્ધિ' એ એક જ ગ્રંથ એવો છે કે તેમાં શ્રીમદ્ રાજચંદ્રની વિચારણા અને સાધનાનું ઊંડામાં ઊંડું રહસ્ય આવી જાય છે. જે ઉંમરે અને જેટલા ટૂંક વખતમાં શ્રી રાજચંદ્ર “આત્મસિદ્ધિ માં પિતે પચાવેલ જ્ઞાન ગૂંચ્યું છે તેને વિચાર કરું છું ત્યારે મારું મસ્તક ભક્તિભાવે નમી પડે છે. એટલું જ નહિ, પણ મને લાગે છે કે તેમણે આધ્યાત્મિક મુમુક્ષુને આપેલી આ ભેટ એ તો સેંકડો વિદાએ આપેલી સાહિત્યિક ગ્રન્થરાશિની ભેટ કરતાં વિશેષ મૂલવંતી છે. પિતપતાના પક્ષની અને મંતવ્યની સિદ્ધિ અર્થે અનેક સિદ્ધિ-ગ્રન્થ સેંકડો વર્ષ થયાં લખાતા રહ્યા છે. સવીર્થસિદ્ધિ માત્ર જેન આચાર્યું જ નહિ, પણ જેનેતર આચાર્યોએ પણ પિતપોતાના સંપ્રદાય પરત્વે લખી છે. “બ્રહ્મસિદ્ધિ', “અદ્વૈતસિદ્ધિ” આદિ વેદાંત વિષયક પ્ર સુવિદિત છે. “વૈષ્કર્મેસિદ્ધિ, “ઈશ્વરસિદ્ધિ” એ પણ જાણીતાં છે. “સરસિદ્ધિ” જૈન, બૌદ્ધ વગેરે અનેક પરંપરાઓમાં લખા ચેલી છે. અકલંકના સિદ્ધિવિનિશ્ચય” ઉપરાંત આચાર્ય શિવસ્વામી રચિત સિદ્ધિવિનિશ્ચય'ના અસ્તિત્વનું પ્રમાણ હમણાં મળ્યું છે. આવા વિનિશ્ચય ગ્રંથમાં પિતાપિતાને અભિપ્રેત હોય એવા અનેક વિષયની સિદ્ધિ કહેવામાં આવી છે, પણ એ બધી સિદ્ધિઓ સાથે જ્યારે શ્રી. રાજચંદ્રની આત્મસિદ્ધિ ને સરખાવું છું, ત્યારે સિદ્ધિ શબ્દરૂપે સમાનતા હોવા છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12